આ મહિલા જાડી હોવાથી મંગેતરે તરછોડી, અને પછી જીતી ગઇ ખૂબસુરતીનો એવોર્ડ

ફેટ ટુ ફીટ એન્ડ વિન બ્યુટી એવોર્ડ

image source

૩ વર્ષ પહેલા પોતાના પરણેતર સાથે બ્રેકઅપ પછી જેનએ વજન ઘટાડવાનો નિર્ણય કરી લીધો અને એના માટે તેમણે હેલ્ધી ડાયટની સાથે જીમ જવાનું પણ શરુ કર્યું.

‘મિસ ગ્રેટ બ્રિટન’નો ખિતાબ જીતનાર જેન એટકીનનું તેમના પરણેતરએ આવા કારણથી સંબંધ તોડી દીધો હતો કેમકે તે ખુબજ વધારે બહારનું ખાવાનું ખાતી હતી અને ખુબ જ જાડી હતી. ત્રણ વર્ષ પહેલા પોતાના પરણેતર સાથે સંબંધ ખત્મ થયા પછી જેનએ વજન ઘટાડવાનું નક્કી કરી લીધું અને હવે તે ‘મિસ ગ્રેટ બ્રિટન’ છે. ડેલી મેલની એક રીપોર્ટ મુજબ, ૨૬ વર્ષની જેન, ઇંગ્લેન્ડના Ulcebyમાં રહે છે.

image source

ત્રણ વર્ષ પહેલા પોતાના પરણેતરથી બ્રેકઅપ થઈ ગયા પછી જેનએ વજન ઘટાડવાનો નિર્ણય કર્યો અને તેના માટે તેમણે હેલ્ધી ડાયટની સાથે જીમ જવાનું પણ શરુ કર્યું. ૨ વર્ષ પછી તેમણે બ્યુટી પેજેન્ટ્સમાં ભાગ લેવાનું શરુ કર્યું. સૌથી પહેલા તેમણે ‘મિસ સ્ક્ન્થોરપે’નો ખિતાબ જીત્યો. ત્યાર પછી જેનએ ‘મિસ ઇંગ્લેન્ડ ૨૦૧૮’માં ભાગ લીધો અને એમાં તેઓ ફર્સ્ટ રનરઅપ રહી. ત્યાર બાદ તેમણે કેટલાક સમય માટે બ્યુટી પેજેન્ટ માંથી બ્રેક લેવાનું વિચાર્યું હતું પરંતુ પછીથઈ તેમણે ‘૭૫મા ગ્રેટ બ્રિટન’માં પણ પાર્ટીસીપેટ કર્યું.

image source

છેલ્લા અઠવાડિયે ઈંગ્લેન્ડના લેસ્ટરમાં તેનો ફિનાલે આયોજિત કરવામાં આવ્યું હતું, જ્યાં જેનને ‘મિસ ગ્રેટ બ્રિટન’ના ખિતાબને પોતાના નામે કર્યો. આ ખિતાબ જીત્યા પછી, જેનએ ડેલી મેલ સાથે વાત કરતા કહે છે કે, “ હું પોતાની જીતને લઈને હજી પણ આશ્ચર્યમાં છું. મારી પાસે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે શબ્દ નથી. હું સાચું બોલું તો મને હજી સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો. ત્રણ વર્ષ પહેલા મેં ‘મિસ ગ્રેટ બ્રિટન’ જીતવાનું વિચારી નહોતી શકતી.” પોતાની વાત પૂરી કરતા જેનએ કહે છે, ‘મહેનતનું ફળ જરૂર મળે છે.’

image source

જેનએ કહ્યું, “ ‘મિસ ગ્રેટ બ્રિટન’ જીતવાની સાથે જ મારા લાંબા અને મુશ્કેલ સફર ખત્મ થઈ ગયો છે. જો કે મારું શરીર જરૂર બદલાયું છે પરંતુ મારી પર્સનાલીટીના આધાર પર મને આ ખિતાબ આપ્યો છે.”

image source

જેનએ પોતાના બ્રેકઅપથી પહેલા તે કેવી હતી એના વિષે પણ જણાવ્યું છે. તેઓનું કેહવું છે કે, “હું તે સમયે ખુબ જ વધારે પાસ્તા અને પિઝ્ઝા ખાધા કરતી હતી અને ત્યાર પછી હું એકલી જ ફેમીલી સાઈઝની ચોકલેટ પણ ખાઈ લેતી હતી. વીકેન્ડ્સ પર અમે મોટાભાગે સોફા પર બેસીને એકસાથે ભોજન કરતા હતા. પરંતુ જે દિવસે તેણે મને છોડી તો મને લાગ્યું કે મારી દુનિયા ખત્મ જ થઈ ગઈ. હું કેટલાક અઠવાડિયાઓ સુધી રડી પરંતુ મારી સાથે તે સમયે જે થયું તે ખુબ જ સારું થયું. મેં ત્યાર પછી પોતાના પર કામ કરવાનું શરુ કર્યું અને ક્યારેય પણ પાછળ ફરીને જોયું નહી.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ