જલ્સા કરોને જેંતીલાલ

મેક્સિકોની હોટેલનાં બાથરુમમાં મળી આ બ્યૂટી ક્વિનની લાશ, ઉરુગ્મિવે તરફથી મિસ યૂનિવર્સની સૌંદર્ય સ્પર્ધા સુધી જઈ આવી છે !

ફાતિમીહ ૨૦૦૮માં મિસ યૂનિવર્સ પ્રતિયોગિતામાં ભાગ લઈ ચૂકી છે. ખુબ જ નાની ઉમરે કરી દીધી હતી મોડલીંગમાં એન્ટ્રી.

તપાસમાં અભિયોજન પક્ષનાં એક બયાનમાં કહેવામાં આવ્યું કે ફાતિમીહ મેક્સિકો સીટી આવી હતી. ત્યારબાદ તેમના એક પરિચિત વ્યકિતએ તેમને નોકરી માટે હોટલ જવામાં મદદ કરી. જોકે હજુ સુધી હોટલનાં નામનો ખુલાસો નથી કરવામાં આવ્યો.

ફાતિમીહનો જન્મ ઉરુગ્વેનાં પુંટા ડેલ એસ્ટેટમાં થયો હતો. તેઓએ પોતાની મોડલીંગ કારકિર્દીની શરૂઆત કિશોર અવસ્થાથી જ શરૂ કરી દીધી હતી.

ટીવી પર પણ સક્રીય હતી ફાતિમીહ

ફાતિમીહ મોડલીંગની સાથે-સાથે ટેલીવિઝન પર પણ સક્રીય હતી. તેઓએ ‘EI Triunfo del amor, અને ‘ ThebTriumph of love જેવા પ્રખ્યાત શોમાં કામ કર્યુ.

પોલીસે તેમના સોશિયલ મિડિયા પ્રોફાઈલને તપાસ્યુ છે જેમા તેમને કાંઈપણ નકારાત્મક નથી લાગ્યું. હત્યા કે આત્મહત્યામાં ગુંચવાયેલી પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનાં કારણો ખબર પડ્યા બાદ જ આગળની કાર્યવાહી કરી શકાશે. હાલમાં પોલીસ તેને આત્મહત્યા માનીને ચાલી રહી છે.

ત્યાં જ પોલીસ હોટલનાં સીસીટીવી કેમેરા પણ તપાસી રહી છે જેનાથી એ ખ્યાલ આવી શકે કે મૃત્યુ કે હત્યાથી પહેલા ફાતિમીહને મળવા કોણ આવ્યું હતું.

આ બોલીવુડની હસ્તીઓએ આત્મહત્યા કરી દુનિયાને કહ્યું છે અલવિદા

૨૦‍૧૨માં આવેલી ફિલ્મ ‘બીએ પાસ’ માં નાની ભૂમિકા ભજવનાર ફિલ્મ અભિનેત્રી શિખા જોશી (૪૦)ની આત્મહત્યાનાં મામલા એ એકવાર ફરી મનોરંજન જગતની ચકાચોંધની પાછળ છુપાયેલા અજાણ અને કડવા સત્યને ઉજાગર કર્યુ છે. આ ઉપરાંત નિઃશબ્દમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરનારી જીયા ખાને પણ આત્મ હત્યા કરી હતી. જેનુ પણ રહસ્ય હજું ઉકેલાયું નથી.

પ્રખ્યાત ટીવી સિરિયલ બાલિકા વધુમાં આનંદીનું પાત્ર ભજવનાર પ્રત્યૂષા બેનર્જી એ કથિત રીતે આત્મા હત્યા કરી લીધી છે. મળતી મહિતી અનુસાર તેમને તેને મુંબઈનાં અંધેરી વેસ્ટ વિસ્તારમાં સ્થિત પોતાના ઘરનાં પંખાથી લટકીને પોતાનો જીવ આપ્યો.

પોલીસને તેની જાણકારી મળતા જ તેને કોકિલાબેન હોસ્પિટલોમાં ખસેડવામાં આવી, જ્યાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. જોકે પોલીસનું કહેવું છે કે તેમને પ્રત્યૂષાનાં ઘર પરથી કોઈ સૂસાઈડ નોટ નથી મળી પરંતુ એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેઓએ માનસિક તણાવનાં ચાલતા આ પગલું ભર્યુ છે.

દિવ્યા ભારતીની યાદ અપાવી ગઈ શ્રીદેવીની મોત, બન્નેના મૃત્યુ પાછળ ડેથ મિસ્ટ્રીનું કનેક્શન!

મૃત્યુ એક હકીકત છે. પરંતુ અકાળ મૃત્યુ ઘણા સવાલ ઉભા કરે છે. એ જ મૃત્યુ જ્યારે રહસ્ય બની જાય, તો મુસિબત બની જાય છે. ભારતમાં પણ ઘણા લોકોનું મૃત્યુ આજ પણ રહસ્ય છે.

સિયાસી હસ્તીઓથી માંડીને ફિલ્મી સિતારા સુધી, અનેક એવા નામ છે, જેમના મૃત્યુનાં રહસ્ય પરથી આજ સુધી પડદો નથી ઉઠી શક્યો. તેમાં બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું નામ પણ શામેલ થઈ ગયું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version