કભી ટચ કિયા રે… – પ્રેમી યુગલ જયારે જાહેરમાં એકબીજાને ટચ કરે છે… વાંચો અને મર્યાદા સમજો…

કભી ટચ કિયા રે...

હેન્ડસમ હન્ક શમીકે આજે યંગિસ્તાનના ફેવરિટ ફેસ્ટિવલ વેલેન્ટાઇનની વિશિષ્ટ ઉજ‌વણી માટે પોતાની પ્રિન્સેસ શર્મિલી સાથે પહેલી વાર ડિસ્કોથેકમાં જાય છે. ઉન્માદ જગાવતા મ્યુઝિક અને માદક રંગીન પ્રકાશમાં તે બોલ ડાન્સ અને સાલસા ડાન્સ કરતી વખતે સ્વીટ એન્જલ શર્મિલીની કમનીય કાયાને જ્યારે ટચ કરે છે ત્યારે તેના રોમ રોમમાં ગજબની ઝણઝણાટી વ્યાપી જાય છે. તેના દિલમાં લાગણીનો જબરદસ્ત ઉછાળ આવે છે, પણ શર્મિલી રિસ્પોન્સિવ અને એક્સ્પ્રેસિવ બનવાને બદલે શરમની મારી કોકડું વળી જાય છે. તેના તરફથી મ‌ળેલો આવો અકલ્પ્ય પ્રતિસાદ શમીકના ઉત્સાહ પર ઠંડું પાણી ફેરવી દે છે.
આ કારણસર તેનો આખો મૂડસ્વિંગ થાય છે અને અચાનક તે પાર્ટનર દૂર થઇ જાય છે. શર્મિલી પોતાની શરમ છોડીને ડાન્સિંગ ડોલ બની રહે એવી તેની અપેક્ષા છે. પણ આ શું? શર્મિલીનું શાય બીહેવિયર તેને અકળાવી મૂકે છે. રૂઠેલા રાજાને મનાવવા માટે શર્મિલી તેની નજીક જવાનો પ્રયાસ કરે છે.
તે હળવેકથી શમીકને કાનમાં કહે છે, ‘શમીક, સોરી યાર. તારી મારી પાસેથી અપેક્ષા કંઇક જુદી જ હતી પણ તું માને છે એવી બિન્દાસ્ત બેબી નથી બની શકતી. મને પણ તારી સાથે ઊછળકૂદ કરવાનું મન થાય છે પણ શરમ અને સંસ્કાર આડા આવે છે. તેને હું કેમેય કરીને એવોઇડ નથી કરી શકતી. તારો મર્દાના સ્પર્શ પામીને મારું મન પણ મોરની માફક થનગની ઊઠ્યું છે પણ પબ્લિકલી આવું કરતાં હું સખત હેઝિટેટ થાવ છું. એટલે પ્લીઝ તું ખોટું નહીં લગાડ અત્યારે. આઇ પ્રોમીસ કે આપણે જ્યારે મનગમતા એકાંતમાં મળીશું ત્યારે તને ફરિયાદ કરવાનો એક ચાન્સ નહીં આપું, ઓકે?. ચાલ, હું તારા માટે ભાવતી ચોકલેટ લાવી છું તે રીસ છોડીને ખાઇ લે અને મને પણ ખવડાવી દે.’ આ રીતે આ લવબર્ડનો વેલેન્ટાઇન ડે ઊજવાઇ રહ્યો છે.
અમીરાત: દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

-જવાહર બક્ષી

લેખક : મીરાં ત્રિવેદી

દરરોજ આવી અનેક નાની નાની સમજવા જેવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી