ઓનલાઈન શોપિંગ કરતા સમયે ભૂલથી પણ ન કરતા આ ભૂલો…

દરેક શખ્સનું વર્કિંગ રહેવું, નોકરીના વધતા વર્કિંગ અવર્સને પગલે આજકાલ કોઈની પાસે શોપિંગનો સમય બચતો નથી. બદલતી લાઈફસ્ટાઈલને કારણે ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જનતાની માંગ પર શોપિંગ સાઈટ્સ મોટી મોટી ઓફર આપી રહી છે. વિશ્વસનીય બ્રાન્ડ, કે વિશ્વસનીય વેબસાઈટ પર તો લોકો આસાનીથી વસ્તુઓ ખરીદી લે છે. પરંતુ અનેક નવી સાઈટ પર સામાન ખરીદતા સમયે મોટાભાગના લોકો વિશ્વાસ કરી શક્તા નથી. ઓનલાઈન શોપિંગ કરતા સમયે કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેનાથી તમારા રૂપિયા બરબાદ ન થાય.

કેશ ઓન ડિલીવરીનો ઓપ્શન લો
કેશ ઓન ડિલીવરીનો ઓપ્શન હંમેશા વેબસાઈટ આપતી હોય છે. તેથી સારું એ થશે કે તેથી તમે તેનો ઉપયોગ કરતા જરા પણ ખચકાઓ નહિ. આવું કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે, તમને ઓનલાઈન પેમેન્ટ કરવાનું નથી હોતું. જેનાથી તમારા એકાઉન્ટની માહિતી હેક થવાનો ખતરો એકદમ ઓછો થઈ જાય છે.

પબ્લિક કમ્પ્યૂટરનો ઉપયોગ ન કરો
શોપિંગ કરતા સમયે તમારું પર્સનલ કોમ્પ્યુટર અથવા કોઈ અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, જેમ કે ફોન કે ટેબલેટનો ઉપયોગ કરો. ક્યારેય પણ પબ્લિક કોમ્પ્યુટર કે કોઈ ફ્રેન્ડના મોબાઈલનો, કે અન્ય કોઈ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવા માટે તેનો ઉપયોગ ન કરો.

બ્રાન્ડેડ વેબસાઈટ પરથી ખરીદી કરો
કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા સમયે એ બાબતનું હંમેશા ધ્યાન રાખો કે, એક બ્રાન્ડેડ મર્ચન્ટ પાસેથી જ ખરીદી કરો. અનેકવાર કંપનીઓ તમારી પર્સનલ માહિતી બીજી માર્કેટિંગ કે રિસર્ચ કંપનીઓ સાથે શેર કરવાની પોલિસી બનાવે છે, જેના વિશે તમને ખબર નથી હોતી. તમારી પર્સનલ માહિતી શેર થવાથી તમારા એકાઉન્ટની સુરક્ષા ખતરામાં પડી શકે છે.

મોટાભાગના લોકો પોતાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કોમન પાસવર્ડનો ઉપયોગ કરે છે. આવું ન કરવુ જોઈએ. જો કોઈ કોઈ હેકરને તમારા એક જ પાસવર્ડનો એક્સેસ મળી ગયો તો તે તમારા તમામ એકાઉન્ટ સુધી પહોંચી શકે છે. કેમ કે તમે દરેક જગ્યાએ એક જ પાસવર્ડ રાખ્યો હશે. વચ્યુઅલ વર્લ્ડમાં પોતાને સુરક્ષિત રાખવા માટે દરેક ટ્રાન્ઝેક્શન માટે અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ.

કંપનીની શરતોને બરાબર સમજી લો
કેટલીક સાઈટ નિશ્ચિત મૂલ્યની ખરીદારી પર ફ્રી ડિલીવરીની ઓફર આપે છે. ક્યારેક ફ્રી ડિલીવરીની સાથે કેટલીક શરતો પણ લખેલી હોય છે. જેના પર ગ્રાહકો ધ્યાન નથી આપતા અને બાદમાં તેમને વધારાની કિંમત ચૂકવવી પડે છે.

અજાણી સાઈટ પરથી શોપિંગ ન કરો

ઓનલાઈન ખરીદી કરતા સમયે ઈન્ટરનેટ સિક્યોરિટી બહુ જ જરૂરી છે. વિશ્વસનીય સાઈટથી જ શોપિંગ કરો. અજાણી સાઈટથી પેમેન્ટ કરવાથી તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે. તમે બાદમાં તેની રકમનું ક્લેમ પણ નહિ કરી શકશો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી