મેક્સીકન ટોસ્ટ સેન્ડવીચ – પ્રોટીન અને વિટામીનથી ભરપૂર ટોસ્ટ સેન્ડવીચ છે

મેક્સીકન ટોસ્ટ સેન્ડવીચ

આ એક યુનીક ન્યૂટ્રીશ્યસ ટોસ્ટ સેન્ડવીચ છે. ભરપૂર  જેમાં પ્રોટીન અને વિટામીન ભરેલાછે.. આ રેસીપીમા તમે કોઈપણ વેજીટેબલ્સ એડ કરી શકો છો.મેક્સિકન ટેસ્ટની આ સેન્ડવીચ લંચબોક્ષ માટે તેમજ ગરમીના દિવસોમાં લાઇટ ડિનર માટે પરફેક્ટ છે. 

સામગ્રી:

 • ૪ બ્રેડ સ્લાઈસ ( બ્રેડ તમારી પસંદગી મુજબ લઈ શકાય)
 • ૧ કપ બાફેલા બ્લેક બીન્સ અથવા નાના રાજમા
 • ૧ બાફેલુ બટેટુ
 • ૧/૨ કપ કોર્ન (મકાઈના દાણા)
 • ૨ ટે.સ્પૂન કાંદા
 • ૨ ટે.સ્પૂન કેપ્સીકમ
 • થોડાક ફ્રેશ બાજિલ ના પાન ( ઓપ્સનલ)
 • ૧ ચમચી ઓરેગાનો
 • ૧ ચમચી લેમન જ્યુસ
 • ૧ ચમચો ખમણેલું ચીઝ
 • ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
 • ૧ ચપટી મરી પાવડર
 • સ્વાદ અનુસાર મીઠું
 • બટર
 • ૧ ટે.સ્પૂન લાલ અથવા સ્વીટ ચીલીસોસ
 • ક્રીમ ચીઝ અથવા ચીઝ સ્પ્રેડ

સર્વ કરવા:

 • સાલ્સા શોશ
 • ક્રીમ

રીત:

(૧) એક બાઉલમાં મેશ કરેલા બાફેલા બટેટા, બારીક સમારેલા કાંદા અને કેપ્સિકમ તથા કોર્ન લઈ મીક્ષ કરવું.

(૨) એમાં ખમણેલું ચીઝ, મીઠુ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ,મરી પાવડર અને લેમન જ્યુસ મિક્ષ કરો.

(૩) એમાં હવે રેડ ચીલી સોસ અને બારીક સમારેલા બાજિલના પાન એડ કરો.

(૪) હવે બ્રેડ ની બે સ્લાઈસ લઈ એમાં થોડુ ક્રીમ લગાવવુ

(૫) આ બ્રેડ ની સ્લાઈસ પર તૈયાર સ્ટફિંગ મૂકો ને બીજી સ્લાઈસ ઉપર મૂકો.

(૬) સેન્ડવીચ ગ્રીલર અથવા થવા પર બટર ચોપડી ને આ ટોસ્ટ સેન્ડવીચને શેકો.

(૭) સર્વ કરો આ યમ્મી પાસ્તા ને ફ્રેશ સાલ્સા અને ક્રીમ સાથે તમે આમા ગાજર, મશરૂમ અને કાકડી પણ એડ કરી શકો છો.

રસોઈની રાણી: રૂપા શાહ (ઓસ્ટ્રેલીયા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી