મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું…’સોમનાથ રામકથા કોરોના મહામારીથી મુક્તિ માટેની રામકથા’

સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરની સામે લડી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે એવામાં સોમનાથ ખાતે શરૂ થયેલી પૂજ્ય મોરારીબાપુની રામકથામાં પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે સોમનાથ રામકથા કોરોના મહામારીથી મુક્તિ માટેની રામકથા છે.

image source

આખી દુનિયામાં લોકપ્રિય એવા સોમનાથ રામમંદિર ખાતે યોજાયેલી રામકથામાં કથાકાર મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી જણાવ્યું હતું કે, આ રામકથા યોજવા પાછળનું મુખ્ય કારણ આટલા લાબા સમયથી દેશ અને રાષ્ટ્ર સહિત પુરી દુનિયામાં ચાલેલી કોરોના મહામારી છે.

image source

તેમને આગળ કહ્યું હતું કે આપણા દેશ સહિત આખા વિશ્વના ધર્મજગતના અનેક મહાપુરુષોનો આ વૈશ્વિક મહામારીએ ભોગ લીધો છે, એ સિવાય આધ્યાત્મક જગત સાહિત્ય સહિતના લોકો અને જજ જનતાના અનેક લોકો પણ આ કોરોના મહામારીમાં ચાલ્યા ગયા છે. તેનું આ કથાના માધ્યમથી તર્પણ કરવામાં આવશે અને હાલના સમયમાં દેશ અને દુનિયામાં કોરોના વાયરસ જેવી ઘાતક બિમારીનો જે લોકો ભોગ બની રહ્યા છે તે લોકો સાથે મારો આ રીતે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ છે.

image source

રાષ્ટ્ અને આખી દુનિયા આવનાર ભવિષ્યમાં આ રામકથાના માધ્યમથી જેમ બને તેમ ઝડપથી આ મહામારીમાંથી મુક્ત થાય તેવી ભગવાનને મારી પ્રાર્થના છે.

પણ અહીં અગત્યની વાત એ છે કે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર સાંનિધ્યમાં કથાકાર મોરારીબાપુની રામકથા યોજાશે ત્યારે કોરોનાની ગાઇડલાઇનના કારણે રામકથામાં કોઈ જ શ્રોતાઓ નહીં હોય. સોમનાથ મંદિરના 11માં પ્રાણ પ્રતિષ્ઠા દિનનો સમન્વયે વર્ષો બાદ સોમનાથમાં મોરારીબાપુની રામકથાનો પ્રસંગ આવ્યો છે.

image source

આ સમગ્ર બાબતે જાણવા મળી રહ્યું છે કે સોમનાથ મંદિરના પટાંગણમાં મોરારી બાપુની 859મી કથાનો પ્રારંભ થશે અને કથાની પૂર્ણાહુતિ 16 મેના રોજ કરવામાં આવશે. આ રામકથામાં કોરોનાની ગાઈડ લાઇનનું પૂર્ણ રૂપે પાલન કરવામાં આવશે અને જેને અનુરૂપે કથામાં શ્રોતાગણ ઉપસ્થિત નહીં રહી શકે.

image source

તમને જણાવી દઈએ કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, ડો.રાજેન્દ્ર પ્રસાદે 11 મે 1951ના રોજ હાલના મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી હતી. જે આ કથા દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પણ ઉજવાશે.

image source

તમને જણાવી દઈએ કે કથાકાર મોરારી બાપુએ આ પહેલા અમરેલી ખાતે યોજાયેલી કથા દરમિયાન મોરારી બાપુએ મોટી જાહેરાત કરી હતી. તેમણે મહુવાનાં તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા થઇ રહી છે. જો કે આ કપરી સ્થિતીમાં ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડોક્ટરની સેવા માટે એક કરોડ રૂપિયાનાં દાનની જાહેરાત કરી હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!