ચોમાસામાં આવી રીતે ઘરને રાખો રેઈન પ્રુફ, કબાટ-કપડા-ગેજેટ્સ-ફર્નિચરની સફાઈ આવી રીતે કરશો તો લાંબા ટકશે…

વરસાદના સમયમાં કપડા અને જૂતા ઉપરાંત ઘરનું પણ ખાસ ધ્યાન રાખવુ પડે છે. ભેજ આવી જવાથી ફર્નિચર, સોફાના કવર, દાગીના, ગેજેટ્સ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી લઈને ઘરની તમામ ચીજો ખરાબ થવાની શક્યતા હોય છે. જોકે, થોડી સાવધાની રાખવામાં આવે તો તમે સામાનને ખરાબ થવાથી બચાવી શકો છો. તો ચોમાસુ આવી ગયું છે, તો જાણી લો કે તેની કેર કેવી રીતે લેશો.

કપડા અને કબાટ

વરસાદની સીઝનમાં કપડાને આખા સૂકવવા બહુ જ મોટી સમસ્યા છે, મોટાભાગના લોકો ઘરમા લટકતા વાયર પર કપડા સૂકવે છે, તેમ છતા કપડા સૂકાતા નથી. તેમાંથી અજીબ પ્રકારની વાસ આવે છે. તમારા કબાટને ભેજમુક્ત રાખવા માટે તેમાં કપૂરની ગોળીઓ રાખી દો. જે ભેજ શોષી લેશે. વરસાદમાં કબાટને બરાબર સાફ નહિ રાખો, તો તેમા ફુગ લાગી શકે છે, જેનાથી કબાટમાંથી વાસ આવવા લાગે છે. કબાટમાં કપડા ત્યારે જ રાખો, જ્યારે તે સૂકાયેલા હોય.

લાકડાનું ફર્નિચર

કીડા-મકોડાની વરસાદમાં મોટી સમસ્યા હોય છે. કપૂરની ગોળીઓ, લવિંગ અને લીમડાના પાન દ્વારા તમે તેને દૂર કરી શકો છો. જો તમે વરસાદમાં ક્યાંક બહાર જાઓ છો તો ફર્નિચરને પ્લાસ્ટિકથી કવર કરી દો. જેથી તેમા નરમાશ ન આવે. ફર્નિચરને સાફ રાખવું પણ બહુ જ જરૂરી છે. તાપમાનમાં થતા બદલાવો અને નરમાશથી તેની સુરક્ષા કરવા માટે તમે ગ્લિસરીન અને કેરોસીન તેલનો ઉપયોગ કરી શકો છો. જો લાકડું પાણીથી ફુલાઈ જાય છે, તો એસિટોનનો ઉપયોગ કરો. તે પાણી જલ્દી જ શોષી લે છે. લાકડાને સાફ કરવા માટે સૂખા કપડાનો જ ઉપયોગ કરો.

રૂપિયા તેમજ કિંમતી વસ્તુઓ

નકદ અને સોના-ચાંદી અને અન્ય ધાતુઓની વસ્તુઓ રૂમાં લપેટીને સાફ પ્લાસ્ટિકની થેલીમાં રાખો. ચોમાસામાં ચાંદીના દાગીના હંમેશા કાળા પડી જાય છે. તેની ચમક બનાવી રાખવા માટે બટર પેપરનો ઉપયોગ કરો. બાદાં તેને એબ્રેસિવ લિક્વીડથી સાફ કરી શકો છો.

ગેજેટ્સ અને ઘરેલુ ઉપકરણો

મોબાઈલ ફોન, કેમેરા અને આઈપોડને વરસાદથી બચાવવા માટે તેને પ્લાસ્ટિકની થેલી અથવા કવરનો ઉપયોગ કરી તેમાં મૂકો. મ્યૂઝિક સિસ્ટમ, સ્પીકર, કમ્પ્યુટર અને લેપટોપના ઉપયોગ બાદ તેને પ્લાસ્ટિકથી ઢાંકી દો. ઘરને સંક્રમણ મુક્ત રાખવા માટે નિયમિત રૂપથી સફાઈ કરતા રહો. ઘડા, ડોલ અને કુલરના પાણીને સમય-સમય પર બદલતા રહો.

ચપ્પલ-જૂતાનું રેક

સમય સમય પર જૂતા-ચપ્પલનું કબાટ સાફ કરતા રહો. તે મોટી સંખ્યામાં ભેજ શોષી લે છે. જૂતા-ચપ્પલ ભીના પહેરવાથી પગમાં સંક્રમણ હોવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. કબાટમાં ઓછા પાવરનો બલ્બ લગાવો. જેથી તેમાઁથી નીકળનારી ગરમી જૂતા-ચપ્પલમાંનું ભેજ શોષી લેશે.

તો બીજી તરફ, વરસાદના મોસમમાં પગ લૂછણિયાનો ઉપયોગ ન કરો. તેને વાળીને કબાટમા રાખી દો. પરંતુ જો તમે તેને ઉપયોગમાં લેવા માગો છો, તો તેને સૂકાયેલું રાખવાનો પ્રયાસ કરો. જો તેના પર માટી જમા થઈ જાય તો તેને બ્રશથી સારી રીતે સાફ કરો. પડદાને વાળીને દોરીથી બાંધી લો. ભીના થવા પર તેમાંથી વાસ આવી શકે છે. સાથે જ તે બીમારીને પણ નોતરી શકે છે. પડદાને સમય સમય પર ધોતા રહો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

બીજા મિત્રો સાથે આ માહિતી અચૂક શેર કરજો, દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી