મંકી B વાયરસના જાણી લો લક્ષણો, સંક્રમિત થયા બાદ મોતના ચાન્સ 80 ટકા વધારે, અહીં થયું પહેલું મોત

ચીન દેશમાં મંકી B વાયરસથી પ્રથમ દર્દીનું થયું મૃત્યુ, આ વાયરસથી સંક્રમિત થઈ જવાથી ૮૦% સુધી મૃત્યુ થવાની સંભાવના, જાણીશું આ વાયરસના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો.

-આ વાયરસના લક્ષણ દરેક વ્યક્તિમાં જુદા જુદા જોવા મળે છે.

IMAGE SOUCRE

કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન ચીન દેશમાં હજી એક નવા વાયરસથી મનુષ્ય સંક્રમિત થયા છે અને તેનું મૃત્યુ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. વાંદરા મારફતે ફેલાઈ રહેલ મંકી B વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે પ્રાણીઓના એક ડોક્ટરનું મૃત્યુ થઈ ગયું છે. ચીન દેશમાં મંકી વાયરસથી મનુષ્યમાં સંક્રમણ ફેલાયા હોવાનો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો છે. આ વાયરસ કેટલો ઘાતક છે એનો અંદાજ આપ એ વાત પરથી લગાવી શકો છો કે, મંકી B વાયરસથી સંક્રમિત દર્દીનો મૃત્યુદર ૭૦ થી ૮૦% જેટલો છે.

ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા મુજબ, ચીન દેશના બીજિંગ શહેરમાં મંકી B વાયરસના કારણે પ્રાણીઓના એક ડોક્ટરનું મૃત્યુ થયાનો પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો છે. તેમ છતાં આ ડોકટરના સંપર્કમાં આવનાર વ્યક્તિઓ હાલમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. ૫૩ વર્ષની ઉમર ધરાવતા આ પ્રાણીઓના ડોક્ટર એક ઇન્સ્ટીટયુટમાં નોન- હ્યુમન પ્રાઈમેટ્સ પર રીસર્ચ કરી રહ્યા હતા.

આ ડોક્ટર માર્ચ મહિનામાં બે મૃત વાંદરાઓ પર રીસર્ચ કરી રહ્યા હતા. ત્યાર પછીથી તેમનામાં ઉબકા અને ઉલ્ટીના શરુઆતના લક્ષણો જોવા મળી આવ્યા હતા. રીપોર્ટ પ્રમાણે, આ સંક્રમિત ડોક્ટરની કેટલીક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી, તેમ છતાં તા. ૨૭ મે, ૨૦૨૧ના રોજ આ ડોક્ટરનું અવસાન થઈ ગયું હતું.

સૌપ્રથમ જાણીશું શું છે મંકી B વાયરસ?

ICMRના પૂર્વ કન્સલ્ટન્ટ ડોક્ટર વી. કે. ભારદ્વાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હર્પિસ B વાયરસ અથવા મંકી વાયરસ સામાન્ય રીતે વયસ્ક મેકાક વાંદરા દ્વારા પ્રસરે છે. એના સિવાય રિસસ મેકાક, ડુક્કરની પૂંછડીવાળા મેકાક અને સિનોમોલગસ વાંદરા અથવા લાંબી પૂંછડી ધરાવતા મેકાકથી પણ મંકી B વાયરસ ફેલાય છે.

.ડોક્ટર ભારદ્વાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વાયરસ મનુષ્યમાં ભાગ્યે જ જોવા મળે છે, કેમ કે, આ વાયરસ હજી સુધી ભારત દેશના વાંદરાઓમાં પ્રવેશ કર્યો નથી, તેમ છતાં પણ જો કોઈ મનુષ્ય આ વાયરસથી સંક્રમિત થઈ જાય છે તો તે વ્યક્તિને ન્યુરોલોજીકલ બીમારી અથવા મગજને સંબંધિત અન્ય સમસ્યાઓ પણ થવાની સંભાવના છે.

આવી રીતે વાંદરા માંથી મનુષ્યમાં ફેલાઈ શકે છે.

image soucre

ડોક્ટર ભારદ્વાજના જણાવ્યા મુજબ, હાલમાં મનુષ્યમાં મંકી B વાયરસનું સંક્રમણ ફેલાવો ખતરો ખુબ જ ઓછો છે, તેમ છતાં પણ સંક્રમિત મેકાક વાંદરાઓના સંપર્ક આવી જવાથી મંકી B વાયરસ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરી શકે છે.

આ વાયરસના લક્ષણો એક મહિનાના સમયગાળામાં જોવા મળે છે. ડોક્ટર ભારદ્વાજના જણાવ્યા મુજબ, જો કોઈ મનુષ્ય મંકી B વાયરસથી સંક્રમિત થઈ જાય છે તો તેમનામાં 3 થી ૭ દિવસની અંદર લક્ષણો જોવા મળી જાય છે. જો કે, આ વાયરસના લક્ષણો તમામ વ્યક્તિઓમાં જુદા જુદા હોય છે.
સમયસર જાણ થઈ જવાથી સારવાર કરવી શક્ય છે.

image source

બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનના રીપોર્ટ મુજબ, મંકી B વાયરસથી સંક્રમિત થયેલ દર્દીને સમયસર સારવાર નથી મળી શકતી તો અંદાજીત ૭૦% દર્દીઓના મૃત્યુ થવાની સંભાવના છે. આવી પરિસ્થિતિમાં જો આપને કોઈ વાંદરાએ બચકું ભર્યું હોય કે પછી નખ મારી દીધા હોય તો આવી પરિસ્થિતિમાં આપે તાત્કાલિક પ્રાથમિક સારવાર શરુ કરી દેવી જોઈએ. તેમજ જ્યાં વાંદરાએ ઈજા પહોચાડી હોય તે જગ્યાને સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરી લેવી જોઈએ.

કમિશનના રીપોર્ટ મુજબ, મંકી B વાયરસની સારવાર માટે એંટી વાયરલ દવાઓ હાલમાં ઉપલબ્ધ છે પરંતુ હજી સુધી મંકી B વાયરસની કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong