લગ્ન કરવાની એક યોગ્ય ઉંમર હોય છે, વાંચો મોડા લગ્ન કરવામાં થતાં પ્રોબ્લેમ્સ…

લાઇફમાં દરેક વસ્તુ સમય પર થાય એ ખૂબ જ જરૂરી છે. સમય પછી થતી દરેક વસ્તુઓમાં ખૂબ જ સમાધાન કરવુ પડે છે. જો કે એક સમય વિતી જાય પછી સમાધાન કરવુ પણ અઘરુ પડે છે. આવી જ એક વાત છે લગ્નની. આજના સમયની જો વાત કરીએ તો અનેક લોકો મોડી ઉંમરે લગ્ન કરવાનુ પસંદ કરતા હોય છે. મોડી ઉંમરમાં લગ્ન કરવાથી અનેક ઘણી તકલીફનો સામનો બંન્નેવ્યક્તિઓએ કરવો પડે છે.જો તમે લગ્ન મોડા કરો છો તો તમારી ઉંમર પણ વધતી જાય છે. આમ, વધતી ઉંમરમાં કોઇ પણ વ્યક્તિ પોતાની જવાની જેટલુ કામ કરી શકતા નથી.
જો કે લગ્ન મોડા કરવા પાછળ આજના અનેક યંગસ્ટર્સ પોતાની કેરિયરનુબહાનુકાઢતા હોય છે. જો તમે પણ આવુ જ કંઇક વિચારી રહ્યા છો અને કરી રહ્યા છો તો આ એક તદન ખોટી વસ્તુ છે. કારણકે લગ્નની પણ એક ઉંમર હોય છે માટે જો લગ્ન પણ એક ઉંમરમાં થાય તો લાઇફ જીવવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે, લગ્ન મોડા કરવાથી કઇ-કઇ મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડે છે.

પ્રેગનેન્સી કન્સિવ કરવામાં તકલીફ પડે છેલગ્નના બે-ત્રણ વર્ષ પછી દરેક કપલ બાળકનું પ્લાનિંગ કરતા હોય છે. આમ, જો તમે લગ્ન મોડી ઉંમરે કરો છો પ્રેગનન્સી રહેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે. આજકાલ અનેક લોકો 30 વર્ષની ઉંમર પછી લગ્ન કરવાનુ વિચારતા હોય છે, જે એક સાવ ખોટી બાબત છે. કારણકે જો તમે 30 વર્ષની ઉંમરની પછી લગ્ન કરો છો તો તમારે એકબીજાને સમજતા પણ બે-ત્રણ વર્ષ લાગે છે. એવામાં જો પ્રેગનન્સીની વાત કરીએ તો 35 વર્ષની આસપાસ તમે પ્રેગનન્સી વિશે વિચારો છો. આ વર્ષના સમયગાળામાં પ્રેગનન્સી કન્સિવ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે.

એકબીજાને સમજવામાં મુશ્કેલી પડે મોડા લગ્ન કરવાવાળા લોકોની સામાન્ય રીતે એક ફરિયાદ હોય છે કે, તેઓ એકબીજાને સમજી શકતા નથી. જો કે એકબીજાને ના સમજવા પાછળનુ કારણ એ હોય છે કે, તમે કોઇની સાથે એડજસ્ટ થઇ શકતા નથી. આ સાથે જ ઉંમર વધવાની સાથે દરેક લોકો પોતાની એક આગવી લાઇફસ્ટાઇલને છોડવા પણ રેડી હોતા નથી. આમ, એ વાત સ્વભાવિક છે કે જ્યારે તમે મોડા લગ્ન કરો છો ત્યારે મોટાભાગના લોકોની સાથે આ પરિસ્થિતિ થતી હોય છે. આ બધા મતભેદ હોવાને કારણે દરેકની મેરિડ લાઇફ પર એક ખરાબ અસર પડે છે.

રિલેશન રાખવામાં તકલીફ
પતિ-પત્ની વચ્ચે શારિરિક સંબંધો ખૂબ જ મહત્વતા ધરાવે છે. રિલેશન રાખવાથી પ્રેમના સંબંધો વધારે મજબૂત બને છે. આમ, જો તમે વધતી ઉંમરે લગ્ન કરો છો તો રિલેશન રાખવામાં તકલીફ પડે છે. વધતી ઉંમરમાં તમે શારિરિક સંબંધોને પણ એન્જોય કરી શકતા નથી. આમ, વધતી ઉંમરમાં શારિરિક ક્ષમતા ઓછી થઇ જવાને કારણે રિલેશન રાખવામાં તકલીફ પડે છે અને તમે આ પળોને એન્જોય પણ કરી શકતા નથી.

ફેમિલી સાથે એડજેસ્ટમેન્ટ કરવામાં તકલીફ પડે લગ્ન કર્યા પછી ફેમિલી પણ ખૂબ જ મહત્વતા ધરાવે છે. લગ્ન પછી પરિવાર સાથે તાલમેલ કરવો પણ ખૂબ જ જરૂરી હોય છે. આમ, જો તમે મોડા લગ્ન કરો છો તો તમે પરિવાર સાથે સારી રીતે એડજેસ્ટ કરી શકતા નથી. વધતી ઉંમરમાં દરેક લોકો પોતાની લાઇફ જીવતા થઇ ગયા હોય છે જેથી કરીને પરિવાર સાથે એડજેસ્ટ થઇ શકતા નથી.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી