જલ્સા કરોને જેંતીલાલ

મોઢામાં ચાંદીની ચમચી સાથે જન્મેલા આ કરોડોપતિ સિતારાઓને પોતાની સંપત્તિનું કોઈ જ અભિમાન નથી

સામાન્ય રીતે આપણા મનમાં પૈસાદાર નબિરાઓની એવી છાપ હોય છે કે તેમને તેમના પૈસાનું અને ખાસ કરીને તેવા નબીરા જેમણે પોતે તો કશું ન કર્યું હોય પણ પોતાના પિતાના પૈસે લહેર કરતા હોય તેમને તેમના પૈસાનું ખુબ ઘમંડ હોય છે. પણ ઘણા બધા એવા લોકો પણ હોય છે કે તેમને તેમના પિતાનું તો શું પણ પોતાની ઉપલબ્ધી તેમજ પોતાના રૂપિયાનું જરા સરખું પણ અભિમાન નથી હોતું.


આજના આ લેખમાં અમે તમારા માટે એવા જ કેટલાક અત્યંત નમ્ર અને પૈસાના દેખાડાથી જોજનો દૂર રહેતા ફિલ્મિ સિતારાઓ વિષે જણાવવા જઈ રહ્યા છે. આ લોકો ઇંગ્લીશમાં એક કહેવત છે તેમ ‘બોર્ન વિથ સિલ્વર સ્પૂન’ એટલે કે મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મ્યા હોવા છતાં ક્યારેય પોતાના રૂપિયાનો ઘમંડ નથી કરતા કે નથી તો ખોટો દેખાડો કરતા.


સૈફ અલી ખાન

નેટ વર્થ – 1100 કરોડ રૂપિયા

સૈફ અલી ખાનનો જન્મ જ નવાબના કુટુંબમાં થયો છે. તે પોતે પણ પટૌડીનો નવાબ છે. પણ તમે તેને ક્યારેય પોતાના પૈસાનો શો ઓફ કરતો નહીં જોયો હોય. સામાન્ય રીતે તમે તેને ક્યાંય પણ કોઈ ઇવેન્ટ વિગેરે કે પછી ક્યાંક જોયો હશે તો તે સરસ મજાના ચપ્પલ શોર્ટ્સ અને ટી-શર્ટમાં જ જેવા મળશે. અને જો કોઈ ફોર્મલ ઇવેન્ટ હોય તો તેને તમે વ્હાઇટ જભ્ભા તેમજ લેંઘા કે જીન્સમાં જોઈ શકશો.


તેની પોતાની અંગત સંપત્તિઓ જ 1100 કરોડની છે તેમજ તેની વાર્ષિક આવક 55 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેને પોતાના વડીલોનો વારસો પણ કરોડોમાં જ મળ્યો છે. જેમાં પટોડીનો મહેલ વિગેરે સંપત્તિનો સમાવેશ થાય છે.


સલમાન ખાન

નેટ વર્થ – 1900 કરોડ રૂપિયા

સલમાન ખાન આજે બોલીવૂડનો સુપર સ્ટાર છે. તે ફિલ્મોમાં હોય એટલે ફિલ્મો ગેરેન્ટીથી હીટ જ જાય. પ્રોડ્યુસર્સ માત્ર સલમાન ખાનની ફિલ્મમાં હાજરીને લઈને જ ઇન્વેસ્ટમેન્ટ માટે કરોડો રૂપિયા આપી દેતા હોય છે.


સલમાન ખાનનો જન્મ જાણીતા બોલીવૂડ રાઇટર સલીમ ખાનને ત્યાં થયો હતો. તમને જણાવી દઈએ કે સલીમ ખાન તેમના જમાનામાં સુપર હીટ રાઇટર હતા. અને તેમની અને જાવેદ અખ્તરની જોડીએ રચેલી વાર્તાઓએ અમિતાભને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એંગ્રી યંગમેન બનાવી દીધો હતો. તમને જણાવી દઈએ કે તેમણે શોલે, દીવાર, ઝન્જીર, ત્રિશૂલ, મિ. ઇન્ડિયા, ક્રાન્તી, ડોન જેવી અત્યંત સફળ અને હીન્દી સિનેમાંને એક નવી જ દીશા તરફ લઈ જનાર ફિલ્મો આપી છે.


વરુણ ધવન

નેટ વર્થ – 120 કરોડ રૂપિયા

હજુ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને થોડા ક વર્ષો થયા છે ત્યાં વરુણ ધવને પોતાનો એક આગવો દર્શકવર્ગ ઉભો કરી દીધો છે. આજે સોશિયલ મિડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. તે એક સ્ટાર કીડ છે જે આપણે બધા સારી રીતે જાણીએ છીએ.


વરુણ ધવન સુપરહીટ ડીરેક્ટર ડેવીડ ધવનનો દીકરો છે. ડેવીડ ધવને અત્યાર સુધીમાં કંઈ કેટલીએ હીટ ફીલ્મો આપીને લોકોને મનોરંજન તો પુરુ પાડ્યું છે પણ કરોડોની કમાણી પણ કરી છે. તેમ છતાં વરુણ ધવને કોઈ પણ સામાન્ય સ્ટ્રગલરની જેમ ઓડીશન આપીને ફિલ્મોમાં રોલ મેળવ્યા છે.


સની દેઓલ

નેટ વર્થ – 365 કરોડ રૂપિયા

આપણે બધા જાણીએ છીએ કે સની દેઓલ ધર્મેન્દ્રનો મોટો દીકરો છે. પિતાની જેમ સની દેઓલે પણ ફીલ્મોમાં ફૂલ એક્શન બતાવી છે. તેના પિતા એક સામાન્ય મધ્યમવર્ગીય કુટુંબમાંથી મુંબઈ હીરો બનવા આવ્યા હતા. જેમાં તેમને ખુબ જ લોકપ્રિયતા મળી અને તેમણે તેમાં ખુબ પૈસો કમાયો.


પિતાની આકરી મહેનતથી ભેગા કરેલા પૈસાને ધ્યાનમાં રાખીને કહી શકાય કે સનિ દેઓલ એક વૈભવિ કુટુંબમાંથી આવે છે તેમ છતાં તમે ક્યારેય તેને ક્યાંય પણ તેનું અભિમાન કરતાં નહીં જોયો હોય. તેના પિતા પાસે તો કરોડોની સંપત્તિ છે જ પણ તેની પોતાની કમાણીની પણ તેની પાસે કરોડોની સંપત્તિ છે.


આલિયા ભટ્ટ

નેટ વર્થ – 27 કરોડ

આલિયા ભટ્ટના પિતા એક અત્યંત સફળ ફીલ્મ ડીરેક્ટર તેમજ ફીલ્મ પ્રોડ્યુસર છે. તેમની હાલની એક વર્ષની કમાણી 35 કરોડ કરતાં પણ વધારે છે અને તેમની પાસે લગભગ 333 કરોડની સંપત્તિ છે. એ રીતે આલિયા પણ એક સુખી સંપન્ન કુટુંબમાંથી આવે છે. પણ તેના ડાઉન ટુ અર્થ સ્વભાવે ક્યારેય તેની સંપત્તિને પોતાનામાં પ્રતિબિંબત થવા નથી દીધી.


આજે આલિયા પોતે જ 27 કરોડની સંપત્તિ ધરાવે છે આ ઉપરાંત તેની વાર્ષિક આવક પણ 7 કરોડ કરતાં વધારે છે. તેણે તાજેતરમાં જ પોતાની કમાણીનું ઘર પણ લીધું છે. તેણીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એસ એક્ટર એટલે કે એક્કો અભિનેત્રી માનવામાં આવે છે. અને તેણી લાંબી રેસનો ઘોડો છે હજુ તો તેણે ઘણી મંજીલ કાપવાની છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version