મોર્ડન માતા – વર્ષ 2050ની માતાઓ આવી પણ હોઈ શકે કોઈ કલ્પના પણ નહિ કરી શકે…

આ વાર્તા વર્ષ 2050 ની છે..ભારત દેશ ત્યાં સુધી ઘણો બદલાઈ ગયો હશે એની કલ્પના મેં મારી રીતે કરેલી છે.

..અમેરિકા જેવું કલચર હવે ભારત માં પણ આવી ગયું…દીકરા દીકરી પુખ્તવય ના થાય એટલે એ એમની રીતે જીવન જીવી શકે એવી સ્વતંત્રતા હવે ભારત માં પણ કાઈ નવી નથી…આમ જોઈએ તો આ એક પ્રકાર ની સ્વંછદતા જ કહેવાય પણ આજ ની પેઢી એને “અમે મોર્ડન” એવું નામ આપતી..


આવા જ પુખ્તવય ના થયેલા રાજ અને રોશની પોતાના માતા પિતા થી અલગ પોતાની સ્વતંત્રતા માણતા અમદાવાદ જેવી માયાનગરી માં રહેતા.. અમદાવાદ એટલે જાણે બીજું મુંબઈ જ જોઈલો..લાખો લોકો આ શહેર માં સપનાઓ લઈને આવતા અને આ શહેર બધા ને પોતાના માં સમાવી લેતું..પહેલા જેવી પોળ જાણે ભૂંસાઈ ગયી હતી અને એનું સ્થાન કોંક્રિન્ટ ના જંગલો એ લઈ લીધું હતું..ડિજિટલ ની સાથે સાથે આ શહેર પણ હવે માણસો ની જેમ સ્વંછંદી બની ગયું હતું..


એક મિત્ર ની પાર્ટી માં મળેલા રાજ અને રોશની વિજાતીય આકર્ષણ અનુભવી એકબીજા ની નજીક આવેલા…એકબીજા ની નજીક આવવું કાંઈ નવું નહોતું અત્યાર ના સમય માં..પણ કદાચ બન્ને ને એકબીજા ની નિકટતા ગમી એટલે બન્ને open relationship માં બંધાયા..એક એવી relationship જેમાં બે માંથી ગમે તે વ્યક્તિ એની ઈચ્છા થાય ત્યારે એકબીજા થી અલગ થઈ શકે…અને સામે વાળી વ્યક્તિ પાસે કારણ જાણવા જેટલો પણ હક નહિ….સાથે હરતા ફરતા..નાઈટ કલબ માં જતા.. પાર્ટીઓ કરતા રાજ અને રોશની નો સમય પસાર થઈ રહ્યો હતો..


બન્ને એકબીજા ની સાથે હોય ત્યારે એકબીજા ના બની ને રહે પણ છુટા પડ્યા પછી કોણ એની અંગત જિંદગી માં શુ કરે છે એનો બન્ને માંથી એકેય ને રસ નહિ..એમાં ય રોશની એકદમ બોલ્ડ…. દેખાવ માં તો સ્વર્ગ ની અપ્સરા ને પણ શરમાવે….પણ એના માં સભ્યતા નો તો જાણે અભાવ જ…બોલવા માં ગમે તેને ઉતારી પાડે… અપશબ્દો બોલવામાં તો જરાય ઉની ન ઉતરે..(જમાના ની સાથે અપશબ્દો પણ upgrade થઈ ગયા…હવે ની પેઢી અપશબ્દો પણ english માં જ બોલે).સારી એવી નોકરી…અને સારો એવો પગાર લાવતી રોશની ને દુનિયાદારી નું કાઇ જ ભાન નહીં…કારણ કદાચ એને ક્યારેય દુનિયા ની પરવાહ જ નહીં કરેલી..રાજ પણ રોશની ની સરખામણી માં જરાય ઓછો ઉતરે એમ નહોતો..

દિવસો વીતતા ગયા ને રાજ અને રોશની એક બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો..બન્ને એ live in relationship માં રહેવાનું નક્કી કર્યું..મહત્વપૂર્ણ નિર્ણય એટલે કે લગ્ન તો જાણે લુપ્ત જ થઈ ગયા હતા…બસ આ એક live in જ એવું હતું કે એક પુરુષ અને એક સ્ત્રી ને થોડી મર્યાદા માં બાંધી શકે..પણ લગ્ન જેટલી તો નહીં જ..રોશની પોતાનો જોઈતો સામાન લઈ રાજ સાથે રહેવા લાગી..બન્ને સવારે નોકરીએ જતા..


પોતપોતાનું કામ જાતે જ કરી લેતા..એકબીજા પર નિર્ભર નહોતા..કદાચ આ genration નો આ સારો ગુણ હતો કે એમને પહેલે થી જ આ કામ છોકરી નું અને આ કામ છોકરાનું એવા તફાવત નહોતા શીખવવા માં આવ્યા..2050 ની મેટ્રો ટ્રેન ના ટ્રેક જેવી જિંદગી સીધી સપાટ જઇ રહી હતી બન્ને ની ત્યાં જ એક વળાંક આવ્યો…

રોશનીના ચહેરા પર આજે પહેલીવાર ચિંતા ની રેખાઓ દેખાઈ રહી હતી..સવાર માં ઉઠતા ની સાથે જ ચક્કર આવતા હોય એવું લાગતું હોવાથી એ ઓફિસ જતી વખતે Dr.સ્વાતિ ને મળવા ગયી હતી..Dr.સ્વાતિ એ રૂટિન ચેકઅપ કર્યું..અને થોડા ટેસ્ટ કરવાના કહ્યા..રોશની એ તાત્કાલિક જ ટેસ્ટ કરાવી લીધા..અને રિપોર્ટ પણ મેળવી લીધા..Dr.સ્વાતિ એ રિપોર્ટ જોયા અને રોશની ને ગંભીર ચહેરે જણાવ્યુ.”you are pregnant”


કદાચ સમય ની સાથે ડોકટર નો આ સમાચાર આપવાના હાવભાવ માં પણ ફેરફાર થયો હતો..લગ્ન ને બંધન ગણતો આ વર્ગ એક બાળક માટે પોતાના શરીર …સમય અને મોજશોખ નું બલિદાન નહિ આપી શકે એમ સમજી ને ડોકટર પણ આવા સમાચાર આપતા ગંભીર થઈ જતા હશે…આવા સમાચાર સાંભળી રોશની પણ ગંભીર થઈ ગયી હતી..રોશની ના સ્વભાવ ને જોતા એવું જ લાગે કે જાણે એ હમણાં જ બાળક પડાવી દેશે..પણ એને ઘરે જઈ ને રાજ ને આ વાત જણાવવાનું નક્કી કર્યું.

રોશની એ ઘરે જઈ રાજ ને સાંજે ડિનર ટેબલ પર પોતાની પ્રેગ્નન્સી ની વાત જણાવી. “so what baby….abortion કરાવી લેને…એમ આટલું વિચારવાનું શુ?” રાજે બેફિકરાઈ થી જવાબ આપ્યો “હું પણ એ જ વિચારતી હતી” રોશની એ જવાબ આપ્યો “good ડોકટર પાસે એપોઇન્ટમેન્ટ લઈ લે અને જઈ આવ બીજું શું” રાજે ફરી એ જ બેફિકરાઈ થી જવાબ આપ્યો.

રોશની કાઈ બોલ્યા વગર ચૂપ જ રહી..એને એ રાતે જ Dr સ્વાતિ સાથે વાત કરી લીધી અને બીજા દિવસે એ abortion માટે તૈયાર પણ થઈ ગયી…રોશની ને 3જો મહિનો ચાલી રહ્યો હતો..એટલે ડોકટરે જરૂરી સોનોગ્રાફી કરી જાણી લીધું કે abortion માં કોઈ રિસ્ક તો નથી ને….સોનોગ્રાફી દરમ્યાન અલ્લડપણે ગીતો ગાતી રોશની ના કાને કંઇક અવાજ સંભળાયો.


“ડોકટર આ શેનો અવાજ છે?” રોશની એ જિજ્ઞાસા થતા પૂછી લીધું. “આ તમારા બાળક ના ધબકારા નો અવાજ છે…2 મહિના ને 10 દિવસ ના તમારા બાળક ના ધબકારા તમે સાંભળી શકો છો” ડોકટરે વળતો જવાબ આપ્યો અને પોતાનું કામ આગળ વધાર્યું. ધબકારા સાંભળી ને રોશની ઘડીભર વિચારો માં ખોવાઈ ગઈ..અલ્લડ લાગતી રોશની ના ચહેરા પણ જાણે પીઢતા છવાઈ ગયી..ડોકટરે બધી જ તૈયારી કરી રોશની ને ઓપરેશન થિયેટર માં શિફ્ટ કરી..રોશની અચાનક જ ઓપરેશન ટેબલ પરથી ઉભી થઈ ગયી..એને એના બાળક ના ધબકારા જાણે એની હત્યા કરતા રોકી રહ્યા હતા…એને ડોક્ટરને પોતાના બદલાયેલા નિર્ણય અંગે વાત કરી ને હોસ્પિટલ માંથી નીકળી ગયી.

રોજ કરતા વહેલી ઘરે પહોંચી ને રોશની સતત એના બાળક વિશે વિચાર્યા કરતી હતી…એના બાળક ના એ ધબકારા જાણે એક મધુર સંગીત બની એના કાન માં ગુંજયા કરતા હતા..એની આંખ માં આજે પહેલું આંસુ નું ટીપું આવ્યું હતું..એ આંસુ ના ટીપા માં હરખ અને દુઃખ બન્ને એક સાથે સમાયેલા હતા…દુઃખ પોતાના બાળક ને પોતાની કૂખ માં જ મારી નાખવાના વિચાર માટે અને હરખ હજી પણ પેલા ધબકારા સાંભળ્યા એનો હતો..રોશની અરીસા સામે ઉભી રહી ખૂબ જ પ્રેમથી પોતાના પેટ ને પંપાળી રહી હતી એટલા માં જ રાજ ઓફિસ થી આવી ગયો..


“hii baby how are you?” જઇ આવી ડોકટર પાસે…ટેન્સન પુરૂ થયું ને તારું હવે?” રાજે હસતા હસતા રોશની ને પૂછ્યું “રાજ….મેં abortion નથી કરાવ્યું” રોશની ને રાજ સામે ધડાકો કર્યો “રોશની..તું પાગલ છે…dont say કે તુ બાળક ને જન્મ આપવા માંગે છે…હરવા ફરવા ના દિવસો માં આવી જંજટ ને કોણ પાલવે…તું કેમ નથી સમજતી આ બધી વાતો” રાજ ઉશ્કેરાઈ ને બોલ્યો.

“રાજ હું આ બાળક ને જન્મ આપીશ….ચિંતા નહિ કર તને એની જવાબદારી માંથી સંપૂર્ણ પણે મુક્તિ મળી જશે” અત્યાર સુધી કોઈની જ પરવાહ નહિ કરેલી રોશની એ આજે પ્રથમ વાર પોતાના બાળક ની પરવાહ કરી રાજ ને જવાબ આપ્યો. “હા હું નથી જ લેવા માંગતો એની જવાબદારી…અને શું ખબર કે એ મારું જ બાળક છે કે નહીં?” રાજ લગભગ તાળુક્યો જ


“સાચી વાત કહી..તને નથી ખબર કે એ તારું બાળક છે કે નહીં….એટલે તું જવાબદારી માંથી છટકી શકે છે પણ મને તો ખબર છે ને કે આ મારું જ બાળક છે એટલે હું એની જવાબદારી ચોક્કસ ઉપાડીશ.” રોશની એ ખૂબ જ શાંતિ થી રાજ ને જવાબ આપ્યો. રોશની નું આ રૂપ આજ પહેલા ક્યારેય રાજે નહોતું જોયેલું..વાતે વાતે ગુસ્સો કરતી રોશની આજે આટલી સમજદારી વાળી વાતો કરતી હતી એના પર રાજ ને વિશ્વાસ જ નહોતો આવતો.

થોડી જ વાર માં રોશની પોતાનો બધો જ સામાન લઈ રાજ પાસે આવી “રાજ ચાલ હું જાઉં છું…એક નવી live in relationship માં..આશા છે કે ફરી ક્યારેય નહીં મળીયે” રોશની જતા જતા બોલી. “કોની સાથે જઇ રહી છે એ જાણવાનો હક તો છે ને મને?” રાજે પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું.. “હા ચોક્કસ જણાવીશ તને…મારી નવી relationship મારા અને મારા બાળક વચ્ચે હશે..અને આ એક સફળ relationship પણ હશે” એટલું કહી રોશની ત્યાં થી ચાલી જાય છે.


* * * * *
વર્ષો શું સદીઓ પણ વીતી જાય..બધું જ બદલાઈ જાય…પણ એક વસ્તુ ક્યારેય નહીં બદલાય પછી એ 2019 હોય 2050 કે 3000 અને એ છે એક માતા નો એના બાળક પ્રત્યેનો પ્રેમ…માતા એના બાળક ને એને જોયા વગર જ પ્રેમ કરવા લાગે છે…ક્યારેય ન ખાધેલું દૂધીનું શાક હોય કે ક્યારેય ન કરેલો ઉજાગરો…માં પોતાના બાળક માટે બધું જ કરવા તૈયાર થઈ જાય છે…બિલકુલ રોશની ની જેમ..

લેખક : કોમલ રાઠોડ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ