જલ્સા કરોને જેંતીલાલ

આ તારીખે બાહુબલીના ભલ્લાલદેવ કરશે લગ્ન, જાણો તમે પણ

આ દિવસે લગ્ન કરશે રાણા દગ્ગુબતી અને મિહીકા બજાજ, પિતા સુરેશ બાબુ બોલ્યા ફક્ત પરિવારના સભ્યોને જ સામેલ થશે.

રાણા દગ્ગુબતી અને મિહીકા બજાજ સગાઈ કરી લીધા પછી ખુબ જલ્દી લગ્ન કરવાના છે. રાણા દગ્ગુબતીના પિતા સુરેશ બાબુએ જણાવ્યું કે, બંને ૮ ઓગસ્ટના રોજ થવાના છે અને લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર રહેશે.

image source

ફિલ્મ બાહુબલી’થી પ્રસિદ્ધ થયેલ રાણા દગ્ગુબતીએ લોકડાઉન દરમિયાન જ આ મહિનાની શરુઆતમાં જ પોતાની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજ સાથે સગાઈ કરી લીધી છે. સગાઈ થઈ ગયા પછી રાણા દગ્ગુબતી અને મિહીકા બજાજની સગાઈના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા છે.

image source

રાણા દગ્ગુબતી અને મિહીકા બજાજના સગાઈના ફોટોઝ જોઇને તેમના ફેંસને પણ નવાઈ લાગી છે. હવે રાણા દગ્ગુબતીના પિતા સુરેશ બાબુએ બંનેના લગ્નની તારીખ પણ નક્કી કરી દીધી છે. સુરેશ બાબુ જણાવે છે કે, ૮ ઓગસ્ટ ના રોજ રાણા અને મિહીકાના લગ્ન કરી દેવામાં આવશે.

image source

પ્રોડ્યુસર દગ્ગુબતી સુરેશ બાબુ કહે છે કે લગ્નમાં ફક્ત બંને તરફના પરિવારના સભ્યો જ હાજર રહેશે. લગ્ન દરમિયાન કોરોના વાયરસ મહામારીથી બચવા માટે તેઓ સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનોનું પાલન કરીશું.

image source

આપને જણાવીએ કે, રાણા દગ્ગુબતી અને મિહીકા બજાજ સાથે ઓફીશીયલ રીતે સગાઈ કરી લીધી છે. તે બંનેની સગાઈ હૈદરાબાદમાં આવેલ દગ્ગુબતીના દાદા (દગ્ગુબતી રમાનાઉડુ) રમાનાઉડુ સ્ટુડીયોમાં કરવામાં આવી છે.

હવે જોઈએ મિહીકા બજાજની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ.:

સગાઈ થઈ ગયા પછી રાણા દગ્ગુબતીનું કહેવું છે કે તેમની અને મિહીકાની વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે. તેઓ તેમના પરિવારના સભ્યો સાથે મિત્રતાનો વ્યવહાર રાખે છે. તેઓ પોતાના મિત્રોની સાથે મુંબઈમાં રહે છે.

એક ઇન્ટરવ્યુમાં રાણા દગ્ગુબતીએ ખુલાસો કર્યો કે તેમણે મિહીકા બજાજને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું. રાણાનું કહેવું છે કે, ‘જયારે તેમણે મીહિકાને કોલ કર્યો ત્યારે તે જાણતી હતી કે, શું થવાનું છે. ત્યાર પછી અમે મળ્યા અને મેં એકસાથે ઘણીબધી વાતો સતત કહી દીધી હતી.’

ઇન્ટીરીયર ડિઝાઈનર છે મિહીકા બજાજ.:

હવે મિહીકા બજાજની વાત કરીએ તો મિહીકા બજાજનો જન્મ અને પરવરીશ હૈદરાબાદમાં થયા છે. મિહીકા બજાજ એક બિઝનેસ વુમન છે. મહિકા ડ્યુ ડ્રોપ ડીઝાઇનની ફાઉન્ડર છે, જે ઇન્ટીરીયર ડીઝાઈનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ છે.

image source

મિહીકા બજાજએ ચેલ્સી યુનીવર્સીટી માંથી ઇન્ટીરીયર દીઝીનમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી છે. મિહીકા બજાજના બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ સારા મિત્રો ધરાવે છે. મિહીકા બજાજએ બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન ફંક્શનમાં ભાગ લીધો હતો.

Source : ABPLIVE.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version