જલ્સા કરોને જેંતીલાલ

મોંમા વારંવાર ચાંદી પડતી હોય તો આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપાયો, અને દૂર કરો આ સમસ્યાને

મોં માં ચાંદી થી પરેશાન છો? તો આજે જ આ ઘરેલું ઉપાય ચાલુ કરો.

મો માં ચાંદી થી પરેશાન છો ડોક્ટર પાસે ના જાવ પરંતુ ઘર ના દેશી ઉપચાર થી જ રાહત મેળવો.

બીમારી એવી વસ્તુ છે કે વ્યક્તિ ને પરેશાન કરે છે. મોં ની ચાંદી સામાન્ય વાત છે. તે નાની વસ્તુ છે.પરતું એનું દર્દ અને એની તકલીફ થી તમને બેચેની રહ્યા કરે છે. મોં માં ચાંદી થી બળતરા થાય છે. કઈપણ ખાવું પીવું મુશ્કેલી થાય છે. અમુક લોકો ને અન્ન નળી સુધી ચાંદી પડે છે. તાવ આવાથી, તણાવ થી,બ્રશ કરતી વખતે વાગે તો, થાય છે. ઘણીવાર પેટ ની બીમારી અને પેટ ની વધતી ગરમી ના કારણ થી મો માં ચાંદી પડે છે. જો તમે પણ આ બીમારી નો તરત ઉપચાર કરવા માંગો છો તો અમે તમને ઉપાય બતાવીશું જેથી તમે જલ્દી આ પરેશાની થી દુર થઇ જાશો.
ઘણીવાર તીખું અને સુકું ભોજન કરવાથી શરીરમાં ગરમી થઇ જાય છે અથવા કબજિયાતની સમસ્યાના કારણે પણ આ સમસ્યા થઇ શકે છે.કબજિયાત રહેતો હોય તો પહેલા કબજિયાતનો પણ ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે.

image source

મધ:

મધ ના ઉપયોગ થી મોં માં ચાંદી નો ઈલાજ થાય છે. મધ ને આંગળી પર લઈ ને ચાંદી પર લગાવો જેનાથી રાહત થશે.મધ માં હળદર મેળવી ને પણ ચાંદી માં રાહત મળી શકે છે. હળદર માં જલનરોધી અને રોગનુંરોધી નો ગુણ રહેલો છે. જે કોઈપણ પ્રકાર નો ઘા હોય તો સરખું કરવામાં મદદ થાય છે.

મોં ની ચાંદી દૂર કરવા નારિયેળ નો ઉપયોગ કરો. નારિયેળ બહુ અસરકારક છે. નારિયેળ નું પાણી ,દૂધ, તેલ ચાંદી ને દૂર કરી રાહત આપી બળતરા દૂર કરે છે. નાના બાળકો ને જો ચાંદી પડી હોય તો નારિયેળ પાણી નું સેવન કરી શકાય છે. નારિયેળ પાણી ના કોગળા પણ કરાવાય. બાળક બહુ નાનો હોય તો તેને મો માં નારિયેળ તેલ લગાવાય

image source

નારિયેળ:

સૂકું નારિયેળ બહુ ચાવી ને ખાવ. ચાવી ને પછી પેસ્ટ બનનાવી ને મો માં રાખો અમુક સમય માટે. પછી ખાઈ જાવ. આવું દિવસ માં બે થી ત્રણ વાર કરવાથી મો ના ચાંદા બે દિવસ માં દૂર થશે.

કેળુ:

એક કેળુ જેમાં ગાયના દૂધનું દહીં બનનાવી ને સવારે બપોર ખાવા થી આરામ રહે છે.

ટામેટા

અને જો તમને હંમેશા પરેશાની હોય છે. તો ટામેટા ભરપૂર ખાવ ટામેટા નો રસ એ ગ્લાસ માં ભરી કોગળા કરવાથી પણ ચાંદી દૂર થાય છે.

image source

તુલસી:

તુલસીના ચાર પાંચ પાંદડા દરરોજ સવાર-સાંજ ચાવવાથી પણ ચાંદીમાં ફાયદો મળે છે આ તુલસી ચાવીને પછી એની ઉપર બે ઘુંટડા પાણી પીવું જોઈએ જેનાથી મો માં આવતી દુર્ગંધ દૂર થાય છે અને ચાંદીમાંથી છુટકારો મળે છે.

તો જો તમને ઘરેલું ઉપાય થી ના મટે તો ડોકટર ની સલાહ લેવી જોઈએ.

નોંધઃ આ આર્ટિકલમાં કહેલ દરેક વાત વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ પર આયુર્વેદિક, નેચરલ કે અન્ય દવાઓ તથા નુસખાઓની અસર જુદી જુદી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version