મીરા રાજપૂત બ્યુટી પ્રોડક્ટ્સ કરતા આ ઘરેલું નુસ્ખાઓનો કરે છે વધારે ઉપયોગ, જાણી લો આ બ્યુટી ટીપ્સ તમે પણ…

મિત્રો, મીરા રાજપૂત કપૂરના અનેકવિધ અહેવાલો તમે વાંચ્યા હશે, જે તેમના લુક અને સ્ટાઇલ પર આધારિત છે. તે હંમેશા પોતાની ત્વચા અને વાળ માટે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરે છે અને તમામ રાસાયણિક ઉત્પાદનોથી દૂર રહે છે, જે તેની ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી શકે છે.

image source

એકવાર તેણે કહ્યું કે, તે બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી નથી પરંતુ, તે પોતાની સુંદરતા નિખારવા માટે ઘરેલુ ઉપચાર પર વિશ્વાસ રાખે છે. આજે અમે તેમની જીવનશૈલીથી પ્રેરિત કેટલાક નેચરલ માસ્ક લઇને આવ્યા છીએ જેનો ઉપયોગ તમે તમારી ત્વચા અને વાળની સંભાળ માટે કરી શકો છો.

હની એન્ડ હલ્દી માસ્ક :

image source

મીરા પોતાના ચહેરાની ચમક વધારવા માટે આ ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરે છે. આ માસ્ક તૈયાર કરવા માટે તમારે થોડુ મધ અને હળદરની જરૂર પડે છે. મધ એ પ્રાકૃતિક હ્યુમક્ટન્ટ તરીકે કામ કરે છે જ્યારે હળદર એ મૃત ત્વચાને દૂર કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. મીરા તેનો ઉપયોગ ખીલવાળી ત્વચાને ઠીક કરવા માટે કરે છે.

કાચા દૂધનુ ટોનર :

image source

મીરાએ એકવાર કહ્યુ હતુ કે, તે સનબર્ન, શુષ્ક ત્વચા અને બિનઆરોગ્યપ્રદ ત્વચાને ઠીક કરવા માટે કાચા દૂધનો ઉપયોગ કરે છે. કાચા દૂધનો ટોનર તરીકે ઉપયોગ કરવા માટે સૌથી પહેલા રૂ ની મદદથી તમારા ચહેરા પર કાચુ દૂધ લગાવો અને તે સૂકાયા પછી ઠંડા પાણીથી ધોઈ લો. દૂધમાં રહેલુ લેક્ટિક એસિડ તમારા ચેહરાની ચમકમા વૃદ્ધિ લાવે છે.

બેસિલ :

image source

મીરા જણાવે છે કે, જ્યારે પણ તેમને ખીલ થાય છે ત્યારે તેઓ બેસિલનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે પહેલા તેને પાણીમા પલાળીને પછી તેને મોઢાની ઉપર લગાવો. તેની અંદર પુષ્કળ માત્રામા એન્ટિ-ઇન્ફ્લેટેબલ ગુણતત્વો સમાવિષ્ટ છે, જે મોઢા પર રહેલા ખીલની સમસ્યામાંથી રાહત આપે છે.

કોકોનટ ઓઈલ એન્ડ ગુડહલ પુષ્પ :

image source

આ ઘરેલુ ઉપચાર અજમાવવા માટે તમારી પાસે ૭ થી ૮ ગુડહલના પાન, ૨ ગુડહાલના ફૂલ, નારિયેળ તેલ, કરીપતા, આમળા પાવડર, મેથી અને નીમ પાવડર હોવા જોઈએ. આ બધાને એકસાથે ઉકાળો અને ત્યારબાદ તેને ઠંડુ કરીને તમારા વાળમાં લગાવો. તેને વાળમાં લગાવતા પહેલા તેમા બ્રાહ્મી મિક્સ કરો.

અળસીના બીજનુ જેલ :

image source

અડધો કપ અળસીના બીજને પાણીમાં ઉકાળીને પછી તેને ફિલ્ટર કરી લો. ત્યારબાદ આ પેસ્ટનુ જેલ બનાવીને તેને પોતાના વાળમા લગાવો. આ જેલ તમારા વાળને સાફ રાખે છે અને મજબુત બનાવે છે.