આજે જ ઘરે ટ્રાય કરો મેક્સીકન ગોલગપ્પા ખુબ સરળ રેસીપી છે…

મેક્સીકન ગોલગપ્પા (Mexican Golgappa)

ગોલગપ્પા

સામગ્રી:

2 કપ રવો( સુજી ),
2 સ્પૂન મેદો,
1/4 ટી સ્પૂન બેકિંગ પાવડર,
મીઠું સ્વાદમુજબ,
તેલ તળવા માટે,

સ્ટફિંગ માટે :

બાફેલા બટાકા હાલ્ફ કપ,
કાકડી ઝીણી સમારેલી હાલ્ફ કપ,
કાંદા 1,
બાફેલી સ્વીટ કોર્ન હાલ્ફ કપ,
નમકીન બુંદી 3 સ્પૂન,
ચીઝ 1,
સ્વાદમુજબ મીઠું,
હાલ્ફ ટી સ્પૂન મરચું પાવડર,
ચાટ મસાલl 1 ટી સ્પૂન,
ચિલ્લી ફ્લેક્સ 1/4 ટી સ્પૂન,

પાણીપૂરીનું પાણી

સામગ્રી :

1/2 ઝૂડી ફુદીનાનાં પાન,
1/2 લીલા ધાણા,
1/2 સ્પૂન અાદુ,
2-3 લીલાં મરચાં,
મીઠું સ્વાદમુજબ,
ચાટ મસાલા1 સ્પૂન,
ખાંડ 2 સ્પૂન,
સંચળ 1 સ્પૂન,
લીંબુ નો રસ 2 સ્પૂન,

રીત :

ગોલગપ્પા બનાવવાની રીત –

-રવા માં મેંદો ,સોડા ,મીઠું નાંખી, કઠણ લોટ બાંધવો એક કપડાને પાણીમાં પલાળી, બરાબર નિચોવી, કણક ઉપર વીંટી કણકને તપેલીમાં મૂકી ઢાંકણ ઢાંકી કલાક રહેવા દેવી. પછી ખાંડી, મસળી તેમાંથી મોટો પાતળો રોટલો વણી, ડબ્બીના નાના ઢાંકણાથી પૂરીઓ કાપવી, ભીના ચાદરના કપડા ઉપર છૂટી પાથરવી. થોડી વાર પછી વધારે તેલ મૂકી, સારું ગરમ થાય એટલે એક એક કરીને સાત-અાઠ પૂરી મૂકવી. તેને ફુલાવવી બધી ફૂલી જાય પછી ફેરવવી. પૂરીકડક તળાય પછી કાઢી લેવી.
પાણી બનાવવાની રીત –

-ફુદીનાનાં પાન, લીલા ધાણા, લીલાં મરચાં, અાદુ નાખી મિક્સરમાં ઝીણી પેસ્ટ બનાવવી. તેમાં 3 કપ પાણી, મીઠું, સંચળ, ચાટ મસાલા, ખાંડ, લીંબુ નો રસ નાંખી બરાબર મિક્સ કરી, પાણી બનાવવું.( પાણી પુરી નો તૈયાર મસાલો પણ વાપરી શકો) -સર્વ કરવા માટે એક પ્લેટ માં ગોલગપ્પા મુકો. બાફેલા બટાકા, કાકડી , કાંદા, ઝીણું સમારી, નમકીન બુંદી ,બાફેલી સ્વીટ કોર્ન આ બધું મિક્ષ કરી લો તેમાં મીઠું , મરચું પાવડર ,ચાટ મસાલા નાખી

સ્ટફિંગ બનાવો.

-એક પ્લેટ માં ગોલગપ્પા મુકો. ગોલગપ્પાની અંદર સ્ટફિન્ગ મૂકી ચિલ્લી ફ્લેક્સ અને ચીઝ મૂકી ફુદીના ના પાણી જોડે ગોલગપ્પા સર્વ કરો. નોટ :સ્ટંફિંગ માટે ટામેટા, ઝીણી સેવ દેશી ચણા નો ઉપયોગ કરી શકો છો .પાણી સ્વાદમુજબ મીઠું તીખું બનાઈ શકો છો .

રસોઈની રાણી – રાની સોની (ગોધરા)

શેર કરો આ નવીન પાણી પૂરીની રીત તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી