જલ્સા કરોને જેંતીલાલ

રમઝાન મહિનામાં,મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ શેર કર્યો કંઇક આવો વિડીયો, જે જોઇને લોકો થયા જબરા ગુસ્સે

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ રમઝાન મહિનામાં, શેર કર્યો એવો વિડીયો કે ભડકી ઉઠ્યા લોકો

હસીન જહાં પાર્ટી વિડીયો:

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હંમેશાં તે તેના નવા ફોટોઝ અને વિડીયો શેર કરતી રહે છે. જે યુઝર્સને ઘણા પસંદ પણ આવે છે. હસીન જહાં ખૂબ જ સુંદર છે. તેમજ હાલમાં તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં હસીન જહાં બ્લેક સ્કર્ટમાં એક ક્લબમાં જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેમજ આ વિડીયો હસીન જહાં સાથે તેની મિત્ર પણ દેખાઈ રહી છે, જે દમ મારો દમ ગીત પર સેક્સી ડાન્સ મુવ્ઝ કરતી જોવા મળી રહી છે.

યુઝર્સ બોલ્યા – શરમ કરો

હસીન જહાંનો આ વિડીયો જોઈને કેટલાક લોકો તેને ખૂબ ટ્રોલ પણ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે, હસીન જહાં ને શરમ આવવી જોઈએ કે તે રમજાનના પાક મહિનામાં પણ આવી હરકત કરે છે. કેટલાક યુઝર્સ એ તો હસીન જહાંના વિડીયો પર એવું પણ લખ્યું કે, મોહમ્મદ શમી જેવા સીધા-સાદા ક્રિકેટરનું નામ હસીન જહાં એ ખરાબ કરી દીધું. પરંતુ તમને એ જણાવી દઈએ કે, હસીન જહાંનો આ વિડીયો જૂનો છે, પણ તેણે આ વિડીયો હાલમાં જ અપલોડ કર્યો હતો અને તેમજ હાલમાં જ્યારે સંપૂર્ણપણે લોકડાઉન છે ત્યારે હસીન જહાં ક્લબમાં પાર્ટી કરવા માટે કઈ રીતે જઈ શકે?

image source

પતિ મોહમ્મદ શમી પર લગાવેલા ગંભીર આરોપ

તમને એ પણ જણાવી દઈએ કે, હસીન જહાં તેના સુંદર ફોટોઝ અને વિડીયો ઉપરાંત તેના લગ્ન સંબંધને લઈને પણ ઘણી હેડલાઇન્સમાં રહી છે. હસીન જહાં તેના પતિ મોહમ્મદ શમીથી અલગ રહે છે અને તે તેના પતિ પર ઘણા ગંભીર આરોપ પણ લગાવી ચુકી છે. કેટલાક સમય પહેલા હસીન જહાં એ મોહમ્મદ શમી પર મેચ ફિક્સિંગ જેવા આરોપ પણ લગાવ્યા હતા. આ બાબતને લઈને ઘણો વાદ-વિવાદ પણ થયો હતો. ત્યારબાદ બીસીસીઆઈ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ આરોપ ખોટો સાબિત થયો હતો, અને શમીને બીસીસીઆઈ દ્વારા ક્લીન ચીટ મળી ગઈ હતી.

ગેરકાયદેસર (અવૈધ) સંબંધ અને બળાત્કારના આરોપ

આ બાબત ત્યારે ગંભીર બની જ્યારે વર્ષ 2018 માં તેમનો આપસી મામલો છેક કોર્ટ સુધી પહોંચ્યો. હસીન જહાં એ શમીના ભાઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેમજ મોહમ્મદ શમી પર ગેરકાયદેસર સંબંધનો પણ આરોપ લગાવ્યો હતો છે. પરંતુ આ આરોપો હજી સુધી સાબિત થઈ શક્યા નથી. પરંતુ આ લડાઇઓ ને લીધે બંને અલગ-અલગ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version