માઇલ્ડ શેમ્પૂ વાપરવાના છે અનેક ફાયદાઓ, જાણો અને આ રીતે કરો તમે પણ ઉપયોગ

માઇલ્ડ શેમ્પુ વાપરવાથી થશે લાભ જ લાભ

image source

આપણા શરીરમાં આપણે જે અંગ પર સૌથી વધારે ધ્યાન આપતા હોય તો તે છે ચહેરો અને ત્યાર બાદ નંબર આવે છે તમારા વાળનો. તમારા વાળ તમારા ચહેરાને સુંદર બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ તે વાળની સંભાળ રાખવામાં આપણે ઘણી વાર થાપ ખાઈ જતા હોઈએ છે.

તેને આપણે અઠવાડિયામાં બે-ત્રણ વાર તો ધોઈએ જ છે પણ કેવી રીતે ધોઈએ છે તે મહત્ત્વનું છે. કારણ કે આપણે મોટે ભાગે ટીવી કમર્શિયલથી આકર્ષાઈને ગમે તે શેમ્પુનો ઉપયોગ આપણા વાળ પર કરતા હોઈએ છે જેથી કરીને તેમાં બતાવ્યા હોય તેવા આકર્ષક વાળ આપણા થાય.

image source

પણ તમને જણાવી દઈ કે નિયમિત હાર્ષ કેમિકલથી ભરપૂર શેમ્પુથી વાળ ધોવાથી વાળને લાંબાગાળાનું નુકસાન થાય છે અને માટે જ તમારે તેવા શેમ્પુની જગ્યાએ માઇલ્ડ શેમ્પુ વાપરવું જોઈએ. તો ચાલો જાણીએ માઇલ્ડ શેમ્પુ અને રેગ્યુલર શેમ્પુ વચ્ચેનો તફાવત.

– સામાન્ય શેમ્પુમાં સામાન્ય રીતે નુકસાનકારક સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. આ સામગ્રીઓ તમારા વાળની સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે.

image source

તેમા સોડિયમ લ્યૂથર સલ્ફેટ નામનું કેમિકલ આવે છે જે તમારા વાળને સ્વચ્છ કરવામાં મદદ કરે છે. પણ સાથે સાથે તે વાળને નુકસાન પણ પહોંચાડે છે અને માટે જ તમારા વાળ ફ્રીઝી બની જાય છે. આ ઉપરાંત જો તમારી ખોપરીની ચામડી નાજુક હશે તો તેને વધારે નુકસાન કરે છે.

– રેગ્યુલર શેમ્પુમાં આવતું પેરાબેન્સ શેમ્પુ કે કોસ્મેટિકમાં બેક્ટેરિયા ઉત્પન્ન થતાં અટકાવે છે અને આ તત્ત્વ બ્રેસ્ટ કેન્સર થવા સાથે પણ સંકળાયેલું છે.

image source

– રેગ્યુલર શેમ્પુમાં વપરાતું સોડિયમ ક્લોરાઇડ શેમ્પુને ઘટ્ટ રાખવામાં મદદ કરે છે પણ તે તમારી ખોપરીને ઇરીટેટ કરે છે અને તેનાથી વાળ પણ ઉતરે છે.

– સિન્થેટિક ફ્રેગ્રન્સીસ જે શેમ્પુમાં ઉમેરવામાં આવે છે તેને આ બધા જ કેમિકલની દુર્ગંધ છૂપાવવા માટે વાપરવામાં આવે છે. તે તમને કેન્સર, અસ્થમા અને વાળ ઉતરવા તરફ દોરી જઈ શકે છે.

માઇલ્ડ શેમ્પુ શું છે ?

image source

માઇલ્ડ શેમ્પુમાં કોઈ જ નુકસાનકારક કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવતો અને તે કોમળ રીતે તમારી ખોપરીને તેમજ તમારા વાળને ટ્રીટ કરે છે. અને તેમાં વપરાતા કન્ડીશનીંગ એજન્ટ તમને રેગ્યુલર શેમ્પુમાં જોવામાં નથી આવતા. વાળને નિયમિત ધોવા માટે માઇલ્ડ શેમ્પુ વધારે યોગ્ય છે તે નથી તો તમારા વાળને ઉતરવા દેતા કે નથી તો તેનાથી તમારી ખોપરી ઇરીટેટ થતી.

માઇલ્ડ શેમ્પુમાં વપરાતી સામગ્રીઓ

એક માઇલ્ડ શેમ્પુ તમારા વાળને પોષણ આપતું હોવું જોઈએ અને સાથે સાથે તે તમારા સ્કાલ્પને તેમજ વાળે સ્વચ્છ પણ કરતું હોવું જોઈએ. જ્યારે તમે માઇલ્ડ શેમ્પુ ખરીદો ત્યારે નીચે જણાવેલા ઇનગ્રેડીયન્ટ તેમાં હોવા જોઈએ.

– ગૌર ગુમ

– ગ્લુકોસાઇડ

– પોલીક્વોટીયમ

– ક્વોટીયમ 😯

માઇલ્ડ શેમ્પુમાં વપરાતી કુદરતી સામગ્રીઓ

image source

તમારે માઇલ્ડ શેમ્પુ ખરીદતી વખતે એ પણ જોવું જોઈએ કે તેમાં કેવા પ્રકારની કુદરતી સામગ્રીઓ વાપરમાં આવી છે. તેમાં વપરાયેલી સામગ્રી તમારા પીએચ ને બેલેન્સ કરુતં હોવું જોઈએ, તેનાથી વાળ ધોવાથી તમારા વાળ તેમજ સ્કાલ્પને પોષણ મળવું જોઈએ. અને આ બધી જ પંપાળ તેને માઇલ્ડ શેમ્પુમાં રહેલી કુદરતી સામગ્રીઓ પહોંચાડે છે.

image source

– નેચર ઓઇલ અથવા તો એસેન્શિયલ ઓઇલ્સ

– બોટનિકલ એક્સ્ટ્રેક્ટ (એટલે કે વાળ માટે ગુણકારી વનસ્પતિનો અર્ક)

– વિટામી ઇ અને વિટામીન ડી જેવા પુરકો

માઇલ્ડ શેમ્પુના લાભો

image source

માઇલ્ડ શેમ્પુ તમારા વાળના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભપ્રદ છે. તેનાથી વાળ ધોવાથી તમારા વાળ ડ્રાઈ થવાની કે વાળ ઉતરવાની ફરિયાદ નથી રહેતી કે તમારા વાળની નીચેની ચામડી પણ ઇરીટેટ નથી થતી.

– તેનાથી વાળ વધે છે.

– માઇલ્ડ શેમ્પુ અસરકારક રીતે તમારા વાળની ત્વચાને સ્વચ્છ બનાવે છે.

– તે ખોપરીને ઠંડી કરે છે.

image source

– માઇલ્ડ શેમ્પુનો ઉપયોગ તમે સંવેદનશીલ વાળ તેમજ ખોપરી પર પણ કરી શકો છો.

– આ ઉપરાંત માઇલ્ડ શેમ્પુનો ઉપયોગ તમે રોજ પણ કરી શકો છો.

– તે વાળનું તેમજ વાળ નીચેની ચામડી એટલે કે ખોપરીનો ભેજ દૂર નથી કરતું પણ તેને બનાવી રાખે છે.

– માઇલ્ડ શેમ્પુ દ્વારા વાળ ધોયા બાદ તમે જોશો કે તમારા વાળની લટો સુકી નહીં પણ ભેજયુક્ત અને શાઇની લાગશે.

image source

– માઇલ્ડ શેમ્પુ દરેક પ્રકારના વાળ માટે યોગ્ય હોય છે.

– માઇલ્ડ શેમ્પુથી માથુ ધોયા બાદ તમારા વાળ અને વાળ નીચેની ચામડી ડ્રાઈ નથી થઈ જતી કે નથી તો ત્યાં કોઈ ખજવાળ પણ આવતી. તે ડેન્ડ્રફને પણ તમારા વાળથી દૂર રાખે છે અને પીએચ સ્તરને પણ નિયંત્રિત રાખે છે.

– માઇલ્ડ શેમ્પુની સુગંધ પણ તીવ્ર નથી હોતી. તેની એક હળવી મધ્ધમ સ્મેલ હોય છે જે તેમાં વાપરવામાં આવેલી કુદરતી સામગ્રીઓમાંથી આવતી હોય છે.

image source

– માઇલ્ડ શેમ્પુ વધારે જાડુ પણ નથી હોતું. કારણ કે તેમાં કોઈ થીકનીંગ કેમિકલ નાખવામાં નથી આવતું. માટે તમને તેનાથી નુકસાન પણ નથી થતું.

– માઇલ્ડ શેમ્પુથી કોઈ જ નુકશાન નથી થતુ હોવાથી તમે તેનાથી રોજ વાળ ધોઈ શકો છો.

માઇલ્ડ શેમ્પુ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

image source

– શેમ્પુમાં સલ્ફેટ જેમ કે SLS અથવા SLES વાપરવામાં ન આવ્યું હોવું જોઈએ.

– શેમ્પુમાં કોઈ પણ જાતના પેરાબેન્સ એટલે કે પ્રિઝર્વેટીવનો ઉપયોગ ન થયો હોવો જોઈએ.

– જે પણ શેમ્પુમા સોડિયમ ક્લોરાઇડ વાપરવામાં આવ્યું હોય તે ન વાપરવું.

– સિલિકોન યુક્ત શેમ્પુ પણ ન વાપરવું જોઈએ.

ઘરે જાતે જ બનાવો માઇલ્ડ શેમ્પુ

image source

તમે તમારા માટે તમારા વાળને યોગ્ય માઇલ્ડ શેમ્પુ ઘરે જ બનાવી શકો છો તેના માટે તમારે.

– પા કપ ડીસ્ટીલ્ડ વોટર

– પા કપ લિક્વીડ કેસ્ટાઇલ સોપ

– છ ટીપાં ટી ટ્રી એસેન્શિયલ તેલ

– અરધી ચમચી જોજોબા તેલ

– ચાર ટીપાં પેપરમિન્ટ એસેન્શિયલ તેલ

image source

બનાવવાની રીત

ઉપર જણાવેલી બધી જ સામગ્રીને તમારે એક કટોરામાં મિક્સ કરી લેવી ત્યાર બાદ તેને જુની શેમ્પુની બોટલમાં લઈ લેવું. હવે આ મિશ્રણને તમે વાળ ધોવા માટે ગમે ત્યારે વાપરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ