બ્લેક કુર્તી સાથે આ રીતે કરો મિક્સ એન્ડ મેચ, મળશે હટકે લુક….

બ્લેક કુર્તી એવરગ્રીન છે અથવા ક્લાસિક છે જે ક્યારેય આઉટ ઓફ ફેશન થતી નથી. તમારે તમારા બોડી-ટાઇપ પ્રમાણે એક તો બ્લેક કુર્તી વસાવવી જ જોઇએ. એક બ્લેકકુર્તી તમે જુદા-જુદા ફંક્શનમાં અલગ-અલગ રીતે પહેરી શકો છો. તો જાણી લો તમે પણ બ્લેક કુર્તી સાથે કેવી રીતે કરશો મિક્સ એન્ડ મેચ..– જો તમારી પાસે શોર્ટ બ્લેક કુર્તી હોય તો તમે પટિયાલા સાથે પહેરી શકો છો. શોર્ટ કુર્તી અને પટિયાલા કોઈ પણ ઉંમરની મહિલાને શોભે છે. પટિયાલા પ્લેન અને પ્રિન્ટેડ એમ બન્ને સ્ટાઇલમાં આવે છે. પ્લેન બ્લેક કુર્તી સાથે તમે કોઈ પણ કોન્ટ્રાસ્ટ કલરમાં પટિયાલા પહેરી શકો છો.

– લેગિંગ્સ સાથે તમે શોર્ટ અને લોન્ગ એમ બન્ને કુર્તી પહેરી શકો અને બન્નેમાં લુક અલગ આવશે. યંગ યુવતીઓ બ્લેક કલરની શોર્ટ કુર્તી લેગિંગ્સ સાથે પહેરી શકે. ખાસ ધ્યાન એ રાખવું કે જ્યારે પણ તમે લેગિંગ્સ પહેરો છો ત્યારે તમારે હીલ્સ જરૂર પહેરવી. આખો લુક ચેન્જ થઈ જશે.

– જો તમારી કુર્તી ફ્રન્ટ બટન વાળી હોય તો એની સાથે કોન્ટ્રાસ્ટ કલરમાં શ્રગ પહેરી શકો જેમ કે બ્લેક કુર્તી, યલો શ્રગ અથવા જેકેટ અને રાની લેગિંગ્સ. આ લુકમાં ફ્લેટ ચંપલ વધારે સારાં લાગશે અનેજો તમારી કુર્તી પ્લેન હોય તો તમે લેગિંગ્સ સાથે પહેરી એના પર પ્રિન્ટેડ શિફોનનો દુપટ્ટો પહેરી શકો.

– બ્લેક કલરની લોન્ગ કુર્તી ફ્લેરવાળા સ્કર્ટ સાથે એકદમ મસ્ત લાગે છે. એ-લાઇન સ્કર્ટ પહેરવાનું અવોઇડ કરવું. સ્કર્ટની લેન્ગ્થ સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવુંકે, તે જમીનને ઢસડાય એટલી લેન્ગ્થ ન રાખવી. એન્કલ લેન્ગ્થ સુધીનું ફ્લેરીસ્કર્ટ પહેરવું અને એના પર ફિટેડ બ્લેક કલરનો કાફ લેન્ગ્થ અથવા એન્કલ લેન્ગ્થની કુર્તી પહેરી શકાય.

– ફ્રન્ટ સ્લિટ વાળી કુર્તી સ્કર્ટ સાથે સારી નહીં લાગે, પરંતુ જો કુર્તીમાં ૩ સ્લિટ હોય એટલે કે સાઇડપર અને વચ્ચે તો એ પહેરી શકાય. આ લુક સાથે હાઈ બન સારો લાગી શકે. પગમાં મોજડી પહેરી શકાય. ગળામાં સ્ટેટમેન્ટ નેકલેસ અને હાથમાં બ્રેસલેટ પહેરવું અને સાથે ઝોલા બેગ કેરી કરવી.

– ડેનિમ સાથે બ્લેક કુર્તી એટલે એક પર્ફેક્ટ કોમ્બિનેશન. જો તમારી પાસે ની-લેન્ગ્થ કુર્તી હોય તો તમે કેપ્રી સાથે પહેરી શકો, પરંતુ બેસ્ટલુક તો એન્કલ-લેન્ગ્થ ડેનિમ સાથે એન્કલ લેન્ગ્થની બ્લેક કુર્તી પહેરવાથી જ આવશે.

– જો તમારી પાસે શિફોનની બ્લેક કલરની એન્કલ-લેન્ગ્થ કુર્તી હોય તો એક ક્લાસિ કલુક આવી શકે. બ્લેક ટ્રાન્સપરન્ટ એન્કલ-લેન્ગ્થ કુર્તીમાં તમે અંદર કોઈ બીજા કલરનું કોન્ટ્રાસ્ટ ઇનર પહેરી શકો.

– સાડી સાથે બ્લેક કુર્તી પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે અને એની સાથે ગ્રેટફેશન-સેન્સની પણ જરૂર હોય છે. જો સાડી સાથે બ્લેક કુર્તી પહેરવી હોય તોએમાં સાઇડમાં લોન્ગ સ્લિટ હોવી જરૂરી છે. ક્રેપની જ્યોમેટ્રિક પ્રિન્ટની સાડી પહેરી એના પર કુર્તી પહેરવી. જે છેડો છે એને ભેગો કરી ગળામાં દુપટ્ટાની જેમ ડ્રેપ કરવો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક લેટેસ્ટ ફેશનની વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી