આ પ્રાચીન કિલ્લામાં છુપાયેલો છે ચમત્કારિક ” પારસ પથ્થર “, જાણો શું થાય છે તેને સ્પર્શ કરવાથી..

દુનિયાભરમાં એવી કેટલીયે ચીજવસ્તુઓ આવેલી છે જે સામાન્ય ચીજ વસ્તુઓથી બિલકૂલ અલગ હોય છે અને જેમાં કોઈ બાહ્ય ચમત્કારિક શક્તિ જોડાયેલી હોય એવું નજરે પ્રતીત થાય.

image source

આવી ચીજવસ્તુઓ પૈકી એક ચમત્કારિક પથ્થર પણ છે જેને ” પારસ પથ્થર ” થી પણ ઓળખવામાં આવે છે. આ પારસ પથ્થરની ખાસિયત અંગે સૌથી વધુ પ્રચલિત વાયકા મુજબ પારસ પથ્થરના સ્પર્શ વડે લોખંડને પણ સવર્ણ એટલે કે સોનું બનાવી શકાય છે.

જો કે એવો પારસ પથ્થર કયાં પ્રાપ્ત થાય છે એના વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. પરંતુ લોકજીભે પ્રચલિત વાયકાઓ મુજબ ભારતમાં આવેલા એક પ્રાચીન કિલ્લામાં આ પથ્થર છુપાયેલો છે.

image source

ભારતના અગ્રીમ શહેર એવા ભોપાલથી 50 કિલોમીટર દૂર આવેલા રાયસેનના કિલ્લામાં ક્યાંક એક પારસ પથ્થર છુપાયેલો હોવાનું મનાય છે. કહેવાય છે કેનઅહીંના રાજા પાસે આ પથ્થર હતો એટલું જ નહીં પણ આ પથ્થર માટે અનેક યુદ્ધો પણ થયા. એક વખત એક યુદ્ધ દરમિયાન જ્યારે રાજાને લાગ્યું કે તેઓ યુદ્ધ હારવા પર છે તો તેમણે આ પથ્થરને કિલ્લામાં જ આવેલા એક તળાવમાં ફેંકી દીધો.

image source

તળાવમાં પારસ પથ્થરને ફેંકવાની વાત રાજાએ કોઈને પણ કહી નહીં અને યુદ્ધ બાદના અરસા દરમિયાન રાજાનું મૃત્યુ થઈ ગયું અને ત્યારબાદ ધીરે ધીરે આ કિલ્લો પણ વેરાન થઈ ગયો. રાજાના મૃત્યુ બાદ અન્ય રાજાઓએ પણ કિલ્લામાં પારસ પથ્થર માટે ખોદકામ કરાવ્યું પણ કોઈને આ પથ્થર શોધવામાં સફળતા ન મળી.

image source

આજના સમયમાં પણ ઘણા લોકો આ કિલ્લામાં રાત્રીના સમયે તાંત્રિકો સાથે જાય છે અને પથ્થર મેળવવા નિષ્ફળ પ્રયાસો કરે છે. એવું પણ કહેવાય છે કે જે લોકો આ પથ્થર મેળવવાના હેતુથી આ કિલ્લામાં જાય છે તેઓ બાદમાં પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે. એવી પણ વાયકા છે કે આ પારસ પથ્થરની રક્ષા એક જિન્નાત કરી રહ્યું છે જેથી કોઈ આ પથ્થર મેળવી શક્યું નથી.

image source

જો કે બીજીબાજુ પુરાતત્વ વિભાગને આ કિલ્લામાં એવા કોઈ પુરાવા હજુ સુધી હાથ નથી લાગ્યા કે જેનાથી કિલ્લામાં પારસ પથ્થર હોવાની શક્યતાને સમર્થન મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ