ખાંડવી એ ગુજરાતની લોકપ્રિય વાનગી છે, જે બનાવવી એકદમ સરળ છે તો ચાલો આજે માઇક્રોવેવ ખાંડવી બનાવીએ

ગુજરાતીઓને પ્રિય વાનગીઓમાંની એક છે ખાંડવી… ચનાના લોટ માંથી બનતી આ સરળ વાનગી દેખાય છે એટલી સહેલી નથી બનાવવી. અને ઘરે બનાવો ત્યારે પરફેક્ટ જ બનશે એવું કહી ના શકાય. પણ હા , જો અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો જરૂર થી એકદમ પરફેક્ટ ખાંડવી પહેલીવારમાં જ બનાવી શકાય.

હું આજે એવી જ ફુલ પ્રૂફ રેસીપી લાવી છું ખાંડવી માટેની. માઇક્રોવેવમાં બનાવીશું ખાંડવી. મિનિટો સુધી એકધારા હલાવતા રેહવું નહિ પડે અને બસ મિનિટોમાં તૈયાર ખાંડવી. તો ચાલો જોઈએ માઇક્રોવેવમાં બનતી ખાંડવીની રીત ….

નોંધ: જે મિત્રો પાસે માઇક્રોવેવ નથી એ ગેસ પર બનાવી શકે છે. સામગ્રીનું માપ આજ રહેશે..

છાસ બહુ જાડી કે બહુ પાતળી ના કરવી . છાસ બહુ ખાટી ના લેવી. ખાંડવી ખૂબ જ ખાટી થઈ જાશે.

સામગ્રી::

1 cup ચણાનો લોટ,
3 cups છાસ,
મીઠું,
½ ચમચી હળદર,
1/2 ચમચી હિંગ,

વઘાર માટે :

1 ચમચી તેલ,
રાઈ,
તલ,
લીમડાના પાન,
હિંગ,

સજાવટ માટે :

બારીક સમારેલી કોથમીર,
ખમણેલું તાજું નારિયળ,

રીત :

સૌ પ્રથમ ચણાનો લોટ અને છાસ માપ મુજબ લેવાનું છે.

એમાં મીઠું , હિંગ , હળદર મિક્સ કરો. ને પછી બ્લેન્ડરથી મિક્સ કરવું એટલે પ્રોપર મિક્સ થાય અને એક પણ લોટનો કણ રહી ન જાય .

માઇક્રોવેવ માં 4 min માટે મુકો. બહાર કાઢી ખૂબ જ સરસ રીતે ફેંટો ..


હવે ફરી 4 min માટે માઇક્રોવેવ માં મુકો. ફરી બહાર કાઢી સરસ રીતે ફેંટો. ચેક કરો , જો ના થઇ હોય તો ફરી 2 મીન માટે મુકો . દરેક માઇક્રોવેવ ના સેટિંગ પ્રમાણે ટાઈમ થોડો આગળ પાછળ હોય .
હવે પ્રશ્ન એ કે ચેક કેવી રીતે કરવું કે ખાંડવીનું બેટર બન્યુ કે નહીં…

ચમચીથી થોડું બેટર લઈ , તેલ લગાવેલા પ્લેટફોર્મ કે થાળી પર પાથરો . ઠર્યા પછી જો એમ થી રોલ વાળી શકાય તો બેટર તૈયાર છે , ખાંડવી વળવા માટે.

તરત જ બેટર ને તેલ લગાવેલ પ્લેટફોર્મ પર પાથરો. આ સ્ટેપ પર ઝડપ દેખાડવી. બેટર ઠર્યા પછી પાથરી નહીં શકાય . હમેંશા પાથરવા માટે ઉપર થી નીચે તરફ કરવું, વધારે સરસ અને પાતળું પાથરી શકાશે .. મેં પાથરવા માટે સનમાઈકાનો ટુકડા વાપર્યો છે અને એનાથી બહુ જ સરસ પાતળું પાથરી શકાય છે .આપ ચાહો તો તાવેથો પણ વાપરી શકો.

હવે કાપા કરી લો . હળવા હાથે રોલ વાળો.

હવે આ બધા રોલ થાળી માં ગોઠવો અને વઘાર કરી લિયે..


વઘાર માટે કડાયમાં તેલ ગરમ કરો . તેમાં રાઈ , તલ , લીમડાના પાન અને હિંગ ઉમેરી ચમચી થઈ વઘાર ખાંડવી પર પાથરી દો .ઉપર થી નારીયલ નું ખમણ અને કોથમીર થી સજાવટ કરો ..

લો તૈયાર છે , ખાંડવી.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી