વરસાદમાં ફરવા માટે ભારતની આ જગ્યા છે એકદમ બેસ્ટ, ખુબસુરતી એવી કે તમારું મનમોહી લે

વરસાદની સીઝન આવી ગઈ છે. વારસાદની રોમેન્ટીંક સીઝન કોણે ન ગમે. વરસાદમાં પલડવું અને પછી ગરમા-ગરમ ચાની સાથે ભજીયા હોય તો આહાહા.. જોરદાર મજા આવી જાય વરસાદની સીઝવનમાં. પરંતુ ઘરે બેઠા બેઠા વરસાદની અસલી મજા નથી લઈ શકાતી, વરસાદની અસલી મજા ત્યારે આવે જ્યારે તમે તમારા પાર્ટનરની સાથે ક્યાંક દૂર ફરવા નીકળી જાવ.

તેમજ જો ખરેખર વરસાદની મજા લેવી હોય તો ભારતની આ જગ્યાએ એકદમ બેસ્ટ છે. અહીં આવીને તમને ચારે તરફ લીલોતરી દેખાશે તેમજ આ જગ્યા તમારી ચોમાસાની ઋૃતુને યાદગાર બનાવશે.

1. કૂર્ગ, કર્ણાટક-

ભીડભાડથી દૂર કર્ણાટકનું સૌથી સુંદર હિલ સ્ટેશન કૂર્ગ છે, વરસાદમાં અહીં પ્રાકૃતિક સુંદરતા વધી જાય છે. અહીંના સુંદર પહાડો, કોફી- ચા ના બગીચા, સંતરાના બગીચા અને નદીઓ તમારું મનમોહી લે છે. તેમજ અહીં સુંદર વોટર ફોલ પણ છે, પરંતુ ત્યાં જવા માટે તમારે ચાલીને જવું પડે ત્યારે જ તમને અસલી મજા લઈ શકશો. અહીં વરસાદમાં ફરવાની મજા જ કંઈક અલગ છે.

2. મુનાર, કેરલ

કેરલનું સૌથી ખુબસૂરત સ્થાન મુન્નાર, ઈડુક્કીમાં છે. અહીં ત્રણ નદીઓ મુધિરાપુઝા, નલ્લઠન્ની અને કુંડાલીનું સંગમ છે, જે વરસાદમાં પાણી વધારે હોવાથી સુંદર નજારો દેખાય છે. તેમજ નદીમાં વહેતા પાણીનો અવાજ સાંભળીને મન ખુશ થઈ જાય છે. તેમજ અહીંની સુંદર વાદીયો વાળા જીલ્લાને સાઉથનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. મુન્નાર સારું હિલ સ્ટેશન છે ત્યાં વરસાદમાં ચારેય તરફ લીલોતરી દેખાય છે તેમજ પ્રાકૃતિક સુંદરતા જોઈને આલહાદક અનુભવ થાય છે.

3.વેલી ઓફ ફ્લાવર્સ, ઉત્તરાખંડ-

વિચારો, હિમાલયની વાદીયોની વચ્ચે એક ઘાટીમાં તમને દરેક પ્રકારનાં ફૂલ જોવા મળે અને તેમની સુગંધીથી તમને અલગ જ અહેસાસ થઈ રહ્યો હોય. તેમજ સ્વભાવિક છે કે ફૂલોની સુગંધ દરેક વ્યક્તિને ગમતી હોય છે જો તમે પણ આ સુંદર અહેસાસ કરવા માંગતા હોવ તો તમારા માટે એકદમ બેસ્ટ છે ઉત્તરાખંડની વેલી ઓફ ફ્લાવર્સ. અહીં તમને 400 કરતા પણ વધારે પ્રકારનાં ફૂલ જોવા મળશે. વરસાદની સીઝનમાં જવાથી ફૂલોની સુગંધ ચારેય તરફ ફેલાય જાય છે.

4.ઉદયપુર, રાજસ્થાન

ક્યારેક ક્યારેક વરસાદ પસંદ નથી આવતો ત્યારે તેવાંમાં જો તમારે વરસાદમાં પલડવું ના હોય અને ખાલી બહાર જ ફરવું હોય તો તમે ઉદયપુર જઈ શકો છો. રાજવી ઠાઠ વાળા ઉદયપુરને લેક સીટી પણ કહેવામાં આવે છે. ત્યાંનો લેક પેલેસ તમારું દિલ જીતી લેશે કેમ કે તે તળાવની વચ્ચે આવેલો છે. તેમજ ત્યાં ફરવા લાયક ઘણા બધા સ્થળો છે.

5.કોડાઈકનાલ, તમિલનાડુ-

કોડાઈકનાલ, તમિલનાડુની પલાની પહાડીઓમાં સમુદ્રની સપાટીથી 2133 મીટરની ઉંચાઈ પર સ્થિત એક સુંદર અને મનમોહક હિલ સ્ટેશન છે. અહીં કર્સ વોક, બિયર શોલા ફોલ્સ, બ્રાયંટ પાર્ક, કોડાઈકનાલ ઝીલ, ગ્રીન વેલી વ્યૂ, પિલર્સ રોક, ગુના ગુફા જેવા ફરવા લાયક સ્થળો છે. વરસાદમાં જવા માટે આ એકદમ બેસ્ટ જગ્યા છે.

6.ચેરાપૂંજી, મેઘાલય

જો તમે ખરેખર વરસાદની અસલી મજા લેવા માંગતા હોવ તો ચેરાપૂંજી જરૂર જવું, અહીં સૌથી વધારે વરસાદ થાય છે. અહીં ચારેય તરફ લીલોતરી જોવા મળશે તેમજ તમને ઘણી બધી જગ્યાઓ જોવા મળશે જ્યાં તમે ફોટો પણ ક્લિક કરી શકો છો. હંમેશા લીલુછમ રહેતું ચેરાપુંજીમાં ઘણા વોટરફોલ પણ જોવા મળે છે.

આ છે તે જગ્યાઓ જ્યાં તમે વરસાદની મજા માણી શકો છો. તો બસ હવે રાહ કોણી જુઓ છો. વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે પ્લાન બનાવો અને પોતાના પાર્ટનર સાથે નીકળ પડો આ ખુબસુરત જગ્યાએ ફરવા.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી