મીઠો લીમડો મટાડી દેશે તમારા કડવા કડવા દર્દો ને, આજથી જ ઉપાય શરુ કરો…

મીઠો લીમડો તમે આજસુધી દાળ ને શાક વઘારવા માટે જ વાપર્યો છે ક્યારેય વિચાર્યું છે કે આ લીમડા ની અંદર છુપાયેલા હશે તમારા આરોગ્ય ને લગતા બધા જ સવાલો ના જવાબ !!!!! આવો મારી સાથે થોડો પ્રકાશ પાડીએ તેના ગુણો પર…….

મીઠો લીમડો આપણે ઘરે દાળ અને શાક ના સ્વાદ માં વધારો કરવા માટે વાપરીએ છીએ. પણ તેને ખાવાથી ઘણા બધા રોગ ની સમસ્યા દૂર થાય છે. રોજ 6 થી 7 લીમડા ના પાન નું સેવન કરવું જોઈએ. મીઠો લીમડો ના સેવન થી પેટ સંબંધી બધા રોગ નું નિવારણ થાય છે. મીઠો લીમડો ખાવાથી વાળ કાળા થાય છે. મીઠો લીમડો ને ઘર ના આંગણા માં વાવવો વસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે. મીઠો લીમડો ની અંદર જિંક, કોપર, આયર્ન જેવા મિનરલ આવેલા હોય છે.

મીઠા લીમડા ના ફાયદાઓ:

ડાયાબિટીસ માટે:
 મીઠો લીમડામાં એંટી ડાયાબેટીક એજન્ટ હોય છે. મીઠો લીમડો શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ વધારે છે અને લોહીમાં શુગરની માત્રામાં ઘટાડો કરે છે. તેમાં આવેલા રેસાયુક્ત તત્વો પાન ડાયાબિટીસ માટે ફાયદાકારક છે.
 રોજ સવારમાં 6 થી 7 મીઠો લીમડાના પાનનું સેવન ખાલી પેટ કરવું જોઈએ. જો આ રીતે 3 મહિના સુધી સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ માટે બહાર થી ઇન્સ્યુલીન લેવું પડતું નથી. કારણકે જે કોશિકા ઇન્સ્યુલીનનું ઉત્પાદન કરે છે તેની શક્તિ મીઠો લીમડા ના સેવન થી જડપી બની જાય છે.

ડાયેરિયા ને રોકવામાં મદદરૂપ થાય :
 મીઠા લીમડા માં કાર્બાજોલ આલ્કેલોઇડ્સ હોય છે. તેના લીધે તેમાં એંટી બેક્ટેરિયલ અને એંટી ઇંફ્લામેટ્રી ગુણ હોય છે.જે પેટ માટે ખૂબ ફાયદાકારક છે. જે પીટ ને દૂર કરે છે.અને ડાયેરિયા થવા માટેનું મુખ્ય કારણ જ પીત છે॰
 જ્યારે ડાયેરિયા થાય હોય ત્યારે 8 થી 10 પાન ને પીસી ને છાશ સાથે દિવસમાં 2 વાર લેવાથી રાહત થાય છે.

નાક અને શરીર માં જમા થતો કફ ને રોકે છે.
 જો તમને કફ કે સાઇનસ હોય તો તેના માટે અકસીર ઈલાજ છે. મીઠા લીમડા માં વિટામિન એ અને વિટામિન સી હોય છે. તેમાં એંટી બેક્ટેરિયલ અને એંટી ફંગલ એજન્ટ હોય છે. જે જમા થયેલા કફ ને દૂર કરવામાં મદદ કરે છે.
 1 ચમચી મીઠા લીમડા ના પાવડર ને 1 ચમચી મધ સાથે ભેળવી ખાવાથી કફ દૂર થાય છે.

વાળ ના મૂળ ને મજબૂત બનાવે:
 વધારે કેમિકલ વાળા પ્રોડકસ અને પ્રદૂષણ ને લીધે વાળ ખરાબ થઈ જાય છે. પણ લીમડા માં વાળ ને જરૂરી એવ બધા જ પોષકતત્વો જોવા મળે છે. જો લીમડા ના પાન નો લેપ વાળ ના મૂળ માં લગાવાથી વાળ કાળા, મજબૂત અને લાંબા થાય છે.

લીવર ને મજબૂત બનાવે:
 જો તમે વધારે આલ્કોહોલ નું સેવન કર્તા હોય અથવા માછલી નો ખાવામાં ઉપયોગ કરતાં હોય તો તમારે રોજ 8 થી 10 પાન નું સેવન કરવું જોઈએ. આ પાન તમને ઓક્સિડેટિવ તણાવ થી બચાવે છે.
 1 કપ ઘી માં 5 પાન નાખી ગરમ કરી લેવું. પછી તેમાં દળેલી ખાંડ અને મારી નાખી થોડું ઉકાળી લેવું. ઠંડુ પડે પછી તેનું સેવન કરવું.

કેન્સર માટે
 તેમાં એંટી ઓક્સિડંટ તત્વો હોય છે. જે કેન્સર ની કોશિકા ને વધતી રોકવામાં મદદ કરે છે.

પિરિયડસમાં થતાં દુખાવા ને નિયંત્રિત કરે
 1 ચમચી મીઠા લીમડા નો પાવડર 1 ગ્લાસ નવશેકા પાણી સાથે દિવસમાં 2 વાર લેવાથી દુખાવામાં રાહત મળે છે.
લેખન સંકલન : પૂજા કથીરિયા
તો તમે ક્યારથી અને શેના માટે ઉપયોગ કરશો મીઠા લીમડાનો.
દરરોજ આવી અનેક ઉપયોગી અને અવનવી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી