રોજ સવારે ઉઠીને સૌથી પહેલા ૧ લીટર પાણી ગટગટાવી જાવ.. કેમ શું ફાયદા તો જુઓ…

રોજ સવારે 1 લિટર પાણી પીવાથી થતાં ફાયદાઓ જાણો

ચાલો આજે આ લેખ દ્વારા તમને એ જણાવીએ કે પ્રવાહીના અતિ કૂદરતી વર્ઝન એટલે કે પાણી તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરી શકે છે. આપણે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી બધી જરૂરી બાબતોને અવગણીને નુકસાન પહોંચાડતાં હોઈએ છીએ. નથી તો આપણે સવારના નાશ્તા પ્રત્યે સજાગ રહેતા કે નથી તો વ્યવસ્થિત લંચ લેતા અને ઘણીવાર તો વજન વધી જવાના ભયથી આપણે રાત્રીનું ભોજન પણ સ્કીપ કરી દેતા હોઈએ છીએ. આ રીતે આપણા સ્વાસ્થ્યને અત્યંત નુકસાન થાય છે જે ત્યારે તો નથી દેખાતું પણ લાંબા ગાળે તેની ખુબ માઠી અસર થાય છે.

image source

તેની અસર માત્ર તમારા આંતરિક શરીરને જ નહીં પણ બાહ્ય શરીર એટલે કે તમારી ત્વચા, તમારા વાળ વિગેરેને પણ થતી હોય છે. તેમાં તમારી ત્વચા તેમજ વાળ રુક્ષ થઈ જવા અથવા તમારી ત્વચા જે પ્રકારની હોય તેને લગતી કેટલીક સમસ્યાઓ ધીમે ધીમે ઉભી થવા લાગે છે. અને માણસ એવું પ્રાણી છે કે તે પોતાના અંતર કરતાં બાહ્ય દેખાવ માટે વધારે સજાગ રહે છે પણ તેને એ ખ્યાલ નથી હોતો કે જો તેનું અંતર સુધરશે તો જ દેનો બાહ્ય દેખાવ સુધરશે

અહીં એ કહેવાનો અર્થ એ છે કે જો તમે તમારા શરીરને આંતરિક રીતે સ્વસ્થ રાખશો તો આપોઆપ જ તમારી ત્વચા તેમજ વાળ પણ સ્વસ્થ જ રહેશે અને અન્ય અગણીત સમસ્યાઓ પણ ઉભી નહીં થાય. માટે હંમેશા તમારા શરીરને સ્વસ્થ રાખવાના જ ઉપાયો શોધો અને જો શરીર સ્વસ્થ રહેશે તો પછી જીવન સ્વસ્થ રહેવાનું જ.

image source

આજના આ લેખમાં અમે એ જણાવવા જઈ રહ્યા છીએ કે પાણીની તમારા શરીર અને તેના સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે. અને જ્યારે તમને કોઈ જ ઉપાય ના સુજે ત્યારે તમારે પાણી તરફ વળવું જ જોઈએ અને તેનો અખતરો કરવામાં કશું ખોટું પણ નથી કારણ કે જો તમને તે ફાયદો નહીં પહોંચાડે તો એટલું તો નક્કી જ છે કે તે તમને નુકસાન પણ નહીં પહોંચાડે.

image source

જ્યારે તમે જોબ કરતાં હોવ અથવા અતિ વ્યસ્ત ગૃહીણી હોવ કે પછી તમારી જીવનશૈલી ગમે તે હોય. આપણે હંમેશા આપણા શરીરની પાણીની જરૂરિયાતને અવગણીએ છીએ. જો તમે આખો દિવસ પાણી પીવાનું યાદ ન રાખી શકતા હોવ તો આજે જણાવેલો આ ઉપાય તમે ચોક્કસ અજમાવી શકો છો.

image source

સવારે વહેલા ઉઠી 1 લિટર પાણી પી જવું. કમસે કમ આ કરવાથી તમે જે આખો દિવસ પાણી સિવાયના અન્ય લીક્વીડ એટલે કે ચા-કોફી કે પછી કોલા પર નભાવો છો તેની ક્ષતિ બેલેન્સ થઈ શકે.

રોજ સવારે વહેલા ઉઠી એક લિટર પાણી પીવો. શરૂઆતમાં તમારા માટે આ દિનચર્યા અઘરી લાગશે પણ તેની આદત તમને માત્ર એક અઠવાડિયામાં જ પડી જશે. અને ત્યાર બાદ તમને રોજ સવારે ઉઠીને તરત જ પાણી પીવાનું જ મન થશે.

image source

સવારે વહેલાં ઉઠીને પાણી પીવાથી તમને અનેક પ્રકારના લાભ થાય છે. સૌ પ્રથમ તો તમારી જે સવારે ઉઠીને સુસ્તીની જે ફિલિંગ હોય છે તે જતી રહે છે અને તમે એક પ્રકારની તાજગી અનુભવવા લાગો છો. આ ઉપરાંત તમે ધીમે ધીમે અન્ય પીણા પીવા કરતાં પાણીને પ્રથમ પસંદગી આપવા લાગશો. જો કે તમે પાણી પીધાના અરધા એક કલાક બાદ તમારી કોફી કે ચા લઈ શકો છો. પણ તમને તે માટે આખો દિવસ તલપ નહીં રહે.

image source

બીજું તમારામાં એ પરિવર્તન આવશે કે તમે તમારી જાતને હળવા અનુભવશો. હા, તમારે પહેલાં કરતાં વધારે વાર બાથરૂમ જવું પડે તેમ છતાં તમને ક્યારેય ભારેભારે ફીલ નહીં થાય. તે એ કારણે પણ હોઈ શકે કે તમારી જે ક્યારેક ક્યારેક કબજિયાત થઈ જવાની સમસ્યા હતી તે સાવ જ ગાયબ થઈ ગઈ હોય. અને છેલ્લે જે દરેક સ્ત્રી અને પુરુષને પણ સૌથી વધારે ગમે તેવી બાબત એ કે તમારી ત્વચા તાજી થવા લાગશે. તેની રુક્ષતા દૂર થશે અને તે સિવાયની પણ ત્વચાને લગતી અન્ય સમસ્યાઓ પણ દૂર થશે.

માટે એ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે તમારા જીવનનું આ અતિ સામાન્ય પરિબળ પણ તમારામાં મોટું પરિવર્તન લાવી શકે છે. તમને ખ્યાલ નહીં આવે કે તમારી આ આદત ક્યારે તમને એક સ્વસ્થ જીવન તરફ દોરી ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ