આમ જનતા પર મોંઘવારીનો વધારે એક માર, પેટ્રોલ-ડીઝલ પછી આ વસ્તુનો ભાવ થશે ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર

છેલ્લા કેટલાય દિવસથી દિલ્હીની બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. કૃષિ કાયદાને લઈ તેઓ સતત વિરોધ નોંધાવી રહ્યા છે, પણ સરકાર પણ એકથી બે નથી થતી અને ખેડૂતો પણ પોતાની જીદ પર અડગ છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે આખરે કોની જીત થાય છે અને કોની હાર થાય છે. પરંતુ એ બધાની વચ્ચે ચિંતાનો વિષય એવો છે કે કૃષિ કાયદાના વિરોધની વચ્ચે ખેડૂતોએ હવે એક મોટી જાહેરાત કરી છે, જો આ લાગૂ પડી જશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતો અને આસમાની મોંઘવારીથી ત્રાસેલા સામાન્ય માણસને વધારે એક ફટકો આપવા માટે રેડી રહેશે. તો આવો વિગતે વાત કરીએ.

image soucre

કૃષિ કાયદાઓના વિરોધ વચ્ચે હવે ભારતીય કિસાન યુનિયને હવે કૃષિ કાયદાના વિરોધમાં એક મોટી જાહેરાત કરી છે. સિંઘુ બોર્ડર પર બેઠેલા સંયુક્ત કિસાન મોરચાના અધિકારીઓએ દૂધના ભાવમાં વધારો કરવાની ચીમકી આપી છે. ભારતીય કિસાન યુનિયનના જિલ્લા વડા મલકિતસિંહે કહ્યું કે 1 માર્ચથી ખેડૂતો દૂધના ભાવમાં વધારો કરવા જઈ રહ્યા છે, ત્યારબાદ 50 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહેલું દૂધ હવે બમણા ભાવે એટલે કે 100 રૂપિયા પ્રતિ લિટર વેચવામાં આવશે. એટલે કે પેટ્રોલ ડીઝલની સાથે સાથે હવે દૂધ પણ 100 રૂપિયામાં વેચાઈ તો કંઈ નવાઈ નહીં. મલકીત સિંહ આ વિશે વાત કરતાં કહે છે કે કેન્દ્ર સરકારે ડીઝલના ભાવમાં વધારો કરી ખેડૂતોને ઘેરવાના તમામ પ્રયાસો કર્યા છે, પરંતુ સંયુક્ત કિસાન મોરચાએ દૂધનો ભાવ તોડીને બમણા કરવાનો કડક નિર્ણય લીધો છે.

image soucre

આગળ વાત કરતાં તેણે કહ્યું કે જો સરકાર હજી પણ સહમત નહીં થાય તો આગામી દિવસોમાં શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવીને શાકભાજીના ભાવમાં પણ વધારો કરવામાં આવી શકે છે. 100 રૂપિયા લિટર દૂધ વેચીને જનતા પર બોજો મૂકવાના સવાલ પર મલકિતસિંહે કહ્યું કે જો જનતા 100 રૂપિયા લિટર પેટ્રોલ લઈ શકે છે તો 100 રૂપિયા લિટર દૂધ કેમ ન લઈ શકે. હમણાં સુધી ખેડૂત એક લિટર દૂધ વેંચાણ કરી રહ્યો છે, લાભ નહીં થાય. આ શરૂઆત થશે, જો સરકાર હજુ પણ કૃષિ કાયદા પાછા નહીં ખેંચે તો શાકભાજીના ભાવ આગામી દિવસોમાં બમણા થઈ જશે અને અમે આ રીતે અમારો વિરોધ નોંધાવીશું.

image soucre

જો કે આ પહેલી વાર નથી કે ખેડૂતોએ આવી કોઈ ચીમકી કે વાત ઉચ્ચારી હોય. આ પહેલાં પણ ખેડૂતો દ્વારા ઉભા પાકને બરબાદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટિકૈતે સરકારને પાકને પણ બાળી નાખવાની ચેતવણી આપી હતી, અને ખેડૂતો તેમના પાકને ખેડવાનું શરૂ કરી દીધું છે. હવે ખેડૂત નેતાઓએ અપીલ કરવી પડી રહી છે કે પાકને બાળવાનો અર્થ પાકની દેખરેખ ન કરવાની વાટ કહીને સમજાવવું પડી રહ્યું છે.

image source

ખેડૂતોની બેઠકમાં કહેવામાં આવી રહ્યું છે કે, તેમને પાકનું ખેડાણ નથી કરવાનું કેમ કે તેનાથી સરકારના બદલે ખેડૂતોને નુકસાન થઈ શકે છે. ભારતીય કિસાન યુનિયન અંબાવાતાના મહામંત્રી શમશેર દહિયાએ, કુંડલી બોર્ડર પરની ખેડૂતોની સભામાં જણાવ્યું હતું કે રાકેશ ટિકૈતે પાકનો નાશ કરવા જણાવ્યું નથી. ઉલટાનું, તેનો અર્થ એ હતો કે જો સરકાર માંગણી પૂરી નહીં કરે તો ખેડૂતો તેમના પાકની સંભાળ લેવાને બદલે દિલ્હીની સરહદો પર જ રહેશું. તેથી, કોઈપણ ખેડૂતને પોતાનો પાક ખેડવાની જરૂર નથી. આ રીતે, પાકને નષ્ટ કરવાને બદલે, આંદોલનમાં સહકાર આપો. જો આંદોલન લાંબી ચાલે છે, તો પાક પાકે ત્યારે સાથીદારોને ટેકો આપી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ