વર્ષોથી લોકોનો જીવ લઈ રહ્યો છે આ મોબાઈલ નંબર

તમે ઘણી ડરામણી જગ્યાઓ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે, પરંતુ તમે ક્યારેય કોઈ ડરામણા અથવા ભૂતિયા ફોન નંબર વિશે સાંભળ્યું છે. નહિં તો, ચાલો આજે અમે તમને આવા ભયાનક મોબાઇલ નંબર વિશે જણાવીશું. તે જાણ્યા પછી, કદાચ ફરીથી તમારો મોબાઇલ નંબર ન બદલો અને જો બદલો પણ તો હજાર વાર વિચારો કે બદલવો કે નહીં.

આ ઘટનાક્રમ વર્ષોથી ચાલ્યો આવે છે

image source

જેણે પણ આ નંબરનો ઉપયોગ કર્યો, મૃત્યુ તેના ઘરે પહોંચી ગયું અને તે વ્યક્તિનું મોત થઈ ગયું. એવું કહેવામાં આવે છે કે જેણે પણ આ મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો તે મૃત્યુ પામ્યો. આ ઘટનાક્રમ વર્ષોથી ચાલ્યો આવે છે. આ ભૂતિયા મોબાઈલ નંબરની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જેણે આ મોબાઇલ નંબરનો હજી સુધી ઉપયોગ કર્યો છે તેનું મોત નીપજ્યું છે.

ત્રણ લોકોએ આ નંબર ખરીદ્યો અને ત્રણેયના મોત નીપજ્યા

image soucre

આ અત્યાર સુધીની કોઈ પહેલી ઘટના નથી, પરંતુ અત્યાર સુધી આવી ત્રણ ઘટનાઓ બની છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોએ આ નંબર ખરીદ્યો છે, જેનું મોત નીપજ્યું છે. આ ઘટના બલ્ગેરિયાની છે. સૌ પ્રથમ આ નંબર મોબિટેલ કંપનીના સીઇઓએ ખરીદ્યો હતો. કંપનીના સીઈઓ વ્લાદિમીર ગેસાનોવએ પ્રથમ પોતાને માટે આ મોબાઈલ નંબર 0888888888 બહાર પાડ્યો હતો.

કેન્સરથી મૃત્યુની અફવા તેના દુશ્મનો દ્વારા ફેલાવવામાં આવી

image source

આ પછી વ્લાદિમીરને કેન્સર થયું. જેના કારણે 2001 માં તેમનું અવસાન થયું હતું. એવું માનવામાં આવે છે કે કેન્સરથી મૃત્યુની અફવા તેના દુશ્મનો દ્વારા ફેલાવવામાં આવી હતી, જ્યારે મૃત્યુનું વાસ્તવિક કારણ કંઈક બીજું હતું. કેટલાક મીડિયા સંસ્થાઓના અહેવાલો મુજબ કહેવામાં આવ્યું હતું કે આ મોબાઈલ નંબર તેની જિંદગીનો દુશ્મન બની ગયો હતો.

2003માં ડિમેટ્રોવની હત્યા થઈ ગઈ

image source

વ્લાદિમીર બાદ આ મોબાઇલ નંબરનો ઉપયોગ ડિમેટ્રોવ નામના કુખ્યાત ડ્રગ વેપારી દ્વારા કરવામાં આવતો હતો. આ નંબર લીધા પછી વર્ષ 2003માં ડિમેટ્રોવની હત્યા થઈ ગઈ. ડિમેટ્રોવની રશિયન માફિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ડિમેટ્રાઓનો ડ્રગનો ધંધો 500 મિલિયનનો હતો. મૃત્યુ સમયે આ નંબર ડિમેટ્રોવ પાસે જ હતો.

ડિસલિવને પણ સોફિયામાં મારી નાખવામાં આવ્યો

image source

ડિમેટ્રોવના મૃત્યુ પછી આ નંબર બલ્ગેરિયાના એક વેપારી ડિસલિવએ ખરીદ્યો હતો. નંબર લીધા બાદ વર્ષ 2005 માં ડિસલિવને પણ બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં મારી નાખવામાં આવ્યો. ડેસલીવ એક કોકેઇન ટ્રેફિકિંગ ઓપરેશન ચલાવતા હતા. ત્રણ મોત થયા બાદ વર્ષ 2005 માં આ નંબરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!