મોર્ડન વહુ.. સ્માર્ટ સાસુ.. – કાશ દરેક ઘરની સાસુ વહુ આવું સમજી શકતી હોત…

મોર્ડન વહુ….સ્માર્ટ સાસુ..

ઉર્વી જયારે પરણી ને આવી ત્યારે ઘરમાં બધું નવું નવું લાગે પોતાના કામ ની શરૂવાત ક્યાંથી કરવી એ એને ખબરજ ના પડે….એટલે સ્વાભાવિક સાસુ કહે એ કરે ઘરમાં એકજ દીકરો એટલે બીજું કોઈ હતું નહિ સાસુ સિવાય એટલે ઉર્વી સાસુ જોડે વાતો કરે ને ટાઈમ મળે મોબાઈલમાં બધા સાથે વાતો ને ચેટ કરે થોડા દિવસ બધું રાબેતા મુજબ ચાલ્યું ને પછી તો સાસુ ને પણ એવું લાગવા લાગ્યું કે ઉર્વી તું બહુ મોબાઈલ માં રહે છે


ત્યારે ઉર્વી કહે મમ્મી બધી દુનિયા હવે આમાજ છે!!!! હે!! બધી દુનિયા આમ ક્યાંથી હોય ??? આપણી દુનિયા આપણું ઘર કામ પહેલું એ છે સમજી????? હા મમ્મી સમજી ને ઉર્વી મોઢું ચડાવી દેતી ને સમીર ને કહેતી આ મમ્મી બસ ઘર કામ થઇ જાય તોય મોબાઈલ નથી જોવા દેતા પોતે મોબાઇલ વાપરે નહિ ને બીજાને વાપરવા દે નહિ!!! સમીર કહે સારું હવે આપણે મમ્મી ને એક સ્માર્ટ ફોન લાવી આપીએ.


હા સમીર આ આઈડિયા સારો છે એટલે મમ્મી પણ મોબાઇલ માં રહે એટલે મારી જોડે માથાફૂટ ઓછી એટલે સમીર બીજા દિવસે મમ્મી માટે મોબાઈલ લઇ આવ્યો ને મમ્મીને બોક્સ આપી કહે માં આ ખોલો મમ્મી કહે શું છે આમા!!! અરે તમારા માટે સ્માર્ટ, ફોન સ્માર્ટ ફોન મારે શું કરવો છે???? અરે માં દુનિયા ક્યાં થી ક્યાં જતી રહી ને તમે હજી આ ઘર નું ડબલુ ચલાવો !! એટલે હવે થી આ ફોન તમારે વાપર વાનો પણ દીકરા!!!!

મને આમ કશું ના આવડે મમ્મી કઈ નહિ ઉર્વી શીખવાડી દેશેને ઉર્વી ને પણ ફાવતું મળી ગયું તેણે સાસુ ને મોબાઇલ માં બધું ડાઉનલોડ કરી આપ્યું ફેબી વૉટ્સ એપ બધું બતાવ્યું લોકો સાથે ચેટ કરતા શીખવાડ્યું એમની જૂની બધી મિત્રો ને ફેસબુક બુક પર બતાવી હવે સાસુ ખુશ !!! અરે આ તો બહુજ સરસ છે આમ તો આખી દુનિયા આવી જાય તું સાચું કહેતી હતી …ને સાસુ માં હવે પોતેજ મોબાઇલ લઇ બેસતા થઈ ગયા રોજ સવારે બધાને વટ્સએપ કરવાનું ને જય શ્રી કૃષ્ણ કહેવાનું ચાલુ કર્યું..


હવે ઉર્વી બહુ મોબાઈલ વાપરે છે એ વાક્ય બંધ થયું ઉર્વી પોતાનું કામ પતાવી હવે સમીર ને હેલ્પ કરવા ઓફિસ જવા લાગી પણ સાસુ નો હવે કોઈ વિરોધ નથી!!! હવે તો સાસુ કોઈ વસ્તુ મંગાવી હોય તો વહુને વોટ્સએપ કરતા આવતા આ લેતી આવજે ને વહુ પણ વોટ્સપ પર જવાબ આપે.

એક દિવસ ઉર્વી ને ત્યાં કિટી પાર્ટી હતી તેના સાસુ એ પોતાની બધી ફ્રેન્ડ ને બોલાવી હતી ને બધી ફ્રેન્ડ પાસે આવો સ્માર્ટ મોબાઈલ હતો ત્યારે એમાંથી એક ફ્રેન્ડ બોલી સગુણા તારી પાસે આવો મોબાઈલ તને આવડે છે ???? ત્યાંજ સગુણા કહે હા કેમ ના આવડે હું પણ ભણેલી છું અભણ થોડી છુ??? આ તો મને મારી વહુએ શીખવાડ્યું છે!!! મોર્ડન… વહુ ..છે તો સ્માર્ટ સાસુ ના હોય???…અને બધા સગુણાની વાત પર હસી પડ્યા….. ને ..એક વહુ ને સાસુ માં દીકરી જેમ રેહવા લાગ્યા….આને કહેવાય સમજદારી..


વહુ મોર્ડન હોય એનો વાંધો નથી પણ સાથે સાથે સાસુને સપોટ કરે એને પણ આ બાદલયેલી દુનિયા બતાવે કારણ સાસુ પણ એક સ્ત્રી છે એના પણ અરમાન છે. ને એ અરમાન જો વહુ પુરા કરે તો કોઈ ઘરમાં ક્યારેય ઝગડા થાય જ ના….બસ થોડી સમજદારી ની જરૂર હોય છે કારણ દરેક વહુ મોર્ડન છે તો દરેક સાસુ સ્માર્ટ હોય છે બસ એમને થોડો સપોટ અને થોડા આગ્રહ ની જરૂર હોય છે….સાસુ ખુશ તો આખું ઘર ખુશ…

લેખક : નયના પટેલ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ