મોબાઈલ ફોન બન્યો મોતનું કારણ, કાન પાસે બ્લાસ્ટ થતાં સગીરાનું મોત

આજના સમયમાં મોબાઈલ તો જાણે વ્યસન થઈ ચુક્યું છે. નાના બાળકોથી લઈ મોટા વડીલો માટે મોબાઈલ ફોન તેમના જીવનનો એક અભિન્ન ભાગ બની ચુક્યો છે. સ્થિતિ તો એવી થઈ છે કે કેટલાક લોકો તો ઉઠતાં વેત ભગવાનને યાદ કરવાને બદલે સીધો જ મોબાઈલ હાથમાં લે છે અને તેમાં ચેક કરવા લાગે છે કે શું થયું અને શું નહીં. આવી સ્થિતિ ઘણીવાર આફતને આમંત્રણ આપે છે.

મોબાઈલનો ક્રેઝ હવે વળગણ બની ગયો છે. તેમાં પણ આ કોરોનાના કારણે બાળકોને અભ્યાસ માટે માતાપિતાએ મોબાઈલ આપવો જ પડે છે. ત્યારે આવી સ્થિતિમાં બાળકોના હાથમાં મોબાઈલ આવે એટલે પછી વાત જ પુરી. અધુરામાં પુરું હવે તો ઈંટરનેટના પેકેજ પણ સસ્તા થઈ ગયા છે તેવામાં નાના બાળકો પણ યુટ્યુબ, ઓનલાઈન ગેમ, વોટ્સએપ કોલ, વીડિયો વગેરેમાં રચ્યા પચ્યા રહે છે. ઘણા માતાપિતાની ફરિયાદ રહે છે કે એકવાર હાથમાં ફોન આવ્યો એટલે પુરું. પછી બાળકનું ધ્યાન કોઈ કામ કે અભ્યાસમાં રહેતું જ નથી.

આવા મોબાઈલ ફોનનો જેને વળગાળ થઈ ગયો છે તેવા લોકો માટે આંખ ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના દરેક માતાપિતા અને બાળકો માટે પણ દાખલારુપ કિસ્સો છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની પણ એક મર્યાદા હોય છે. જે લોકો આ મર્યાદાને ભુલી અને મોબાઈલનો ઉપયોગ કરે છે તેમણે આ વાત ખાસ જાણવી જોઈએ.

દિવસ રાત મોબાઈલ ફોન સાથેને સાથે રાખવાની જેમની આદત હોય છે તેઓએ પણ હવે આદત બદલી દેવી જોઈએ. કારણ કે મોબાઈલ મોતનું કારણ પણ બની શકે છે. આ ખાલી વાત નથી. આવી ઘટના તાજેતરમાં મહેસાણામાં બની છે જ્યાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે મોબાઈલ બ્લાસ્ટના કારણે.

જાણવા મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લામાં આ ઘટના બની હતી જેમાં એક 17 વર્ષીય સગીરાનું મોત ઘટનાસ્થળ પર જ મોબાઈલ બ્લાસ્ટના કારણે થયું છે. 17 વર્ષીય યુવતીના મોબાઈલમાં ચાર્જ ઓછો થઈ જતાં તે ઘરના ઉપરના રૂમમાં પહોંચી હતી. અહીં તેણે ફોનને ચાર્જમાં મુક્યો અને પછી પણ ફોન પર વાત ચાલું જ રાખી. ફોન ચાર્જિંગમાં રાખી અને સગીરા વાતો કરી રહી હતી અને અચાનક જ ફોનમાં બ્લાસ્ટ થઈ ગયો.

નાનકડા દેખાતા ફોનનો બ્લાસ્ટ એવો ભયંકર હતો કે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ. તેને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અધુરામાં પુરું તે જ્યાં બેઠી હતી તે રુમમાં ઘાસ રાખેલું હતું તેથી બ્લાસ્ટ થવાથી ત્યાં આગ લાગી. જોકે બ્લાસ્ટનો અવાજ થતાં પરીવારના સભ્યો અને પાડોશીઓ સમયસર આવી ગયા અને યુવતીને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું કારણ કે યુવતીનું મોત નીપજ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong