જાણો ફ્રાન્સના આ અજબ ગજબ વ્યક્તિ વિશે, જે ખાઈ ગયો હતો આખુ વિમાન

દુનિયાભરમાં સામાન્ય માનવીની વચ્ચે અમુક અજબ ગજબ લોકો પણ રહે છે જે હજારો, લાખો કે કરોડોમાં એક પણ હોઈ શકે.

image source

આવા પ્રકારના લોકોમાં કોઈને કોઈ એક એવી ખાસિયત હોય જ છે જે બીજા લોકોમાં નથી હોતી. દુનિયામાં આવા મોટાભાગના લોકોને પોતાની વિશેષતા અનુસાર ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળે છે.

આવા જ એક વ્યક્તિની આપણે અહીં વાત કરવાના છીએ જેના વિશે એવું કહેવાય છે કે તે એક આખેઆખું વિમાન ખાઈ ગયો હતો. તો કોણ છે આ વ્યક્તિ ? આવો વિસ્તારથી જાણીએ..

image source

15 જૂન 1950 માં ફ્રાન્સના ગ્રેનોબલ ખાતે એક બાળકનો જન્મ થયો જે પાછળથી મિચેલ લોટીટો નામથી ઓળખાયો. આ બાળક જ્યારે 16 વર્ષનો થયો ત્યારથી જ તે એવી વસ્તુઓ ખાવા લાગ્યો હતો જે તેની ઉંમરના અન્ય બાળકો નહોતા ખાતા. અસલમાં તેને એક બીમારી હતી જે મેડીકલી ભાષામાં પેકા નામથી ઓળખાય છે. આ બીમારીના દર્દીનું શરીર વિચિત્ર રીતે સામાન્ય ખોરાક નથી પચાવી શકતું જ્યારે અસામાન્ય ચીજ વસ્તુઓ સરળતાથી પચાવી લે છે. શરૂઆતમાં મિચેલ લોટીટો પોતાના નખ અને કાંચના ટુકડાઓ ખાઈ જતો અને તેને તે પચી પણ જતું.

image source

રિપોર્ટ પ્રમાણે જ્યારે મિચેલ લોટીટો સામાન્ય માણસ ખાઈ શકે તેવો ખોરાક એટલે કેળા, બ્રેડ કે બાફેલા ઈંડા ખાતો તો તેને પચાવી ન શકતો અને આથી ઊલટું એટલે કે ધાતુથી બનેલી કોઈ ચીજ વસ્તુ ખાતો તો એ તેને પચી જતી. મિચેલ લોટીટોની આ ખૂબી દુનિયા માટે નવીન હતી જ્યારે મિચેલને આવું કરવામાં મજા આવતી. 1966 માં મિચેલે પોતાની આ ખૂબીને પૈસા કમાવવાનું સાધન બનાવ્યું અને પોતાના શો શરૂ કર્યા અને તેમાં પોતે લોકોની નજર સામે જ પલંગથી લઈને ટેલીવિઝન, કોમ્પ્યુટર અને સાઇકલ જેવી ધાતુની અનેક ચીજ વસ્તુઓ ખાઈ દેખાડતો.

image source

તે પહેલાં ધાતુના નાના નાના ટુકડા કરતો પછી તેમાં એકસરખી માત્રામાં પાણી અને મિનરલ ઓઇલ ભેળવી ખાવા લાગતો. ટુકડાઓમાં મિનરલ ઓઇલ ભેળવવા અંગે તેણે એક વખત કહેલું કે મિનરલ ઓઇલને કારણે તેનું ગળું અંદરથી ચીકાશ વાળું થઈ જાય છે અને તે કારણે ટુકડાઓને સરળતાથી ગળી શકે છે.

ડોકટરોના કહેવા મુજબ મિચેલ લોટીટોના પેટના આંતરડામાં એક જાડું સંરક્ષણ પડ હતું જે સામાન્ય માણસોના આંતરડામાં નથી હોતું. અને આ જ કારણે તે ધાતુ, કાંચ અને રબર જેવા પદાર્થો પચાવી લેતો.

image source

મિચેલ લોટીટોને એ સમયે આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયો જ્યારે વર્ષ 1978 માં તેણે સેસના-150 નામનું આખું વિમાન ખાઈ જવા તૈયારી દર્શાવી.

નવાઈની વાત તો એ છે કે એણે વિમાનના ટુકડાઓ કરી ખાવાની શરૂઆત પણ કરી દીધી. એટલું જ નહીં પણ બે જ વર્ષમાં તે આખું વિમાન ખાઈ ગયો હતો.

image source

એક અંદાજ મુજબ 1959 થી 1997 સુધી મિચેલ લોટીટો લગભગ નવ ટન એટલે કે 8164 કિલો ધાતુ ખાઈ ચુક્યો હતો. આગળ જણાવ્યું તેમ મિચેલ લોટીટોને પોતાની આ ખૂબીને કારણે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પણ સ્થાન મળ્યું હતું. 25 જૂન 2007 માં મિચેલ લોટીટોનું કુદરતી મૃત્યુ થયું પણ તેની ઉપરોક્ત ખૂબીને કારણે આજે પણ લોકો તેને યાદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ