હવે મોબાઇલ બિલ વધી જશે આટલું બધું, જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે બોજ

જિઓ, એરટેલ અને વોડાફોન આઇડિયાએ ગયા વર્ષે એટલે કે 2019 માં તેના ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. હવે ફરીથી દેશની મોટી ટેલિકોમ કંપનીઓ ટેરિફ રેટમાં 20 ટકાનો વધારો કરવાની તૈયારી કરી રહી છે.

image soucre

જો કે ટેરિફ રેટમાં વધારા અંગેની સત્તાવાર માહિતી ત્રણમાંથી એક પણ કંપનીઓ દ્વારા હજુ સુધી શેર કરવામાં આવી નથી. પરંતુ આ અંગે મળતા અહેવાલ મુજબ, વોડાફોન-આઇડિયા અને એરટેલ આ વર્ષના અંતમાં અથવા નવા વર્ષના પ્રારંભમાં ટેરિફ પ્લાનના ભાવમાં 20 ટકા સુધીનો વધારો કરી શકે છે. સાથે જ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પણ આ તકનો લાભ લઈ શકે છે અને તેમના ટેરિફ પ્લાનને મોંઘા બનાવી શકે છે.

image source

અગાઉ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જિયો, એરટેલ અને વોડાફોન આઇડિયાને ટેરિફ પ્લાનમાં વધારો શા માટે કરવો પડે તેમ છે તે અંગે એકની માહિતી પણ પ્રકાશમાં આવી છે. આ માહિતી અનુસાર જ્યારે જિયોએ માર્કેટમાં એન્ટ્રી કરી ત્યારે તેણે લોકોને ફ્રી અને સસ્તા ભાવે ટેરિફ પ્લાન આપ્યા, જે હરિફાયમાં ટકી રહેવા માટે અન્ય કંપનીઓએ પણ તેના પ્લાનમાં ઘટાડો કરવો પડ્યો. જિયોની માર્કેટમાં એન્ટ્રી થઈ તે સમયે દેશમાં 8થી વધુ પ્રાઈવેટ કંપનીઓ હતી પરંતુ ત્યારબાદ જે જિયોની તોફાની બેટિંગ શરુ થઈ તેના કારણે હવે માત્ર જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા એ કંપનીઓ જ ટકી રહી છે. તેમાં પણ કંપનીઓની હાલત એવી છે કે તેમની કમાણી ઘટી છે.

image source

જિયો આવ્યા બાદ માર્કેટમાં જે પ્રાઇસવોર થઈ હતી તેના પરિણામ બધી જ કંપનીઓએ તેમના ટેરિફના ભાવમાં ઘટાડો કર્યો. જેનાથી તેમની આવકમાં ઘટાડો થયો. આ અંગેની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો TRAIના જણાવ્યાનુસાર, જિયો પહેલાં કંપનીઓ એક યુઝર પાસેથી દર મહિને સરેરાશ 155 રૂપિયાની કમાણી કરતી હતી જેમાંથી 126 રૂપિયા કોલ અને અન્ય સેવાઓમાંથી અને 29 રૂપિયા ઈન્ટરનેટમાંથી કમાતી હતી.

image source

પરંતુ જૂન 2020માં કંપનીઓની સરેરાશ એવરેજ રેવન્યુ 90 રૂપિયા હતી. હવે જો 20 ટકા વધારો થશે તો જે યૂઝર 100 રૂપિયાનું રિચાર્જ કરાવતા તેણે હવે 120 ખર્ચવા પડશે. 20% ટેરિફ વધવાથી કંપનીઓની એવરેજ રેવન્યુ ઈનકમ વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ