માઇક્રોવેવ માં બનતા મગઝ ના લાડુ – નાના મોટા દરેકને પસંદ આવતા આ લાડુ હવે બની જશે થોડી જ મીનીટોમાં…

મંદિર માં પ્રસાદ માં મળતા મગઝના લાડુ બધા ને અતિપ્રિય જ હોય છે.

બાળકો થી લઈ ને મોટા સુધી તમામ ને ભાવતા મગઝ ના લાડુ ની રેસીપી આજે લઇ ને આવી છું. બધા ના ઘરે આ લાડુ બનતા જ હોય છે. કોઈ પણ તહેવાર હોય કે ખાસ દિવસ આ લાડુ જરૂર થી બને છે. આમ તો ટ્રેડિશનલ રીતે ઘી માં ચણા નો કરકરો લોટ શેકી લઇ ને ઠંડુ થાય એટલે ખાંડ નો ભુકો ઉમેરી ને લાડુ બનાવીએ છીએ…

આજે હું ખૂબ ઝડપ થી બની જતા માઇક્રોવેવ માં બનતા મગઝ ના લાડુ ની રેસીપી લાવી છું. કડાઈ માં શેકવાની ઝંઝટ નહીં અને ઘી પણ ઓછું જોઈશે આ લાડુ બનાવામાં….ઓછા ટાઈમ માં તૈયાર થઈ જાય છે. 6-8 મિનિટ માં શેકાય જતા આ લાડુ ચોક્કસ થી એકવાર ટ્રાય કરો. મારા ઘરે વર્ષો થી આ રીતે જ લાડુ બનાવું છું. જેના સ્વાદમાં પણ કોઈ ફરક નથી.

સામગ્રી:-

500 ગ્રામ ચણા નો મગઝ માટે નો કરકરો લોટ( કકરો)

250 મિલી ચોખ્ખું ઘી

1 મોટો બાઉલ ખાંડનો ભુકો (સ્વાદાનુસાર )

2 ચપટી ઇલાઈચી નો પાવડર

રીત:-


સૌ પ્રથમ એક પહોળા કાચ ના બાઉલ માં લોટ અને ઘી મિક્સ કરો. બરાબર મિક્સ થાય એટલે 2 મિનિટ માટે માઇક્રોવેવ કરો. હવે બહાર નીકળી ને બરાબર મિક્સ કરો . આવી રીતે શેકવામાં ઘી ઓછું જ હોય લોટ માં ખાલી મિક્સ થયેલું હોય તો ચાલે . તમને જરૂર લાગે તો 1 ચમચો ઘી વધુ ઉમેરી શકાય..

હવે ફરી થી 1 મિનિટ માટે માઇક્રોવેવ કરવા મુકો અને પછી બહાર નીકાળી બરાબર મિક્સ કરો . આ પ્રોસેસ ચાલુ રાખો જ્યાં સુધી તમારો લોટ શેકાય ના જાય.


બધા માઇક્રોવેવ માં અલગ અલગ ટાઈમ લાગે છે.6-8 મિનિટ માં લગભગ બની જ જશે. જો એટલા ટાઇમ માં ના થાય તો વધુ 1 મિનીટ માટે મૂકી શકાય.


તમને લોટ નો કલર બદલાયેલો લાગશે અને શેકવાથી સરસ સુંગધ પણ આવશે .

હવે આ મિશ્રણ ને ઠંડુ થવા દો .


(રાતે સુતા પહેલા આ બનાવી ને રાખી દો એ સવારે ખાંડ મિક્સ કરી ને લાડુ બનાવી શકાય.)


હવે ખાંડ નો ભુકો અને ઇલાઈચી પાવડર ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો. હાથે થી નાનાં બોલ્સ વાળી લો .


હવે આ મગઝ ના લાડુ ઉપર બદામ, કાજુ કે પિસ્તા મૂકી ને ગાર્નિશ કરો અને કોઈપણ ટાઇમે સર્વ કરો.

આ લાડુ 8-10 દિવસ સારા રહે છે.

નોંધ:-

માઇક્રોવેવ માં કાચ ના બાઉલ નો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો . બને ત્યાં સુધી પ્લાસ્ટિક ના બાઉલ ના વાપરો.

લોટ શેકવા માટે ઘી ઓછું જ ઉપયોગ કરો નહીં તો લાડુ સારા નહીં વળે.

માઇક્રોવેવ માં લોટ શેકતી વખતે દર 1 મિનિટ પછી લોટ ને બરાબર મિક્સ કરો. એવું કરવાથી બધી બાજુ લોટ સારો શેકાય જશે.

5 મિનિટ પછી જ લોટ થયો છે કે ચેક કરતા જવું.

ઓછો લોટ લેશો તો ટાઇમ પણ થોડો ઓછો લાગશે.

250 મિલી ઘી થી પણ ઓછું ઘી લઇ શકાય છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ