મોરબીના યુવાનોએ શહીદોના પરિવારને હાથોહાથ આપ્યા ૧૧.૧૬ લાખ રૂપિયા…

મોરબીના યુવાનો એ પાંચ રાજ્યોના પ્રવાસ ખેડી ૬ શહીદના પરિવારોને રૂપિયા ૧૧.૧૬ લાખ પુલવામાના શહીદ પરિવારોને હાથોહાથ અનુદાન મળે રહે તે માટે મોરબીના યુવાનોની ટીમનું પ્રેરણાદાયી કાર્ય.


થોડા સમય પહેલા જ પુલવામાંમાં થયેલ આતંકી હુમલાના કારણે આપણાં દેશના ઘણા વીર સપૂતો શહીદ બન્યા હતા…આ સમાચાર મળતા જ આખો દેશ હલી ગયો હતો અને એ સમયે દરેક દેશના નાગરિકના દિલમાં શહીદો અને તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ જન્મી હતી અને દેશના ખૂણે ખૂણેથી શહીદ ફંડ માટે ફાળો ઉઘરાવી જમા કરાવતા હતા જેમાં શહીદ બનેલ સૈનિકના પરિવારને આર્થિક સહાય મળી રહે.


એ જ સમયે શહીદ થયેલા દેશના વીર સપૂતોના પરિવારો મદદરૂપ થવા માટે મોરબીવાસીઓએ દાનની સરવાણી વહાવી હતી. ત્યારે પુલવામાના શહીદના પરિવારોને હાથોહાથ મદદ મળે તે માટે મોરબીના યુવાનોની ટીમ વિવિધ સંસ્થાઓ અને લોકો દ્વારા એકત્રિત કરાયેલા ફંડ લઈ પાંચ રાજ્યોનાં પ્રવાસે રવાના થયા હતા. અને પાંચ રાજ્યોમાં કપરી પરિસ્થિતિમાં જીવન વિતાવી રહેલા ૬ શહીદ પરિવારોને રૂપિયા ૧૧.૧૬ લાખની હાથોહાથ સહાય આપી હતી.


મોરબીના અજય લોરીયા સહિતના રાષ્ટ્રભક્ત યુવાનોની ટીમ છેલ્લા કેટલાક સમયથી પુલવામા શહીદ થયેલા સૈનિકોના પરિવારોને મદદરૂપ બનવા માટે ખાસ સેવાકાર્ય કરી રહી છે. જેમા વિભિન્ન સંસ્થાઓ અને લોકો દ્વારા શહીદ પરિવારો માટે એકત્રિત કરવામાં આવેલા ફંડ લઈને આ યુવાનોની ટીમ દેશના ખૂણે-ખૂણે જઈ ત્યાં વસવાટ કરી રહેલા શહીદ પરિવારોને હાથોહાથ ડોનેશન અર્પણ કરે છે.


ત્યારે તાજેતરમાં અન્ય વિવિધ સંસ્થાઓ દ્વારા એકત્ર કરવામાં આવેલા ફંડ લઈ આ યુવાનો શહીદ પરિવારને હાથોહાથ સહાય આપવા માટે ગત તારિખ.૧૪ના રોજ રાજ્યોના પ્રવાસ પર રવાના થયા હતા. જેમાં પંજાબના ધતલના શહીદ જવાન સુખવિન્દર સિંહ, પંજાબના મોગાના શહીદ જવાબ જયમલ સિંહ, પંજાબ દિનાનગરના શહીદ કોન્સેબલ મહિન્દર સિંહ, હિમાચલ પ્રદેશના તિલક રાજ, જમ્મૂ-કાશ્મીરના નાઝીર અહેમદ એમ મળીને કુલ ૬ પરિવાર દીઠ રૂપિયા. ૧.૮૬ લાખ મળીને કુલ રૂપિયા ૧૧.૧૬ લાખની હાથોહાથ સહાય ગૌરવભેર અર્પણ કરવામાં આવી.


જોકે શહીદ પરિવારોનો પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. દેશ માટે શહીદ થયેલા વીર જવાન તિલક રાજનો ચાર મહિનાનો દિકરો છે. આ માસુમ બાળકે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. શહીદ પરિવારની આવી વિકટ પરિસ્થિતિમા જોઈ મોરબીના યુવાનોની ટીમનું પણ દિલ દ્વવી ઉઠ્યું હતું.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ
*ફોટો પ્રતીકાત્મક છે.