જલ્સા કરોને જેંતીલાલ

મિક્સ વેજ પરાઠા – હવે પરિવારમાં બધાને આ નવીન મિક્સ વેજીટેબલ પરાઠા ખવડાવજો બધા ખુશ થઇ જશે…

સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ .ઉમેરી ને ખવડાવી શકાય છે.

રીત :

1.સૌ પ્રથમ એક કથરોટ માં લોટ લઇ તેમાં મીઠું અને મોંન લઇ કનક બાંધી લેવી …આ કનક રોટલી ના લોટ જેવી બાંધવી …ઢીલી ના રાખવી ……

2..હવે એક ડીશ માં મેસ કરેલા બટેકા લેવા તેમાં છીણેલું ગાજર અને મૂળો છીણેલું ,આદુ માર્ચ ની પેસ્ટ ,સ્વાદ મુજબ મીઠું ,ગરમ મસાલો ,મરચું પાવડર ,ગરમ મસાલો અને આમચૂર પાવડર, ધાણજીરૂ પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું …અને સ્ટુફીન્ગ રેડી કરવું …

3..હવે રોટલી નો એક લુવો લઇ તેને થોડું અટામણ લઇ રોટલી વણી તેમાં 2 ચમચી જેટલું સ્ટુફીન્ગ ભરી લુવો બંધ કરી ફરી ગોળ પરાઠા જેવું વણી લેવું …આ રીતે બધા વણી લેવા ….

4..હવે ગેસ પર તાવી મૂકી ગરમ થાય એટલે તેલ અથવા ઘી મૂકી પરાઠા ધીમા ગેસ પર ગ્લોડન બ્રોવન બને બાજુ સેકી લેવા ..અને ગરમ ગરમ સર્વ કરવું …..

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version