ચેતી જાઓ! ફોન ચાર્જ કરતી વખતે આ ભૂલ ક્યારેય ના કરો, નહિં તો આવશે રોવાનો વારો…

સ્માર્ટ ફોનની આવરદા જો તમે તેને સારી રીતે વાપરો તો તેને તમે 5-7 વર્ષ સુધી ચલાવી શકો છો. પણ જો તમારો યુઝ થોડો રફ હોય અથવા તમારા સ્માર્ટ ફોનની ક્વોલિટી થોડી ઉતરતી હોય તો તેની લાઇફ વધારેમાં વધારે 3-4 વર્ષની હોય છે. જો કે બે વર્ષ બાદ જ ફોન તેની મેમરીને લઈ તેમજ તેની બેટરીને લઈને નખરા બતાવવાનું શરૂ કરી દે છે. પણ જો તેને યોગ્ય રીતે વાપરવામાં આવે તો તમે તેને વધારે લાંબો સમય ચલાવી શકો છો. અને તેની બેટરીની લાઇફ વધારવા માટે અને તેને બને તેટલું ઓછું નુકસાન થાય તે માટે તમારે નીચે જણાવેલી બાબતોને ખાસ ફોલો કરવી જોઈએ.

વારંવાર ફોન ચાર્જિંગ પર લગાવવો

image source

સ્માર્ટ ફોન નિષ્ણાતોનું માનવું છે કે ફોન વારંવાર ચાર્જ કરવાથી બેટરી પર દબાણ વધે છે. હંમેશા ધ્યાન રાખવું કે જ્યારે ફોનની બેટરી 20 ટકા કે તેથી ઓછી થાય ત્યારે જ તમારે ફોનને ચાર્જ કરવી જોઈએ. તેનાથી બેટરી પર દબાણ નહીં આવે અને બેટરી જલદી ખરાબ પણ નહીં થાય.

ફાસ્ટ ચાર્જિંગવાળા થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો

image source

ઘણી વાર લોકો ફોન જલદી ચાર્જ કરવા માટે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરે છે. પણ એવું ન કરવું જોઈએ, કારણ કે તે એપ એકધારી બેકગ્રાઉન્ડમાં એક્ટિવ રહે છે, જેનાથી બેટરી વપરાય છે. સાથે સાથે તમારો ડેટા પણ લીક થવાનું જોખમ રહે છે. માટે ભૂલથી પણ તમારે આવી કોઈ પણ પ્રકારની થર્ડ પાર્ટી એપનો ઉપયોગ ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે ન કરવો જોઈએ.
ફોન ચાર્જ કરતી વખતે કવર ન હટાવવું

image source

મોટા ભાગના લોકો મોબાઈલ કવરની સાથે ફોન ચાર્જિંગ પર લગાવી લે છે. એવું ન કરવું જોઈએ, કારણ કે તેનાથી ફેનની બેટરી પર દબાણ પડે છે અને ખરાબ હોવાની સંભાવના વધી જાય છે. ચાર્જ કરતી વખતે ફોનનું કવર હટાવી દેવું ને તેની જગ્યાએ એક પાતળુ કપડું મુકી દેવું. તેનાથી ડિસ્પ્લે અને બેટરીને જરા પણ નુકસાન નહીં થાય.

મોબાઈલને કોઈ અન્ય ચાર્જરથી ચાર્જ કરવું

image source

ઘણીવાર લોકો પોતાના મોબાઈલને કોઈ પણ ચાર્જરથી ચાર્જ કરતા હોય છે. આમ કરવાથી તમારી બેટરી ખરાબ થવાની શક્યતા વધી જાય છે. તો હંમેશા યાદ રાખો કે તમારા ફોનની સાથે આવેલું ચાર્જર જ તમારે વાપરવું જોઈએ. તેનાથી તમારો ફોન કે તેની બેટરી ખરાબ નહીં થાય. અને તમારો ફોન યોગ્ય રીતે ચાર્જ થઈ શકશે.


અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ