બોલિવૂડને વધુ એક ફટકો, સલમાન સાથે ફિલ્મ ‘Ready’માં ચમકેલા ‘છોટે અમર ચૌધરી’નું નિધન, શોકનો માહોલ

‘સલમાન’ સાથે ‘રેડી’ માં કામ કરનાર એક્ટર, ‘છોટે અમર ચૌધરી’ એટલે કે મોહિત બાગેલ હવે નથી રહ્યા આ દુનિયામાં, 27 વર્ષની વયે થયું અવસાન.

image source

કોમેડી શો છોટે મિયાંથી શોબિઝમાં કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતા મોહિત બાગેલનું કેન્સરને કારણે અવસાન થયું છે. તે માત્ર 27 વર્ષનો હતો. આ સમાચારની પુષ્ટિ કોમેડી સર્કસના લેખક અને દિગ્દર્શક અને ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ ના ડિરેક્ટર રાજ શાંડિલ્યા દ્વારા કરવામાં આવી છે. રાજના આ ટ્વિટ બાદ સમગ્ર બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

રાજ શાંડિલ્યાએ ટ્વીટ કર્યું, ‘મોહિત મારા ભાઈ, આટલી જલ્દી રજા લેવાની શું તક હતી? મેં તને કહ્યું હતું, જો, આખું ઉદ્યોગ જગત તારા માટે બંધ થઈ ગયું છે, ઝડપથી સ્વસ્થ થયા પછી, બધી વસ્તુઓ ફક્ત તે પછી જ શરૂ થશે, તમે ખૂબ જ સારો અભિનય કરો છો, તેથી હું આગામી ફિલ્મના સેટ પર તમારી રાહ જોવીશ …

image source

અને તમારે આવવું પડશે. ॐ સાંઈ રામ #canser R.I.p.’ આ સાથે જ ગુરપ્રીત કૌર ચઢાએ પણ એક ટ્વિટમાં લખ્યું કે, ‘મારા સપનામાં ક્યારેય વિચાર્યું ન હતું કે અમે તમને આટલી જલ્દીથી હારી જઈશું, એક અભિનેતા, જેમણે ફિલ્મ #રેડીમાં પોતાની અદભૂત અભિનય કુશળતા બતાવી હતી.’

ટૂંક સમયમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી.

મોહિત બાગેલના અચાનક અવસાનથી બધા જ ચોંકી ગયા છે. તમને જણાવી દઈએ કે, મોહિત નાના પડદાથી લઈને મોટા પડદા સુધી કામ કર્યું છે, અને ખૂબ જ ટૂંકા સમયમાં ઓળખ બનાવી લીધી હતી. તેણે ફિલ્મ ‘રેડી’ માં સલમાન ખાન સાથે સ્ક્રીન પણ શેર કરી હતી.મોહિતે રેડીમાં છોટે અમર ચૌધરીનું ખુબજ અસરકારક પાત્ર ભજવ્યું હતું.

નાનપણથી જ અભિનયમાં રસ હતો

image source

મોહિત બાગેલનો જન્મ 7 જૂન 1993 ના રોજ મથુરા, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેને નાનપણથી જ અભિનયમાં રસ હતો, તેથી તેણે શાળામાં નાટકો અને ચર્ચાઓમાં ભાગ લીધો. તેણે 2011 માં સલમાન ખાનની સાથે ‘રેડી’ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. તે ‘ઉમા’ ફિલ્મમાં જિમ્મી શેરગિલ, સંજય મિશ્રા, ઓમ પુરી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો.

image source

આ ઉપરાંત મોહિત બાગેલે વેન ઓબામા લવ ઓસામા, ઉવા, ગલી ગલી ચોર હે, એકિસ ટોપોકી સલામી, જબ્બરિયા જોડી, સેકન્ડ મેરેજ ડોટ કોમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. મોહિત બાગેલ ખુજબ પ્રતિભાશાળી એક્ટર હતા અને કામ પ્રત્યે ખુબજ સજાગ રહેતા હતા.

મોહિત બાગેલના મૃત્યુના સમાચાર સાંભળીને બોલીવુડના ઘણા મોટા એક્ટરોને આઘાત લાગ્યો છે. અને ઘણા એક્ટરે શ્રદ્ધાંજલિ આપી છે. મોહિત બાગેલ ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા.

image source

તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપડાની જબરીયા જોડીમાં પણ કામ કર્યું છે. અભિનેત્રીએ તો ટ્વિટર પર પણ પોતાનો શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, “કામ કરવા માટે સારા લોકોમાંથી એક! હંમેશાં ખુશ, સકારાત્મક અને પ્રેરિત. લવ યુ મોહિત. RIP #જબરિયાજોડી.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ