મોનેકો બીસ્કીટ સેન્ડવીચ – બાળકોને પરીક્ષાના સમયે બનાવી આપો આ નવીન નાસ્તો ખૂબ પસંદ આવશે…

સેન્ડવિચ લગભગ નાના મોટા દરેક ને ભાવતી આઈટમ , નાસ્તા માં કે જયારે ભૂખ લાગે ત્યારે બહાર કે ઘરે નાના મોટા દરેક ની પેહલી પસંદ, બાળકો પણ સ્કૂલ થી આવે એટલે મમ્મી સેન્ડવિચ બનાવી જ આપતી હશે નાસ્તા માં, હવે રોજ શું નાસ્તા માં આપવું એ સવાલ તો દરેક મમ્મી ને હશે જ, તો ચાલો આજે મસ્ત મજા ની નાના મોટા દરેક ને મજા પડી જાય તેવી રેસીપી જણાવું – મોનેકો બીસ્કીટ સેન્ડવીચ

એમનમ તો આ બીસ્કીટ ખાધા જ હશે હવે આ નવી રીતે ખાઓ, ચાલો તો સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ।

મોનેકો બિસ્કીટ્સ

૧ ચમચી તેલ

૧ બાફેલું બટેટું

૧ લીલું મરચું – કોથમીર જીણું સમારેલું

૧ ચમચી હળદર – અને મીઠું

૧ ચમચી લીંબુ નો રસ

૧/૨ ચમચી ગરમ મસાલો

ટોમેટો કેચપ

બેસન ની જીણી સેવ

નોન સ્ટિક પેન માં ૧ ચમચી તેલ ગરમ કરી લો,

તેમાં બટકું મસળી ને નાખો અને પછી ચમચા ની મદદ થી મરબાર મસળી લો , તમે પેહલા થી પણ મસળી ને જ સીધું નાખી શકો, હવે તેમાં જીણી સમારેલી કોથમીર, લીલું મરચું, હળદર, મીઠું , લીંબુ નો રસ , ગરમ મસાલો નાખી બધું બરાબર મીક્સ કરી લો,થોડી વાર મસાલા ને ઠંડો થવા દો ઠંડો થાય એટલે તેના નાના નાના બોલ બનાવી થોડું પ્રેસ કરી ટીક્કી બનાવી લો । એક પ્લેટ માં મોનેકો બીસ્કીટ ગોઠવી દો, અને એક પછી એક મસાલા ની બનાવેલી ટીક્કી બીસ્કીટ પર મૂકતા જાઓ, પછી ઉપર બીજું બીસ્કીટ મૂકી ધીરે થી દબાવી દો, હવે બ્રશ ની મદદ થી બીસ્કીટ ની ફરતે ટોમેટો કેચપ લગાવી દો

અને બેસન ની સેવ માં રગદોળી લો। બસ તૈયાર છે તમારી મોનેકો બીસ્કીટ સેન્ડવિચ.

નોંધ : બીસ્કીટ અને બટેકા નું પ્રમાણ તમારે જેટલું બનાવવું હોય તેટલું પ્રમાણ રાખવું, તમે મસાલો પેહલા થી બનાવી અને ટીક્કી બનાવી રાખી શકો. પણ મસાલો પેહલા થી બિસ્કિટ માં ભરી ને ન રાખવો ની તો બીસ્કીટ પોચા પડી જશે , બનાવી ને તરત ખાઈ લેવું। તો આજે જ બનાવો આ ઝટપટ બનતો નાસ્તો, અને કેવું લાગ્યું તે જરૂર થી જણાવજો। ફરી મળીએ નવી રેસીપી સાથે।

રસોઈની રાણી : નિરાલી કોરાટ