જાણો ક્યાં ખોરાકનું મિક્ષણ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે

ખોટા આહાર અને જીવનશૈલીના કારણે ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત આપણે એવા આહારનું મિશ્રણ લઈએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે પણ ખોરાક લેતી વખતે થોડી નાની બાબતોનું ધ્યાન ન રાખશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે કયા પ્રકારનું ફૂડનું કોમ્બિનેશન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

દૂધ અને દહીં

image source

દૂધ અને દહીંની અસર જુદી જુદી હોય છે. તેથી દૂધ અને દહીંનું સેવન સાથે કરવાથી એસિડિટી ગેસ, અપચો અને ઉલ્ટી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

મીઠા અને ખાટાં ફળો

image source

આયુર્વેદ મુજબ મીઠા અને ખાટા ફળોને ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ, કારણ કે ખાટાં ફળો અને મીઠા ફળો પાચનમાં અવરોધ લાવે છે અને તે જ સમયે ફળોનું પોષણ મૂલ્ય ઓછું થાય છે.

દહીંનું સેવન કરવાથી શરીરમાં ઠંડક થાય છે, તેથી તેની સાથે ક્યારેય ગરમ વસ્તુઓનું સેવન ન કરો; ગરમ વસ્તુઓનું અને દહીંનું સેવન સાથે કરવાથી ગેસ, એલર્જી અને ત્વચાની સમસ્યા થઈ શકે છે.

દૂધ અને તળેલી ચીજો

image source

તળેલી ચીજો સાથે દૂધનું સેવન કરવાથી તમને પેટ સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે, તેથી તે ટાળવું જોઈએ.

નોનવેજ અને દૂધ

image source

ઇંડા, માંસ અને ચીઝ ખાધા પછી દૂધ પીવાનું ટાળવું જોઈએ. આ ચીજોને સાથે ખાવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે. જેના દ્વારા પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે ગેસ, એસીડીટી અથવા તો પેટનું ફૂલવું. તેથી આ ચીજોનું સેવન દૂધ સાથે ન કરવું જોઈએ.

ફૂડ પેકેટ્સ અને દૂધ

image source

બહાર મળતા પેકેટ્સ સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ. કારણ કે બહાર મળતા પેકેટ્સમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે, તેથી મીઠાવાળી ચીજો સાથે દૂધ ન પીવું જોઈએ. દૂધમાં પ્રોટીન હોય છે, મીઠાવાળી ચીજોનું દૂધ સાથે સેવન કરવાથી મીઠું દૂધમાં ભળી જાય છે, જેથી શરીરમાં પ્રોટીન જામી જાય છે અને તેથી આપણા શરીરમાં દૂધનું પોષણ મળતું અટકી જાય છે.

ભીંડા અને મૂળા

image source

ભીંડામાં ફાઇબર, ફોલેટ, પાયરિડોક્સિન, થાઇમિન, વિટામિન સી, વિટામિન એ, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝીંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. આ દરેક તત્વો આપણા શરીર માટે યોગ્ય ગુણવત્તાનું કામ કરે છે, પરંતુ ક્યારેય પણ ભીંડાની સાથે અથવા ભીંડા ખાધા પછી મૂળા ન ખાવા જોઈએ. કારણ કે ભીંડા અને મૂળા સાથે ખાવાથી આપણા શરીરમાં આ તત્વોના બદલે ઝેર ફેલાય છે. આ કારણે શરીર પર અથવા ત્વચા પર સફેદ ફોલ્લીઓ થવા લાગે છે. આ સિવાય પેટને લગતા રોગો પણ થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત