વિયેટનામમાં રહેતી 14 વર્ષીય કિશોરી Le Thi Xoan સાથે બનેલી દુર્ઘટનાએ લોકોને વિચારતા કરી મુક્યા છે. આ છોકરીની એક ભૂલ અથવા બેદરકારીથી તેનું મોત થયું છે. ખરેખર, Le Thi Xoan પાસે આઇફોન મોબાઇલ હતો. આ એ જ આઇફોન છે જેને મેળવવા દરેક યુવાઓ સપના જોવે છે. Le Thi Xoanને પણ થોડા દિવસો પહેલા એક નવો આઇફોન લીધો હતો. થોડા સમય પછી, Le Thi Xoan ના આઇફોનનું મોબાઇલ ચાર્જર ખરાબ થઈ ગયું, પછી તેણે બીજી કંપનીનું ચાર્જર ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું.
મોબાઈલ ચાર્જિંગ કરવા આખી રાત મુકી દેતી

થોડા દિવસો પછી આ અન્ય કંપનીનું ચાર્જર પણ ખરાબ થઈ ગયું અને થોડુ ડેમેજ પણ થઈ ગયું હતું. પરંતુ Le Thi Xoan તે ડેમેજ થયેલા ચાર્જરનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો. Le Thi Xoanની બેદરકારી પણ ઓછી નહોતી કે તેની આદત મુજબ તે દરરોજ રાત્રે સૂતા પહેલા તેના આઇફોનને તે ડેમેજ થયેલા ચાર્જરમાં ચાર્જિંગ કરવા આખી રાત મોબાઈલ મુકી દેતી હતી.
ચાર્જરના કરંટથી કિશોરીનું મોત

પરંતુ એક દિવસ Le Thi Xoan ને આ બેદરકારી મોંઘી પડી ગઈ હતી. જ્યારે તે રાત્રે ડેમેજ ચાર્જરમાં ફોન ચાર્જિંગ માટે રાખીને સુઈ ગઈ ત્યારે તે આકસ્મિક રીતે ચાર્જરના સંપર્કમાં આવી હતી, જેના કારણે ચાર્જરમાં આવતો કરંટ તેના શરીરમાં ગયો હતો અને તે હંમેશા માટે સુઈ ગઈ. ઉંઘમાં ચાર્જરના કરંટથી કિશોરીનું મોત થતા ખળભળાટ મચી ગયો હતો.
ડોક્ટરે તેમને મૃત જાહેર કરી

આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે Le Thi Xoanના માતા-પિતાએ તેને સવારે પથારી પર બેભાન અવસ્થામાં જોઈ. જ્યારે તે Le Thi Xoan ને હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કરી. પોલીસને તપાસ દરમિયાન Le Thi Xoanના પલંગમાંથી બળી ગયેલું મોબાઇલ ચાર્જર મળ્યુ. ચાર્જરને જોતા જ એવું લાગ્યું કે તે આઇફોન સાથે આવતા ઓરીજનલ ચાર્જર નથી, પરંતુ બીજી કંપનીનુ ચાર્જર છે. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
આ દુર્ઘટના અન્ય લોકો માટે એક શીખ છે

આ દુર્ઘટના તે બધા માટે પાઠ છે જેઓ બીજી અથવા બેકાર કંપનીના ચાર્જરનો ઉપયોગ કરે છે. ઉપરાંત, મોબાઇલ તમારા શરીરના નજીક ક્યારેય ચાર્જ કરવા મુકવો જોઈએ નહિં. ખાસ કરીને રાત્રે સૂતા સમયે કોઈ દિવસ મોબાઈલ ચાર્જિંગમાં ન મુકવો નહિં તો તમે પણ અકસ્માતનો ભોગ બની શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ