સારા અલી ખાનના ભાઇની લેટેસ્ટ તસવીરો થઇ વાયરલ, તમે જોઇ કે નહિં?

સૈફની કાર્બન કોપી

image source

બોલીવુડ એકટર સૈફ અલી ખાનની જેમ તેમના બાળકો પણ મોટાભાગે ચર્ચામાં બન્યા રહે છે પછી તે ભલે દીકરા તૈમુર અલી ખાન હોય કે પછી દીકરી સારા અલી ખાન કે પછી મોટો દીકરો ઈબ્રાહીમ અલી ખાન. એકવાર ફરીથી ઈબ્રાહીમ અલી ખાન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને તેનું કારણ છે ઈબ્રાહીમ અલી ખાનના નવા ફોટોશુટની ફોટોઝ.

image source

ખરેખરમાં ઈબ્રાહીમ અલી ખાને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાના નવા ફોટોશુટના કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા છે. ઈબ્રાહીમ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ફોટોઝમાં ઈબ્રાહીમ અલી ખાન પોતાના પિતા સૈફ અલી ખાનની જેમ દેખાઈ રહ્યો છે. ઈબ્રાહીમ અલી ખાનની આ ફોટોઝ પર કમેન્ટ કરતા ફેંસે તેની તુલના સૈફ અલી ખાન સાથે કરી રહ્યા છે. એક ફેનએ કમેન્ટ કરીને પૂછ્યું કે, ‘સૈફ, શું આ તમે છો?.’

એક અન્ય ફેન કમેન્ટ કરીને લખે છે કે, ‘લાગે છે કે સૈફનો ફરીથી જન્મ થયો છે.’ જ્યાં એક બાજુ ફેંસ સૈફ અલી ખાન સાથે ઈબ્રાહીમ અલી ખાનની સરખામણી કરી રહ્યા છે, ત્યાં જ બીજી બાજુ ઈબ્રાહીમ અલી ખાનના વખાણ પણ કરી રહ્યા છે. ફેંસનું કહેવું છે કે ઈબ્રાહીમ ખુબ હેન્ડસમ છે અને તેની જોં લાઈન (jaw line) એકદમ પરફેક્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi) on

આપને જણાવીએ કે ઈબ્રાહીમ અલી ખાન પોતાની મોટી બહેન સારા અલી ખાનની વધારે નજીક છે. થોડાક દિવસો પહેલા ઈબ્રાહીમ અલી ખાન પોતાની બહેન સારા અલી ખાન અને માં અમૃતા સિંહની સાથે માલદીવમાં રજાઓ વિતાવવા ગયા હતા. જ્યાંના તેઓના કેટલાક ફોટોઝ સામે આવ્યા હતા. ઈબ્રાહીમ અલી ખાન ક્રિકેટનો શોખ ધરાવે છે અને ઘણીવાર તેઓ ક્રિકેટ રમતા જોવા મળી આવ્યા છે અને મોટાભાગે ઈબ્રાહીમ અલી ખાનના વિડીયો અને ફોટોઝ સામે આવતા રહે છે.

image source

આપને જણાવીએ કે સારા અલી ખાને એક ઇન્ટરવ્યુમાં આ ખુલાસો કર્યો હતો કે ઈબ્રાહીમ બોલીવુડમાં ડેબ્યુ કરવા ઈચ્છે છે. ત્યાં જ સૈફ અલી ખાને પણ ઈબ્રાહિમના બોલીવુડના ડેબ્યુને લઈને વાત કરી હતી, ‘તેણે બોલીવુડમાં ડેબ્યુ કરવું જોઈએ તે મારા કરતા વધારે સારો દેખાય છે. તે ખુબ જ ચાર્મિંગ છે. મને લાગે છે કે મારા બધા બાળકોને એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ રહેશે.’

તૈમુર અલી ખાન અને સૈફ અલી ખાનના આ ફોટોઝ જોઇને એક વાર માટે તો એવું લાગશે કે જાણે તૈમુરના જ બે ફોટાને સાથે રાખીને કોલાર્જ બનાવી દેવામાં આવ્યું હોય.

તૈમુર અલી ખાનના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવતી વસ્તુઓમાંથી એક છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના દીકરા તૈમુર અલી ખાનની ક્યુટ ફોટો સોશિયલ મીડિયા પર એટલા બધા લોકપ્રિય છે કે તૈમુરના નામથી જ ઘણા બધા અકાઉંટ બની ગયા છે. આ અકાઉંટસ પર સૈફના દીકરા તૈમુરના ફોટો જ શેર કરવામાં આવે છે. આ બધાની વચ્ચે ચર્ચામાં છે એક એવો ફોટો જેને જોઇને એકવાર તો આપ પણ ભરોસો નહી કરી શકો.

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi) on

ફોટો જોઇને એક નજરમાં એવું લાગે છે કે, તૈમુરના બે ફોટાનો કોલાર્જ બનાવવામાં આવ્યો છે પરંતુ આપ ભ્રમમાં છો. ડાબી બાજુ જે ફોટો છે તે સૈફ અલી ખાનના નાનપણનો ફોટો છે. જયારે જમણી બાજુનો ફોટો તૈમુર અલી ખાનનો છે. જી હા, તૈમુર અલી ખાનની આંખો થી લઈને હેર સ્ટાઈલ સુધી બધી જ રીતે પોતાના પપ્પાની કાર્બન કોપી જોવા મળે છે. આ ફોટોને ઘણા વધારે લાઈક મળ્યા છે અને તેને શેર પણ કરવામાં આવી રહ્યા છે. લાખો લોકો આ ફોટોને લાઈક કરી લીધો છે.

image source

આપને જણાવી દઈએ કે આ વર્ષે સૈફ-કરીનાના દીકરા તૈમુરએ મજા લઈને હોળી રમ્યો છે. ઈનાયાની સાથે તૈમૂરની રંગો સાથે રમતા ફોટોઝ ખુબ વાયરલ થયા છે. આપને જણાવી દઈએ કે તૈમુર સિવાય પાછળના કેટલાક દિવસોમાં સૈફ અલી ખાનના મોટા દીકરા ઈબ્રાહીમ અલી ખાનના ફોટો પણ વાયરલ થયા હતા જેમાં ઈબ્રાહીમ અને સૈફના યુવાનીના ફોટોમાં સમાનતાઓ બતાવવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ