જયારે મોદીજી અને રાહુલ ગાંધી સાઉદી અરેબિયાના રણપ્રદેશમાં ખોવાઈ ગયા.

countdown-2014-politics-of-rahul-gandhi-versus-narendra-modi

 

એક વખત મોદીજી અને રાહુલ ગાંધી બંને જણા સાઉદી અરેબિયાના રણપ્રદેશમાં ખોવાઈ ગયા.

ઘણા દિવસો સુધી બંને જણા ભૂખ્યા-તરસ્યા રણપ્રદેશમાં અટવાયા અને તેવામાં તેમને દુરથી એક મસ્જીદ દેખાઈ !

મસ્જીદ જોઇને રાહુલે કહ્યું : “થેંક ગોડ ! ચાલો, એક આઈડિયા કરીએ.. હું મસ્જીદમાં જઈશ અને કહીશ કે મારું નામ મોહમ્મદ છે અને તમે તમારું નામ એહમદ છે તેવું કેહ્જો… જેનાથી આપણને થોડું ખાવાનું મળી જશે. મેં તો આ રીતે ઘણા લોકોને મૂરખા બનાવ્યા છે ! તો ચાલો મોદીજી આજે આ યુક્તિ અજમાવી જોઈએ !”

મોદીએ કહ્યું : “ હું તો મારું જન્મ સમયનું નામ જ રાખીશ ! હું જેવો છું તેવો જ રહીશ !”

બંને જણા મસ્જીદમાં ગયા. શેખે બંનેને અંદર આવતા જોયા અને પૂછ્યું :” તમારું નામ શું છે? “

રાહુલ ગાંધીએ કહ્યું :” મારું નામ મોહમ્મદ છે !”

મોદીએ કહ્યું : ”મારું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી છે “

શેખે બધાની વચ્ચે કહ્યું :” એ કઈક ખાવા પીવાની વ્યવસ્થા કરો ફટાફટ મોદીજી માટે ! અને મોહમ્મદભાઈ તમને રમઝાન મુબારક ! “

 

ટીપ્પણી