ચોકલેટ પ્રેમીઓ ખાસ અમે લાવ્યા છીએ આ ચોકલેટનું નવું જ વર્જન – મિલ્કી રોક્સ , તો બનાવો ખાઓ ને મસ્ત રહો !!…

મિલ્કી રોક્સ

હંમેશા બહારની જ ચોકલેટ ધ્યાન ખેંચે એવું ના હોય.. આપણેે થોડી મહેનત લઈએ તો હોમમેડ ચોકલેટ્સમાં પણ નવી વેરાઇટીઝ થઇ શકે. આજકાલ બધા ઘરે ચોકલેટ્સ બનાવતા થઇ ગયા છે અને Chocolate is my love.. એમ કહું તો ચાલે. ચોકલેટ મેકિંગ કરવાની મને તો બહુ મજા પડે. કરેલા પ્રયોગ જો સફળ રહે તો એક નવી રેસિપી મળે.. બરાબર ને??

આજે આપણે મિલ્કી રોક્સ બનાવવા જઈ રહ્યા છીએ. આ ચોકલેટ્સમાં મોલ્ડ વાપરવાની બિલકુલ જરૂર નથી. ફટાફટ તૈયાર થઈ જતી આ ચોકલેટ્સ બાળકો પણ બનાવી શકશે. મારી એવી ઈચ્છા છે કે તમે જરૂર હોય ત્યાં જ બાળકોને મદદ કરજો , બાકીનું એ લોકો આરામથી સંભાળી લેશે.. એટલે જયારે સ્કુલ ખૂલે ત્યારે હોંશે હોંશે એ બધા મમ્મીએ આપેલા પ્રોજેક્ટની વાત મિત્રોને કરશે. આવી Happiness બાળકોનો આત્મવિશ્વાસ વધારશે.

સામગ્રી:

  • વ્હાઇટ ચોકલેટ સ્લેબ,
  • બટરસ્કોચ ક્રન્ચ

સજાવવા માટે:

  • ડાર્ક ચોકલેટના ડેકોરેટિવ લિવ્ઝ/ સ્ટાર્સ* *(ઓપ્શનલ)

રીત:

– ડબલ બોઇલરમાં વ્હાઇટ ચોકલેટ મેલ્ટ કરો અને સતત હલાવો. – પછી એ ચોકલેટવાળા વાસણને પ્લેટફોર્મ પર મૂકીને હલાવતા રહો અને ધીમે ધીમે બટરસ્કોચ ક્રન્ચ એડ કરીને વ્યવસ્થિત મિક્સ કરો.
– હવે ચમચીથી થોડી ચોકલેટ લો અને ડીશમાં ટ્રાન્સફર કરો. આમ બધા રોક્સ બનાવી લો. અને ચોકલેટ્સને ફિજમાં મૂકો. ચોકલેટ્સ સેમી સેટ થાય એટલે એમાં ડાર્ક ચોકલેટના લિવ્ઝ મૂકીને ફરીથી ફ્રિજમાં અડધી કલાક માટે સેટ કરો.
– બધા રોક્સ તૈયાર થઇ જાય એટલે carefully ઉખેડીને સર્વિંગ ડીશમાં મૂકો. Milky Rocks are readyyy… yippeeeee.. Have it.. whenever.. wherever..

ફૂડ ફેક્ટ:
વ્હાઇટ ચોકલેટનો સ્લેબ જરૂર હોય ત્યારે જ ખરીદવો. કારણકે એની એટલી લાઈફ નથી હોતી.

ટિપ્સ:
– બટરસ્કોચ ક્રંચને બદલે બદામના ટુકડા પણ લઇ શકાય છે. સ્વાદમાં એ ચોકલેટ્સ પણ ખૂબ સારી લાગશે.
– જો તમે બીગીનર છો તો વ્હાઇટ ચોકલેટને બદલે ડાર્ક ચોકલેટના રોક્સ બનાવવાનો પહેલા પ્રયત્ન કરજો.

સર્વિંગ સજેશન:
મેં મિલ્કી રોક્સની સાથે Marble Chocolates સર્વ કરી છે. જો તમે ઈચ્છો તો બાજુમાં ફ્રેશ સ્ટ્રોબેરીઝ મૂકી શકો.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી