જલ્સા કરોને જેંતીલાલ

શિરામણમાં રાખો આ બાબતોનું ધ્યાન, વજન ઘટાડવામાં થશે ફાયદો…

મિત્રો, વહેલી સવારે ઉઠીને આપણા નિત્યક્રમ પતાવીને ત્યારબાદ જે બ્રેકફાસ્ટ કરવામા આવે છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત તે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે અત્યંત આવશ્યક છે. જેમ આપણા શરીરમા શ્વાસ લેવા માટે ઑક્સિજન અત્યંત આવશ્યક છે તેમજ વહેલી સવારે ઉઠીને આ નાસ્તો કરવો પણ આવશ્યક છે.

image source

વહેલી સવારનો આ નાસ્તો તમારા શરીરને ભરપૂર પ્રમાણમા ઉર્જા પૂરી પાડે છે. તેથી, જ વહેલી સવારનો નાસ્તો તમારે ક્યારેય પણ ચૂકવો જોઈએ નહિ. ઘણીવાર સ્થિતિ એવી સર્જાતી હોય છે કે, આપણે નાસ્તામા એવી વસ્તુઓનુ સેવન કરતા હોઈએ છીએ કે, જેનાથી આપણા સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે માટે આપણે સ્વાસ્રનો નાસ્તો કરતા સમયે અમુક વિશેષ બાબતોની કાળજી રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કે, આપણે સવારનો નાસ્તો કરતા સમયે કઈ-કઈ પ્રકારની વિશેષ કાળજી રાખવી જોઈએ?

પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનુ કરવુ વધુ પડતુ સેવન :

image source

જો તમે વહેલી સવારે નાસ્તામા પ્રોટીનયુક્ત ભોજનનો સમાવેશ કરો છો અને તેનુ સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ અને લાભદાયી સાબિત થાય છે કારણકે, પ્રોટીનયુક્ત ભોજન દ્વારા આપણે આપણી ભૂખને લાંબા સમય માટે નિયંત્રિત કરી શકીએ છીએ. તેથી, બ્રેકફાસ્ટમા હમેંશા ઈંડા, કેળા અને અખરોટ જેવા પ્રોટીનયુક્ત ભોજનનુ સેવન કરવુ જોઈએ અને આ પ્રકારના ભોજનને જ સવારના નાસ્તામા પ્રાધાન્ય આપવુ જોઈએ.

ક્યારેય પણ સવારનો બ્રેકફાસ્ટ લેવાનુ ના ભૂલવુ :

image source

ક્યારેય પણ ભૂલથી પણ સવારનો બ્રેકફાસ્ટ લેવાનુ ચૂકવુ ના જોઈએ કારણકે, જો તમે સવારનો બ્રેકફાસ્ટ નથી કરતા તો તમારી ભૂખમા એકદમ વધારો થાય છે અને તેના કારણે આપણે બપોરના ભોજનમા અને રાતના ભોજનમા વધુ ભોજન ખાઈ લઈએ છીએ અને તેના કારણે આપણુ વજન પણ વધી શકે છે. તેથી, શક્ય બને તો સવારનો નાસ્તો ક્યારેય પણ ટાળવો ના જોઇએ.

વધુ પડતા ફાઈબર અને પ્રોટીન સમાવિષ્ટ હોય તેવા આહારને સવારના નાસ્તામા આપો પ્રાધાન્ય :

image source

જો તમે નિયમિત એક જ પ્રકારના ભોજનનુ સેવન કરો તો તમારુ વજન વધી પણ શકે છે. તેથી શકય બને ત્યાં સુધી નાસ્તામા હમેંશા પ્રોટીન, ફાયબર, વિટામિન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમા હોય તેવા ભોજનની પસંદગી કરવી. આ પ્રકારના ભોજનના સેવનથી તમારા સ્વાસ્થ્યમા અચૂકપણે સુધાર આવી શકે છે. સંતુલિત ભોજન માટે હમેંશા કેળા, દૂધ, ઘી, મલ્ટીગ્રેન રોટલી ખાઈ શકીએ છીએ.

ક્યારેય પણ સવારના નાસ્તામા ના કરવુ ધાન્ય નુ સેવન :

image source

ક્યારેય પણ સવારના નાસ્તામા માત્ર અનાજનુ જ સેવન ના કરવુ. આ ઉપરાંત ફળ, ડેરીને લગતી પ્રોડક્ટ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ જેમકે, ખજૂર, સુકામેવા વહેરે જેવી વસ્તુઓને તમે ભોજનમા લઇ શકો છો.

ભોજન હમેંશા ચાવીને જ ખાવું જોઈએ :

image source

આપણા વડીલો હમેંશા આપણને ટોકતા હોય છે કે, ભોજન હમેંશા ચાવીને જ ખાવુ જોઈએ અને તે વાત સાચી પણ છે. ભોજનને હમેંશા ચાવી-ચાવીને ખાવાથી તેનુ પાચન સંપૂર્ણ રીતે થાય છે અને તેના કારણે તમારુ વજન પણ નિયંત્રણમા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version