મોહનથાળ બનવાની સંપૂર્ણ રીત આ રહી…જાણો માત્ર એક ક્લિક કરી ને…

મોહનથાળ

સામગ્રી:

૧ કપ ચણાનો કગરો(જાડો) લોટ,

૧ કપ ખાંડ,

૧ કપ ઘી,

૫૦ ગ્રામ માવો,

૧ ચમચી બદામ પીસ્તાની કતરી,

ચાંદીનો વરખ,

થોડુ કેસર, થોડી ઈલાયચી વાટેલા1233349_155157724688678_1147569801_n

રીત:

૧ થાળીમાં ચણાનો લોટ લઈને વચ્ચે ખાડો કરી ૧ ચમચી દૂધ મૂકી પાંચ મિનીટ ઢાંકી દો અને પછી તેને ચાળે લો.

એક તપેલીમાં ખાંડ લઈ તેમાં ડૂબે એટલું પાણી લઈ ચાસણી કરવા ધીમા તાપે ગેસ પર મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ૨ ચમચી દૂધ નાખો જેથી ખાંડનો કચરો ઉપર આવી જશે. આ કચરો કાઢી નાખો. જ્યારે થાળીમાં ટપકુ પાડો ને એ ટપકુ રેલાય નહી ત્યારે સમજવુ કે ચાસણી થઈ ગઈ છે.

તેમાં કેસર ઈલાયચીનો ભૂકો ઉમેરો. પછી તેને ગેસ પરથી ઉતારી લો.

એક તવામાં ઘી ગરમ કરવા મૂકી એમાં ચાળેલો ચણાનો લોટ ધીમા તાપે શેકો. ધીરે ધીરે ગુલાબી થવા માંડશે. ઘેરો ગુલાબી થતા તેમાં માવો ઉમેરો અને પાંચ દસ સેકંડ માટે શેકો અને પછી ગેસ પરથી નીચે ઉતારી તેમાં ગરમ ચાસણી ઉમેરી હલાવતા રહેવું.

જ્યારે તે ઠરવા લાગે ત્યારે થોડું ઘી લગાડી તૈયાર રાખેલી થાળીમાં પથરવું. તેની પર તરત જ બદામ પીસ્તાની કતરી પાથરી ન દેવી નહીં તો તેમા ચોંટશે જ નહી.

ત્યારબાદ તરત જ તેની ઉપર ચાંદીનો વરખ પાથરી દેવો.ઠંડુ પડતા ચોસલા પાડી દેવા.સ્વાદિષ્ટ મોહનથાળ તૈયાર.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી