સુંદરતાથી દુનિયાને ઘાયલ કરનારી આ મિસ ઈન્ડિયા રસપ્રદ કહાની, જેને ભૂલવા માંગે છે દુનિયા

સુંદરતાનુ બીજું નામ મિસ ઈન્ડિયા, જે વિશ્વમાં પોતાની સુંદરતાથી લોકોને આકર્ષિત કરનારી ભારતની સુંદર મહિલાઓમાંથી એક હતી મિસ ઈન્ડિયા જેને આજે કોઈ યાદ પણ નથી કરતું. તે ખુબસુરત અને ટેલેન્ટની સાથે સાથે એક આર્મી ફેમિલીથી આવતી હતી અને તેણી લાઈફમાં છુપાયેલા કેટલાક રહસ્યો જલ્દી તેમણી ફેમિલી માટે મુસીબત બનવાના હતા.

બ્રિટનની એક પત્રિકામાં એક દિવસ 27 વર્ષની પૂર્વ મિસ ઈન્ડિયા વિશે ખબર છપાય હતા જેનાથી બ્રિટનને જ નહીં પણ ભારતને ઝટકો લાગ્યો હતો. તે સમાચાર 1982માં મિસ ઈન્ડિયા રહી ચૂકેલ પામોલા સિંહ વિશે હતા, તે સમાચારમાં કેટલાંક હાઈ પ્રોફાઈલ લોકોના નામ છપાયા હતા, જેના લીધે સૌથી વધુ ચર્ચામાં મિસ ઈન્ડિયા પામેલા સિંહનું નામ હતું.

1982માં મિસ ઈન્ડિયાનો તાજ જીતનારી પામેલા સિંહ એટલે કે મિસ ઈન્ડિયા પામેલા બોર્ડેસ એક મિડલ ક્લાસ હરિવાણવી ઝાટ પરિવારથી હતી. પિતા મેજેર મહેન્દ્ર સિંહ આર્મીમા હતા, જે 1962ની લડાઈમાં સહિદ થઈ ગયા હતા અને માતાનું નામ શંકુતલા હતું. કેટલાંક લોકોનું માનવું છે કે પામેલાના જન્મ પહેલા તેમણા પિતાનું મૃત્યુ થઈ ગયુ હતું. મેજર મહેન્દ્ર સિંહના મૃત્યુ પછી શંકુતલાએ ચંડીગઢની સરકારી કોલજ હોસ્ટેલમાં વોર્ડનની નોકરી કરવા લાગી.

એવું કહેવામાં આવે છે કે, મિસ ઈન્ડિયા પામેલા બોર્ડેસ નાનપણથી જીદ્દી અને અલગ સ્વભાવ હતો અને લોકોને ચોંકાવામાં તેમણે મજા આવતી હતી. સાથે તેણે પૈસાદાર લોકો સાથે મિત્રતા રાખવી વધારે પસંદ હતી. તેમજ પામેલાની લાપરવાહીની પાછળ તેણી માંને જવાબદાર માનવામાં આવતી હતી. પામેલાની એક ફ્રેન્ડે જણાવ્યું હતું કે, પામેલા માટે તેમી માં આંતકનું બીજુ નામ છે અને તેણે જણાવ્યું કે ગરમીમાં વેકેશનમાં પાછા આવ્યા બાદ પામેલાની માં તેને મારતી હતી.

વર્ષ 1989નો મિસ ઈન્ડિયા પામેલા બોર્ડેસ કેસ
1982 પછી પામેલા 7 વર્ષ પછી લાઈમલાઈટમાં આવી હતી. જ્યારે પામેલાના કેસનો ખુલાસો એક મેગેજીનમાં કરવામાં આવ્યો હતો ત્યારે પામેલા બોર્ડેસ નામની આ છોકરી દોહરી જીંદગી જીવે છે. સત્તારુઢ ટોરી પાર્ટીના એક સાંસદની રિસર્ચ આસિસ્ટન્ટના રૂપમાં અને બીજી તરફ હાઈ પ્રોફાઈલ કોલ ગર્લના રૂપમાં

તેનાથી બ્રિટન સરકાર સાથે જોડાયેલ કેટલાંક નામ સામે આવ્યા હતા જે મિસ ઈન્ડિયા બોર્ડેસના ગ્રાહકોમાં સામેલ હતા. તેમાં માત્ર ટોરી સાંસદ જ નહીં, બે તાકાતવર હેસિયત વાળા એડિટર, ઈન્ટરનેશનલ લેવલના હથિયાર ડીલર, એક કેબિનેટ મંત્રી અને એક પ્રમુખ લીબિયાઈ ખુફિયા ઓફિસર પણ સામેલ હતો.

તેના પછી મિસ ઈન્ડિયા પામેલા બોર્ડેસેની ગ્લેમરસ તસવીરો અને મસાલેદાર સમાચાર બ્રિટિશ અખબારમાં છપાતા ગયા. એક મેગેજીને દાવો કર્યો હતો કે પામેલા સામાન્ય દિવસમાં 500 પાઉન્ડ અને વિકએન્ડમાં 2000 પાઉન્ડમાં તેણા રિપોર્ટર સાથે ઉંઘવા માટે તૈયાર થઈ ગઈ હતી.

તેવું પણ કહેવામાં આવે છે, જ્યારે આ કિસ્સો ચર્ચામાં આવ્યા ત્યારે પામેલા ગાયબ થઈ ગઈ હતી અને પોતાના મિત્રો ડિવિજ સુલિવાન જે અશ્લીલ સ્ટોરીનો લેખક હતો તેના દ્વારા કહેવાડ્યું હતું કે, તે આશ્ચર્યજનક રહસ્યો જાણે છે, જેનાથી બ્રિટનની સરકારને જોરદાર ફટકો પડી શકે છે. અને આ રહ્સ્યોને ખોલવા માટે તેણે પૈસાની માંગણી કરી હતી. પામેલા અને તેની સાથે જોડાયેલા કેટલાંક કિસ્સાઓ તે સમયમાં અખબારથી લઈને સંસદ સુધી ચર્ચામાં હતા.

1982માં મિસ ઈન્ડિયા બન્યા પછી ભારતીય મોડલ ન્યૂયોર્ક જતી રહી હતી. કહેવામાં આવે છે કે, ત્યાં તે સાઉદી અરબના બદનામ વેપારી અદનાન ખશોગીના સંપર્કમાં આવી. અદનાન એક સમયમાં દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ હતો. કેટલાંક લોકોનું માનવું છે કે, ખાશોગી સાથે તેની મુલાકાચ વિવાદિત ધર્મગુરુ ચંદ્રાસ્વામીએ કરાવી હતી. તે સમયે કતારના એક અમીર સાથે તેની મુલાકાત થઈ હતી. તે સમયે આ વાતની ચર્ચા બહુ થઈ હતી કે બંને અમીરોમાં પામેલાને પોતાની પાસે રાખવા માટે હરિફાય લાગી હતી.

પામેલા સિંહથી પામેલા બોર્ડેસની સફર-
ન્યૂયોર્ક થી જાપાન અને જાપાનથી પામેલા લંડન પહોંચી હતી. ત્યાં એક હથિયારી વેપારી સાછે તેની મુલાકાત થઈ હતી જે પેરિસથી ઓપરેટ કરતો હતો. તેના દ્વારા રિકોર્ડ પ્રોડ્યૂસર ડોમિનિક બોર્ડેસે સાથે મળી હતી અને જૂન 1984માં તેણે લગ્ન કરી લીધા હતા. આ રીતે પામેલા સિંહમાંથી પામેલા બોર્ડેસે થઈ ગઈ.

ડોમિનિક બોર્ડેસે તે સમયે કહ્યુ હતુ કે, તે સમયે તેણે હથિયારાના ડિલરથી બચવા માટે પામેલાએ લગ્ન કરવા માટે ડોમિનિકને રિકવેસ્ટ કરી હતી. તે એક સિમપ્લ લાઈફ જીવે છે, જ્યારે પામેલામાં હાઉસવાઈફ જેવી કોઈ વાત જ નહતી. એટલે સુધી કે પાંચ વર્ષ પહેલા પણ પામેલા પાસે પૈસા અને મોંધા ડ્રેસ હતા. તે સમયે ડોમિનિકને ખ્યાલ ન હતો કે તે પૈસા ક્યાંથી લાવે છે. પરંતુ ડોમિનિક હવે પામેલાને સારી રીતે ઓળખી ગયો હતો, તે દુનિયાદારીમાં માહિર હતી. તે ભારતીય મહિલા જેવી બિલ્કુલ ન હતી.

એન્ડયૂ નીલ અને પામેલા

મેલા ‘ધ સન્ડે ટાઈમ્સ’ ના કુંવારા એડિટર એડ્રયૂ નીલને પહેલી વખત લંડનની એક નાઈટ ક્લબ પાર્ટીમાં મળી હતી. નીલ દ્વારા પામેલા હાઈ ક્લાસ સોસાયટીમાં પહોચવા માંગતી હતી એટલા માટે નીલ સાથે સંબંધો તોડવાનું તેને મંજૂર ન હતું એટલા માટે તેણે ગુસ્સામાં આવીને નીલના કપડા ફાડી નાખ્યા હતા અને બદલો લેવા માટે એક અખબાર ‘ધ ઓબ્ઝર્વર’ ના એડિટર ડોનાલ્ડ ટ્રેલફોર્ડ સાથે મિત્રતા કરી લીધી હતી, તે સમયે ઘણી વાતો કહેવામાં આવી હતી. આમ તો નીલ અને પામેલા બંનેના સંબંધો ખાલી ત્રણ મહિના સુધી ચાલ્યા હતા.

સંસદ અને ચર્ચાઓ-
થોડાક દિવસ બાદ પામેલા બોડરૂમના એડિટર માર્ક બર્કા દ્વારા સાંસદ ડેવિડ શોને મળી હતી. શો બ્રિટનની સંસદમાથી મળનાર પોતાના કોટાને પહેલાથી જ ત્રણ ભાગ પાડી દીધા હતા. એટલા માટે તેમણે પોતાની પાર્ટીમાં એક સાંસદ હેનરી બલિધમથી પામેલાને પાસ આપવાનું કહ્યું જેથી રિસર્ચમાં તે તેમણી મદદ કરી શકે. તેના પછી આખો મામલો સુરક્ષા ઘોટાળો બની ગયો. દરેક જગ્યાએ પામેલાની ચર્ચા થવા લાગી, પરંતુ ન તો ડોમિનિક બોર્ડેસ તેણા બચાવમાં આવ્યો કે ન તો સાંસદ માર્ક બર્કા.

આ ઘટના પછી પામેલા ગાયબ થઈ ગઈ હતી. કહેવામાં આવે છે કે 2010ની આસપાસ તે ગોવામાં જોવા મળી હતી, જ્યા પ્રોફેશનલ ફોટોગ્રાફર બનીને કામ કરી રહી હતી, હવે તે એક શાંત અને સરળ જીંદગી જીવી રહી છે. હવે તો આ કિસ્સો પૂરો થવા આવ્યો છે. પણ અત્યારે મિસ ઈન્ડિયા પામેલા બોર્ડેસે એક સામાન્ય જીંદગી જીવી રહી છે.

આવી જ રોચક અને રસપ્રદ વાતો વાંચવા માટે લાઈક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી