મોળા મરચાં નું શાક – ચટપટું, સ્વાદિષ્ટ અને ખૂબ જ ઝડપી બનતું શાક…

આવી ઋતુ માં જ્યારે લીલા શાક બહુ મળે નહીં ત્યારે ઝટપટ બનતા આવા શાક ખૂબ ઉપયોગી નીવડે. ચટપટું , સ્વાદિષ્ટ અને ખૂબ જ ઝડપી બનતું આ શાક આપ રોટલી, પરાઠા કે થેપલા સાથે પણ પીરસી શકાય.

કાચી શીંગ નો ભૂકો , સૂકું નારિયળ અને બીજા મસાલા નો સ્વાદ આપને જરૂર થી યાદ રહી જશે. કોઈ સ્પેશિયલ મસાલા ની જરૂર નહીં પડે. આશા છે પસંદ આવશે.

સામગ્રી ::

• 6 થી 8 લીલા મોળા મરચાં

• 4 ચમચી તેલ

• 1 ચમચી જીરું

• 1/2 ચમચી હિંગ

• 1 /2 ચમચી હળદર

• 1/2 વાડકો કાચી શીંગ નો ભૂકો

• 3 મોટી ચમચી સૂકા નારિયળ નું છીણ

• મીઠું

• 1.5 ચમચી લાલ મરચું

• 1/4 ચમચી આમચૂર

• 2 ચમચી બારીક સમારેલ કોથમીર

રીત::


સૌ પ્રથમ મરચા ને ધોઈ , થોડા કોરા કરી લો. ઉપર થી ડીંટિયા કાઢી વચ્ચે થી કટકા કરી લો. શક્ય હોય એટલા બિયા કાઢી લેવા.. આપ ચાહો તો મોળા મરચા સાથે 1 કે 2 તીખા મરચા પણ સમારી શકો.


નાની કડાય માં ચણા ના લોટ ને કોરો શેકી લો. ધીમી આંચ પર શેકો. ગુલાબી રંગ નું થાય ત્યાં સુધી શેકો. કડાય માં તેલ ગરમ કરો.. ગરમ તેલ માં જીરું ઉમેરો અને એકદમ શેકાય જવા દો.


ત્યાર બાદ એમાં હિંગ ઉમેરી સમારેલા મરચા ઉમેરો. થોડી હળદર ઉમેરો અને 2 મિનિટ માટે ચડવા દો. ત્યારબાદ એમાં કાચી શીંગ નો ભૂકો , ચણા નો લોટ અને સૂકા નારિયળ નું છીણ ઉમેરો.


સરસ મિક્સ કરી, 1 કે 2 મિનિટ માટે પક્વો. ત્યારબાદ એમાં મીઠું, લાલ મરચું અને આમચૂર ઉમેરો. ચાહો તો 2 કે 3 ચમચી પાણી ઉમેરી શકાય. આપ ચાહો તો ગરમ મસાલો પણ ઉમેરી શકો. બધું બરાબર ચડી જાય એટલે કોથમીર થી સજાવટ કરો. આશા છે પસંદ આવશે …

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.