દુનિયાનું સૌથી મોટું મિયાવાકી વન બન્યું ગુજરાતમાં, જે આવેલું છે અમદાવાદની નજીક, 27 દિવસમાં જ સવા લાખ વૃક્ષોનું કરાયું વાવેતર

આજે આપણે વાત કરીશું મિયાવાકી જંગલની…જે જંગલનું નિર્માણ ઉમરગામના નારગોલ ગામના દરિયા કિનારે કરવામાં આવી રહ્યું છે. અહીં થોડાક દિવસોમાં જ લાખો વક્ષો વાવવામાં આવ્યા છે. જેના કારણે આ નાનકડા ગામના દરિયાકિનારે એક કૃત્રિમ જંગલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો ચાલો જાણી લઈએ આ મિયાવાકી જંગલ વિશેની વધુ વિગતો.

image source

જાપાનની મિયાવાકી પદ્ધતિથી વલસાડના નારગોલમાં દુનિયાના સૌથી મોટા અને દરિયા કિનારાને અડીને આવેલા પ્રથમ વન નિર્માણનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

તમને જણાવી દઈએ કે અહીંયા ફક્ત 27 દિવસમાં જ 1 લાખ 20 હજાર કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યું છે. મિયાવાકી પદ્ધતિથી સુંદર વન નિર્માણનું કામકાજ પૂર્ણ કરાતા સમગ્ર બીચની સુંદરતામાં ઉમેરો થતા પર્યાવરણ પ્રેમીઓ તેમજ પર્યટકોમાં આ બીચ માટે ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.

image source

અત્રે અગત્યનું છે કે, ગામના ઉત્સાહી સરપંચ કાંતિલાલ કોટવાલ અને પંચાયતના અન્ય સભ્યોની દીર્ઘદ્રષ્ટિના કારણે જે જગ્યાએ ખારા પાણીના કારણે વિલાયતી બાવળો સિવાય એક તણખલું પણ ઉગતું ન હતું. એ સ્થળે આ પ્રોજેકટ અંતર્ગત મીઠા પાણીનો સંગ્રહ થાય એવા તળાવો બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં નીચાણવાળા ભાગે માટી પુરાણ કરી જમીનને સમતલ કરી ફળદ્રુપ માટીનું પુરાણ કરાયું છે. અને સીંચાઈ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરી 60થી વધુ પ્રકારના વૃક્ષોનું રોપવામાં આવ્યા છે.

જો કે આ કામને સફળ બનાવવા માટે એનવાયરો એન્ડ ફોરેસ્ટ ક્રીએટર ફાઉન્ડેશન મુંબઈના ફાઉન્ડર દીપેન જૈન અને કો-ફાઉન્ડર ડૉ. આર.કે. નાયરે ભારે જહેમત ઉપાડી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 58 થી વધુ જંગલો બનાવનાર ડૉ. આર.કે. નાયર “ગ્રીન હીરો ઓફ ઈન્ડિયા” તરીકે પ્રસિદ્ધ થયા છે..

image soucre

તમને સવાલ થતો હશે કે આખરે આ મિયાવાકી પદ્ધતિ શુ છે .. તો આપને જણાવી દઈએ કે, મિયાવાકી ફોરેસ્ટની શોધ 40 વર્ષ પહેલાં જાપાનના બોટેનિસ્ટ અકીરા મિયાવાકીએ કરી હતી. જેથી તેમના નામ પરથી આ જંગલને મિયાવાકી ફોરેસ્ટ નામથી ઓળખવામાં આવે છે.

મિયાવાકી પદ્ધતિથી નિર્માણ થતા વનમાં ખુબ જ નજીક નજીક છોડો લગાવવામાં આવે છે. આ પદ્ધતિમાં લગાવવામાં આવેલા છોડો ખુબજ તીવ્રતાથી વધે છે સામાન્ય વૃક્ષોની વૃદ્ધિ 300 વર્ષમાં થાય છે. પણ આ પદ્ધતિના કારણે માત્ર 30 થી 35 વર્ષમાં વૃક્ષોની વૃદ્ધિ થઈ જાય છે. ઓછી જગ્યામાં વધુ વૃક્ષો રોપવામાં આવે છે જે ખૂબ જ ઝડપથી મોટા થતાં હોય છે. આ વનમાં વિવિધ વૃક્ષો સાથે મેડિસિનના વૃક્ષો મળી કુલ 60 પ્રકારના વૃક્ષો લગાવવામાં આવતા હોય છે.

એવું કહી શકાય કે, આ વન આકર્ષણની સાથે-સાથે ઔષધિઓનો પણ ભંડાર હશે.. આ પ્રોજેકટ દરિયા કિનારાને અડીને બનેલ હોવાથી નારગોલ ગામે આવતા દેશ વિદેશના પર્યટકો માટે એક નવું નજરાણું સાબિત થવાનું છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong