Miના આ 5જી સપોર્ટવાળા ફોન વિશે વાંચીને તમે પણ તરત જ આ ડિસ્કાઉન્ટમાં કરાવી દેશો બુક, જાણો જલદી આ વિશે

નવા વર્ષમાં ઘણી બધી મોબાઈલ કંપનીઓ પોતાના નવા સ્માર્ટ ફોન બજારમાં લોન્ચ કરી રહી છે તો વળી કેટલીક મોબાઈલ કંપનીઓ પોતાના જૂના ફોન પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. હાલમાં જ શાઓમી પોતાનો નવો સ્માર્ટફોન બહાર પાડી રહી છે. તો જાણી લો તેના સ્પેસિફિકેશન તેમજ તેના પર મળતા ડિસ્કાઉન્ટ વિષે.

image source

શાઓમી (Xiomi)એ ભારતમાં નવા વર્ષમાં પોતાનો પહેલો સ્ર્ટફોન Mi 10i મંગળવારે લોન્ચ કર્યો છે. કંપનીનું કેહવું છે કે આ સ્માર્ટફોન ભારતીય ગ્રાહકો માટે ખાસ રીતે કસ્ટમાઇઝ કરવામા આવ્યો છે. આ ફોનને 108 એમપી પ્રાઇમરી કેમેરા, 120Hz ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 750જી પ્રોસેસર જેવા સ્પેસિફિકેશન સાથે 20,999 રૂપિયાની શૂઆતની કિંમત સાથે લોન્ચ કરવામા આવ્યો છે. ખાસ વાત એ છે કે પહેલી સેલથી આ કિંમત પર 2000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ પણ આપવામા આવશે, જો કે તે બેંક ઓફર દ્વારા આપવામાં આવશે.

image source

Mi 10i ની કિંમત ભારતમાં 6જીબી + 64 જીબી વેરિયન્સ માટે 20,999 રૂપિયા, 6 જીબી + 128જીબી વેરિયન્ટની કિંમત 23,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહક તેને એમેઝોન ઇન્ડિયા, શાઓમીની વેબસાઇટ, અને મી હોમ સ્ટોર્સ પરથી ખરીદી શકે છે. જલદી જ તેનું વેચાણ સમગ્ર દેશના 10,000તી વધારે રિટેલ પાર્ટનર્સ દ્વારા કરવામાં આવશે.

image source

એમેઝોન પર પ્રાઇમ મેન્બર્સ માટે સેલની શરૂઆત કાલે એટલે કે 7 જાન્યુઆરીએ બપોરે 12 વાગે થશે,, તો ઓપન સેલની શરુઆત 8 જાન્યુઆરીએ બપોરે 12 વાગે શરૂ થશે. લોન્ચ ઓફર તરીકે ગ્રાહક 10,000 રૂપિયાના વેલ્યુના જિયો બેનિફિટ્સ અને આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ્સ અને ઇએણઆઈ પર 2000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટનો લાભ પણ ઉઠાવી શકો છો.

Mi 10iના સ્પેસિફિકેશન્સ

image source

આ સ્માર્ટફોન MIUI 12 પર ચાલે છે અને તેમાં 120Hz રિફ્રેશ રેટની સાથે 6.67 ઇંચ ફુલ એચડી = (1,080X2,400 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે. સાથે સાથે તેમાં HDR10+ સપોર્ટ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન પણ આપવામા આવ્યું છે. તેમાં 8 જીબી સુધીની રેમ, 128 જીબી સુધીનું સ્ટોરેજ અને Adreno 619 GPUની સાથે સ્નેપડ્રેગન 750જી પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે.

image source

ફોટોગ્રાફી માટે તેના રિયરમાં 108 MP નો પ્રાઇમરી કેમેરા આપવામા આવ્યો છે. સાથે સાથે તેમાં 8 MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા, 2MP મેક્રો કેમેરા અને 2MP ડેપ્થ સેંસર હાજર છે. સેલ્ફી માટે અહીં 16MPનો કેમેરા ફ્રન્ટમાં આપવામા આવ્યો છે.

image source

Mi 10i ની બેટરી 4,820 mAhની છે અને અહીં 33W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. શાઓમીના દાવા પ્રમાણે તેને 30 મિનિટમાં જ 68 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. અહીં ફિંગરપ્રિન્ટ સેંસર સાઇડ માઉન્ટેડ છે અને તેમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ પણ આપવામા આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!