દૂધ ના “થાબડી પેંડા” – હવે ઘરે જ બનાવો..

 

“થાબડી પેંડા”

સામગ્રીઃ

 • એક લીટર દૂધ,
 • ૨૦૦ ગ્રામ ખાંડ
 • ૨૦૦ ગ્રામ દહીં
 • ૧૦ ગ્રામ એલચી
 • ૨૫ ગ્રામ બદામ્-પિસ્તા

રીતઃ

 • સૌ પ્રથમ એક લીટર દૂધ લો.
 • તેને ગેસ પર મુકી સતત હલાવી જાડુ રબડી જેવુ બનાવો.
 • ત્યારબાદ ૨૦૦ ગ્રામ દહીં નાખતા દૂધ – પાણી અલગ પડશે.
 • પાણી બળી જવા આવે એટલે તેમાં ૨૦૦ ગ્રામ ખાંડ નાખી પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી તેમાં એલચી,બદામ,પિસ્તા નાખવા.
 • ત્યારબાદ તેને ફ્રિઝ મા ઠંડુ કરવા મુકી દો.
 • ઠંડુ પડી જાય એટલે મનપસંદ આકારમાં ચોસલા પાડી લો. ગોળ કરશો તો પેંડા થશે!

તો આ થઈ આપની મનપસંદ મિઠાઈ – દૂધની બરફી/થાબડી!

Courtesy: Heena Kachchhi, Ahmedabad

શેર કરો આ વાનગી તમારા પ્રસાદઘેલા મિત્રો સાથે.

ટીપ્પણી