મગનીની દાળનું પાણી… સો દરદની એક દવા… માંદગીના સમયમાં એક માત્ર લઈ શકાય એવો આહાર… જાણો શું છે તેને નિયમિત પીવાના ફાયદા…

વજન ઘટાડવું, રોગપ્રતિકારક શક્તિ વધારવી અને શરીરમાં ભરાયેલ ઝેરી દ્વવ્યોને બહાર કાઢીને પેટ સાફ રાખવામાં મદદરૂપ થાય એવો સંપૂર્ણરીતે પૌષ્ટિક આહાર એટલે મગની દાળનું પાણી…
દાળ છે પ્રોટીન મેળવવાનું પાવરહાઉઝ…

આપણે સૌ એ વાતથી જરૂર સહમત થઈશું કે દરેક પ્રકારની દાળ અને કઠોળને પ્રોટીન પ્રાપ્ત કરવાનું પાવર હાઉસ કહેવામાં આવે છે. તેમાં પણ સૌથી વધારે મગની દાળને ખૂબ જ હલકી અને સુપાચ્ય માનવામાં આવે છે, તેથી તે દરેક માટે ફાયદાકારક છે. જો તમે અઠવાડિયામાં બે કે ત્રણ વખત મગની દાળનું સેવન કરો છો, તો તમને બધા જ જરૂરી વિટામિન્સ અને ખનિજ તત્વો શરીરને જરૂરી હોય તેટલી માત્રામાં મળી રહે છે, સાથે જ તમે ઘણા રોગોથી પણ સુરક્ષિત રહી શકો છો. મગની દાળમાંથી આપણને મેગ્નેશિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, જસત અને અન્ય ઘણા વિટામિન્સથી સમૃદ્ધ તત્વો મળે છે.

મગની દાળનું પાણી આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. કહેવાય છે કે તાવ, શરદી કે અન્ય સામાન્ય બીમારી દરમિયાન વ્યક્તિ કંઈ ખાઈ – પી ન કશતું હોય તો પણ તેમને ડોક્ટર્સ દ્વારા મગનું પાણી પીવાની સલાહ મળતી હોય છે. તો, ચાલો આજે અમે તમને જણાવીશું કે તમે મગની દાળનું પાણી કેવી રીતે બનાવશો અને તેના ફાયદા શું છે.
મગની દાળનું પાણી બનાવવું સરળ છે…

મગની દાળનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. આ માટે જ્યારે પણ તમે સામાન્ય રીતે કઠોળ બનાવો તેજ રીતે બાફવા મૂકવાનું હોય છે. તેમાં કઠોળ પલળે તેટલું જ પાણી ઉમેરાય છે પણ જો તમારે મગનું પાણી બનાવવું હોય તો તેના મૂળ પ્રમાણ કરતાં તેમાં બે કપ વધુ પાણી નાખો અને ૨ સીટી કૂકરની વધારે લગાવો જેથી દાળ સારી રીતે ઓગળી જાય. ગળી ગયેલી દાળ પચવામાં ખૂબ જ હળવી બની જતી હોય છે. રંધાયી ગયા પછી કઠોળ સંપૂર્ણપણે ઓગળી જશે, પછી મગના બધા પોષક તત્વો પાણીમાં ભળી જાય છે.

જો બાળકો માટે કે દાંત વિનાના વડીલો માટે બનાવતા હોવ, તો પછી દાળને ચમચીનો ઉપયોગ કરીને થોડી દબાવી લ્યો. તેથી તેઓ સરળતાથી તેને પી જઈ શકે. બફાઈ જાય પછી મગના પાણીને ગાળી ન લેતાં પાણી સહિત તેમાં બહુ ઓછા મસાલા ઉમેરવા જોઈએ. તેથી દાળ બાફતી વખતે પીવાનું ફિલ્ટર પાણી કે મિનરલ વોટર વાપરવું જોઈએ. તેમાં ચપટી નમક, જરા સરખી હળદર, હિંગ અને લીલું મરચું ઉમેરી શકો છો, જે તમારા સ્વાદ અને સ્વાસ્થ્યને માફક આવવા જોઈએ. મસાલા ઉમેર્યા બાદ તેના પાણીને એક ઉકાળો આપીને ગરમ ગરમ સૂપની જેમ પી શકો છો.
મગની દાળના પાણીથી શરીરને ડિટોક્સ કરો…
મગની દાળનું પાણી પીવાથી તમારા શરીરમાં જમા રહેલી ગંદકી દૂર થાય છે. મગનીની દાળમાં ઘણા બધા પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટસ હોય છે, જે આખા શરીરને પોષણ આપે છે. આ સિવાય તે પુષ્કળ માત્રામાં ફાઈબરથી પણ ભરપુર છે, તેથી તે આંતરડા અને લીવરને સારી રીતે સાફ કરે છે. બાળકો અને વૃદ્ધ લોકો માટે પણ દાળનું પાણી ખૂબ ફાયદાકારક છે. શરીરમાંથી ખરાબ તત્વો મળ – મૂત્ર વાટે સરળતાથી બહાર નીકળી જાય છે. કારણ કે આ બીલકુલ તેલ – મસાલા વિનાનો આહાર છે. જેથી તે ઝડપથી પચી જાય છે અને કોઈજ બળ કર્યા વિના તેનો નિકાલ પણ સરળતાથી થઈ જઈ શકે છે. તે શરીરને શક્તિ પણ આપે છે.
શા માટે મગની દાળ ફાયદાકારક છે, જાણો…

મગની દાળ એ બધા જ કઠોળમાં સૌથી પોષક અને સુપાચ્ય છે. ઘણા ખનિજો અને વિટામિન્સ ઉપરાંત, તેઓ પ્રોટીન, પ્રતિરોધક સ્ટાર્ચ અને ફાઇબરથી પણ સમૃદ્ધ આહાર છે. મગના બાફેલા દાણાંના ૧ કપમાં ૨૧૨ કેલરી, ૧૪ ગ્રામ પ્રોટીન, ફાઇબરની ૧૫ ગ્રામ, ચરબીનો ૧ ગ્રામ, ખાંડનો ૪ ગ્રામ, મેગ્નેશિયમનો ૯૭ મિલિગ્રામ, જસતનો ૭ મિલિગ્રામ, ૫૫ મિલિગ્રામ કેલ્શિયમ છે. આ સિવાય વિટામિન બી ૧ અથવા થાઇમિન, વિટામિન બી ૫ અને વિટામિન બી૬ પણ છે. શરીરને જોઈતા લગભગ તમામ પોષક તત્વો તેમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આ સિવાય અન્ય કઠોળની દ્રષ્ટિએ તે બહુ મોંઘા પણ નથી. તેને બનાવવાનું પણ ખૂબ જ સરળ છે અને મગ કાચા, લાળીને કે બાફીને પણ ખાઈ શકાય છે. ગેસ થવો, એસીડિટી થવી, પેટ ભારી થવું કે અપચો થવા જેવી ફરિયાદ નથી રહેતી.
ઝડપથી ચરબી ઓગાળે છે…

જો તમે આરોગ્યપ્રદ રીતે વજન ઓછું કરવા અને શરીર પર જમા થયેલી બીનજરૂરી ચરબીને ઝડપથી બર્ન કરવા માંગતા હોવ, તો મગની દાળનું પાણી તમારા માટે ખૂબ ફાયદાકારક છે. આ ફક્ત તમારી કેલરી ઘટાડે છે, અને ચરબી ઓછી કરે છે એવું નથી પરંતુ આ પાણી પીવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આ પીવાથી તમે વજન ખૂબ જ સરળતાથી ઘટાડી શકો છો. આ માટે તમારે સવારે અને સાંજે એક વાટકી મગની દાળનું પાણી પીવું પડશે. તેની સાથે જરૂર પડે તો ખાખરા અને સલાડ ભોજનમાં લઈ શકો છો…
મગની દાળનું પાણી પ્રતિરક્ષા વધારે છે
મગની દાળ કે મગની દાળમાંથી બનાવેલું પાણી લમાં ઘણા વિટામિન અને એન્ટીoxકિસડન્ટો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. મગની દાળનું પાણી પીવાથી શરીરમાં ઉર્જા આવે છે. મગનીની દાળ ખૂબ જ હલકી અને સુપાચ્ય છે, તેથી તેનું સેવન દરેક માટે ફાયદાકારક છે. તેથી, ડોકટરો ઘણીવાર બીમાર હોય ત્યારે મગનીની દાળ ખાવાની ભલામણ કરે છે. મગનીની દાળ સરળતાથી પચી જાય છે અને તેને ખાવાથી ગેસ, એસિડિટી વગેરેની સમસ્યા નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ