હથેળીની આ રેખા પરથી જાણો તમે ધનવાન બનશો કે નહિં..

હથેળીની આ રેખા પરથી જાણો તમારા ધનવાન બનવાના કેટલા છે ચાન્સ

image source

વ્યક્તિના હાથમાં જીવન રેખા, લગ્ન રેખા જેવી અનેક રેખા સાથે કે ધનની રેખા પણ હોય છે ? શું તમે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે કે વ્યક્તિના હાથમાં જે ધનની રેખા હોય છે તે તેની આર્થિક સ્થિતિ વિશે જણાવે છે. આ રેખાની મદદથી જ જાણી શકાય છે કે વ્યક્તિના અમીર બનવાના ચાન્સ કેટલા છે.

હસ્તરેખા શાસ્ત્રમાં કેટલીક ખાસ રેખાઓનો ઉલ્લેખ છે જેના વિશે વ્યક્તિએ જાણવું જરૂરી છે. જો આ રેખાઓ યોગ્ય રીતે હાથમાં હોય તો વ્યક્તિ ધનની બાબતમાં ભાગ્યશાળી હોય છે. એટલે કે તેના જીવનમાં ધનની ખામી રહેતી નથી.

image source

તમારા હાથમાં પણ ધનની રેખા છે કે નહીં અને છે તો તે તમારા ભવિષ્ય વિશે શું કહે છે તે જાણવું તમારા માટે પણ જરૂરી છે. તેથી જ આજે તમને અહીં આ જાણકારી પુરી પાડવામાં આવી છે. તો ચાલો જાણી લો કે તમારા અમીર બનવાના ચાન્સ કેટલા છે.

ધનની રેખા શનિ પર્વતથી નીચે આવતી હોય તો

image source

જો એક સીધી રેખા શનિ પર્વતથી થઈ નીચે આવતી હોય અને ધનની રેખા તમારી ભાગ્ય રેખાની ઉપરથી નીકળતી હોય તો તમે ભાગ્યશાળી છો. હસ્તરેખા નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ સ્થિતિમાં સીધી રેખા હોય એટલે ધનની બાબતમાં શુભ ફળ મળે છે. આવા લોકોને પૂર્વજોના સારા કર્મનું ફળ મળે છે અને તે ધનવાન બને છે. ટુંકમાં કહીએ તો આવા લોકો પોતાની મહેનત કરતાં વધારે પોતાના ભાગ્યના કારણે ધન કમાય છે.

ત્રિકોણ બને ત્યારે

image source

જો તમારી હથેળીમાં ભાગ્ય રેખા અને હૃદય રેખાની મદદથી ત્રિકોણ બનતું હોય તો તે ધનલાભ તરફનો ઈશારો હોય છે. આ નિશાનનો અર્થ થાય છે કે વ્યક્તિ અલગ અલગ સ્ત્રોતથી ધન કમાય છે.

અંગૂઠા પાસે રેખા

image source

જો અંગૂઠા પાસે એવી રેખા હોય જે તર્જની આંગળી તરફ આવે તો તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ સમજદાર અને બુદ્ધિમાન હોય છે. આવી વ્યક્તિ પોતાના નેતૃત્વ કરવાના ગુણથી ખૂબ ધન કમાય છે.

અંગૂઠા અને નાની આંગળીને જોડતી રેખા

image source

જો તમારી હથેળીમાં એવી રેખા હોય જે તમારા અંગૂઠાથી શરુ થાય અને બીજો છેડો તેને નાની આંગળીના મૂળ સુધી પહોંચતો હોય તો આવા વ્યક્તિ પોતાના પરીવાર પાસેથી ધન લેવામાં સફળ થાય છે. આવા લોકો પોતાના ખાનદાનની જમીન, સંપત્તિથી લાભ પ્રાપ્ત કરે છે. આવા લોકોને લગ્ન બાદ સાસરા પક્ષથી પણ ધનલાભ થાય છે.

ભાગ્ય રેખાથી નીકળતી રેખા

image source

જો તમારી ભાગ્ય રેખા કાંટા ચમચી જેવી એટલે કે એકથી વધારે છેડાવાળી હોય અને તે શનિ પર્વત સુધી પહોંચતી હોય તો તે વ્યક્તિ આર્થિક બાબતે ભાગ્યશાળી હોય છે. તેમને અચાનક ધન લાભ થાય છે. આ ઉપરાંત તેઓ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ માન અને ખ્યાતિ પ્રાપ્ત કરે છે.

અંગૂઠાથી શનિ પર્વત સુધી પહોંચતી રેખા

image source

જો તમારી આ રેખા અંગૂઠાના નીચેના ભાગથી નીકળે અને શનિ પર્વત સુધી જતી હોય તો જાતક પોતાનો બિઝનેસ શરુ કરે છે અને તેનાથી ખૂબ ધન કમાય છે. આવા લોકોને વેપારથી લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ