જો તમારા ઘરમાં તુલસી અને મની પ્લાન્ટ એમ બન્ને છોડ હોય તો આજે જ કરી લો આ કામ, થશે ધનનો ઢગલો

મિત્રો, જો તમે પણ તમારા ઘરમા મની પ્લાન્ટ લગાવેલુ છે તો આજે આ પ્લાન્ય સાથે સંકળાયેલ અમુક એવી વિશેષ બાબતો વિશે જણાવીશું કે, જેના વિશે જાણવુ તમારા માટે અત્યંત આવશ્યક સાબિત થાય છે. વાસ્તુ શાસ્ત્રમા ઘરમા આ પ્લાન્ટ લગાવવાની યોગ્ય દિશા વિશે જણાવવામાં આવેલું છે.

image source

એવુ માનવામા આવે છે કે, જો તમે પણ તમારા ઘરમા આ પ્લાન્ટ લગાવવામા આવે તો તમારા ઘરમા નાણાકીય પ્રવાહ પણ વધે છે અને સુખ અને સમૃદ્ધિમા પણ વૃદ્ધિ થાય છે પરંતુ, આજે અહી એક બાબત નોંધવા જેવી છે કે, જો આ પ્લાન્ટને અયોગ્ય દિશામા લગાવવામા આવે તો તમને નફાને બદલે નુકસાન થઈ શકે છે.

image source

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ લગાવવા માટેની શ્રેષ્ઠ દિશા આગ્નેય દિશા માનવામા આવે છે. કદાચ તમને આ અંગે ખ્યાલ નહિ હોય કે, આ આગ્નેય દિશા એ પ્રભુ ગણેશજીની શુભ દિશા છે અને તેમનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે. પ્રભુ શ્રી ગણેશ એ અમંગળનો નાશ કરે છે અને શુક્ર ગ્રહને સુખ અને સમૃદ્ધિનુ પરિબળ માનવામાં આવે છે.

image source

જો તમારા મનમા પણ એક પ્રશ્ન હોય કે, આ પ્લાન્ટ સ્થાપવાની નકારાત્મક દિશા કઈ છે? તો ચાલો આજે તમને આ પ્લાન્ટ લગાવવાની દિશા વિશે પણ જણાવીએ. જો તમે તમારા ઘરમા આ પ્લાન્ટને ઇશાન એટલે કે ઉતર-પૂર્વ દિશામા લગાવવામા આવે તો તે દિશાને નકારાત્મક માનવામા આવે છે.

image source

એવુ માનવામા આવે છે કે, આ દિશામા આ પ્લાન્ટ સ્થાપવાથી પૈસા વધારવાને બદલે આર્થિક નુકસાન થઈ શકે છે. ઘરમા આ ઈશાન ખૂણાનો પ્રતિનિધિ ગ્રહ ગુરુ છે. શુક્ર અને ગુરુનો શત્રુ સંબંધ છે કારણકે, એક રાક્ષસના ગુરુ છે તો અન્ય દેવતાઓના ગુરુ છે. તમને જણાવી દઈએ કે, જો શુક્ર સાથે સંકળાયેલી કોઈપણ વસ્તુને ઇશાન ખુણામા રાખવામાં આવે તો તમને હાની પહોંચી શકે છે.

image source

વાસ્તુશાસ્ત્ર મુજબ ઉત્તર-પૂર્વ દિશામા જો તુલસીનો છોડ રોપવામા આવે તો તે અત્યંત શ્રેષ્ઠ સાબિત થાય છે. આ જ કારણ છે કે, જો તમે તમારા ઘરમા મની પ્લાન્ટ લાવવા ના ઈચ્છતા હોવ તો તેની જગ્યાએ તુલસીના રોપને આ ઉતર-પૂર્વ દિશામા લગાવો જેથી, તમને આ મની પ્લાન્ટ જેટલો જ લાભ પ્રાપ્ત થશે.

image source

જો તમે તમારા ઘરની આસપાસ ખોટી દિશામા મની પ્લાન્ટ લગાવો છો તો તેની સકારાત્મક અસરમા ઘટાડો થાય છે. એક વાત નોંધવા જેવી છે કે, આ પ્લાન્ટની વેલોને જમીન પર ફેલાવવા દેવાને બદલે ઘરની દીવાલ સહારે ટેકાવવી જોઈએ અને તેને ફેલાવા દેવી જોઈએ. જો આ છોડની વેલ જમીન પર ફેલાયેલી હશે તો તમારા ઘરમા આર્થિક નુકસાન થશે, માટે જ આ અંગે વિશેષ કાળજી રાખવી.